Book Title: Shraddhagun Vivaran Bhashantar
Author(s): Jinmandangani, Chaturvijay, Vijaykalyansuri
Publisher: Vijaynitisuri Jain Library
View full book text
________________
શ્રાદ્ધગુણવિવરણ
૧૧૯ શદાર્થ-ગૃહસ્થોએ નિરંતર દ્રવ્ય, કાળ અને અવસ્થાને અનુસાર વસ્ત્ર વિગેરેને શૃંગાર કરવો જોઈએ. ૧. દ્રવ્યના પ્રમાણુથી વધારે સારે વેષ રાખનાર, વિશેષ ધનવાન છતાં ખરાબ વેષ રાખનાર અને નિર્બળ છતાં ભગવાનની સાથે વૈર કરનાર એવા પુરૂષોને મોટા પુરૂષો ઉપહાસ્ય કરે છે. ૨ તથા ઉત્તમ પુરૂષોએ કદી પણ જીર્ણ અને મલીન વસ્ત્ર ધારણ કરવું નહી. તેમજ લાલ કમળ શિવાય બીજું લાલ રૂપ ધારણ કરવું નહી . ૩છે જે પુરુષ પિતાને માટે લક્ષ્મીની ઈચ્છા રાખતે હેય, તે પુરૂષ બીજાએ ધારણ કરેલા વસ્ત્ર, પુષ્પ અને ઉપાનહ (પગરખ) ધારણ કરે નહીં તે જ છે ' અથવા આવકને અનુસાર ખરચ કરનાર અને વૈભવને અનુસાર વેષ ધારણ કરનાર ધર્મને અધિકારી થાય છે. એમ બીજે પણ અર્થ થાય છે. જે માણસ આવક છતાં કૃપણુતાથી ખરચ કરતા નથી અને દ્રવ્ય હોવા છતાં ખરાબ વસ્ત્ર વિગેરેને ધારણ કરનાર થાય છે. તેથી લોકોમાં નિંદિત થયેલો તે પુરૂષ ધર્મમાં પણ અધિકારી થતો નથી અને મમ્મણ શેઠની પેઠે કલેશનો ભાગી થાય છે. તથા વૈભવને અનુસાર વેષ કરે છતે પણ વિશેષે કરી દેવની પૂજાના વખતે અને જિનમંદિર તથા ધર્મસ્થાનમાં જવાના વખતે નિરંતર પહેરાતા વેષથી અધિક ઉત્તમેત્તમ વેષ અને અલંકારને ઉપભેગ કરે. કહ્યું છે ક–નિર્મળ અને ઉત્તમ વેષ ધારણ કરનાર પુરૂષ મંગળ મૂતિ થાય છે, તેથી તેવા પ્રકારના પુરૂષને લક્ષમીની વૃદ્ધિ થાય છે. તે આ બે લેકાથી બતાવે છે–
श्रीमङ्गलात् प्रभवति, प्रागल्भ्याच्च प्रवर्द्धते । दाक्ष्या-त्तु कुरुते मूलं, सँय्यमात्प्रतितिष्ठति ॥५॥ शिरः सपुष्पं चरणौ सुपूजितो, निजाङ्गनासेवनमल्पभोजनम् ।
अनसशायित्वमपर्वमैथुनं, चिरप्रनष्टां श्रियमानयन्त्यमी ॥ ६ ॥ શબ્દાર્થ-લક્ષમી મંગલ કરવાથી પ્રાપ્ત થાય છે, બુદ્ધિથી વૃદ્ધિ પામે છે, નિપુણતાથી મૂલ કરે છે અને ઇંદ્રિયના નિગ્રહ વિગેરે નિયમથી મિથર થાય છે છે ૫ પુષ્પ સહિત મસ્તક, સારા પૂજેલા ચરણ, સ્વસ્ત્રીસંતેષ, ભજન, વસ્ત્ર સહિત શયન અને પર્વ દિવસમાં મૈથુનને ત્યાગ આ સર્વ ઘણું કળિથી નષ્ટ થયેલી લક્ષમીને પાછી લાવે છે. છે ૬
આ સંબંધમાં કર્ણદેવનું વૃત્તાંત આ પ્રમાણે છે –