Book Title: Shraddhagun Vivaran Bhashantar
Author(s): Jinmandangani, Chaturvijay, Vijaykalyansuri
Publisher: Vijaynitisuri Jain Library
View full book text
________________
શ્રાદ્ધગુણવિવરણ
૧૩ સાંપ્રતકાળમાં મેહથી અંધ બનેલા આ જગતને વિષે મનુષ્યજન્મ, આર્ય દેશ, સારા કુળમાં જન્મ, શ્રદ્ધાલુતા, ગુરુના વચનનું શ્રવણ અને વિવેક એ પુછયથી પ્રાપ્ત થએલી મેક્ષરૂપી પ્રાસાદમાં જવાની પગથિયાંની શ્રેણી છે. ૧૦ ત્રિકાળ જિનચંદન, નિરંતર યથાશક્તિ જિનપૂજા, સવાધ્યાય, વિધિપૂર્વક ગુરુવંદન, દાન, પ્રતિક્રમણ, શક્તિ પ્રમાણે વ્રતનું પાલવું, તપસ્યા અને અપૂર્વ જ્ઞાનનું ઉપાર્જન આ ઉત્તમ શ્રાવકને ધર્મ જિનેશ્વર ભગવાનના આગમને વિષે કહેલો છે. ૧૧
આ પ્રમાણે જિનેશ્વરની હર્ષપૂર્વક દેશના સાંભળી સુદર્શન શ્રેણીએ ભાવપૂર્વક શકિત પ્રમાણે અભિગ્રહ ગ્રહણ કર્યા. તે પછી જિનેશ્વરને વંદન કરવાથી પિતાના આત્માને કૃતાર્થ માનતે ધર્મ સાંભળવાની ઈચ્છાના ઉદ્યમથી રંગાએલે સુદન પતાને ઘરે આવ્યા. અજુને પણ અમૃત સમાન ઉજવળ એવી અરિહંતની દેશનાનું પાન કરી, વૈરાગ્યના રંગથી ભગવાન શ્રી મહાવીર સ્વામી પાસે દીક્ષા ગ્રહણ કરી. મારે જઘન્યથી નિરંતર છઠ્ઠની તપસ્યા કરવી. આ પ્રમાણે અભિગ્રહને ગ્રહણ કરી પરીષહેને સહન કરતો અને સંલેખના કરવામાં તત્પર એવા અજુનમાળી મુનિએ આઠ મહિના સુધી વ્રત પાળ્યું. તે પછી કમરને ક્ષય થવાથી સુખના સ્થાનરૂપ મેક્ષને પ્રાપ્ત થયે. સુદર્શનશ્રેણી પણ નિર્દોષ અને ઉત્તમ શ્રાવક ધમને આરાધી દેવતાનું સુખ મેળવી કમરને ક્ષય થવાથી અનુક્રમે મેક્ષમાં જશે.
હવે ગ્રંથકાર મહારાજ પંદરમા ગુણનું વિવરણ પૂરું કરતાં ઉપદેશદ્વારા ભવ્ય પ્રાણીઓને નિરંતર ધમશ્રવણ કરવાની ભલામણ કરે છે–
इत्यागमश्रवणसादरमानसस्य, वृत्तं निशम्य वणिजोऽस्य सुदर्शनस्य । संसारवारिनिधितारणनौनिभायां,
धर्मश्रुतौ कुरुत भव्यजनाः प्रयत्नम् ॥ १२ ॥ શદાથ–ઉપર જણાવ્યા પ્રમાણે જૈનાગમને શ્રવણ કરવામાં સાદર હૃદયવાળા આ સુદર્શન વણિકનું વૃત્તાંત શ્રવણ કરી સંસારરૂપ સમુદ્રને તરવામાં નાવ સમાન એવા ધર્મશ્રવણમાં હે ભવિ પ્રાણીઓ ! નિરંતર પ્રયત્ન કરે છે ૧૨ છે