Book Title: Shraddhagun Vivaran Bhashantar
Author(s): Jinmandangani, Chaturvijay, Vijaykalyansuri
Publisher: Vijaynitisuri Jain Library
View full book text
________________
શ્રાદ્ધગુણવિવરણ
૧૧૭ થાય છે. તેમજ કર્મક્ષય પણ ધ્યાનાદિક કરવાથી શી થઈ શકે છે. તેથી એકાંત દ્રવ્ય ખરચવાથી જ ધર્મ થાય છે, એમ માનવું અગ્ય ગણાશે. જેમકે ત્રિજગપૂજ્ય શ્રી તીર્થકર ભગવાન એક વર્ષ સુધી હંમેશાં એક ક્રોડ અને આઠ લાખ સેનેયાનું દાન કરતા હતા, છતાં પણ તે દાન તેઓશ્રીને સકલ કમ ક્ષય કરવામાં તથા સંપૂર્ણ સમાધિ મેળવવા સાધનભૂત થયું નહીં, પણ કર્મને સંપૂર્ણ ક્ષય કરવા માટે તથા કેવળજ્ઞાન ઉત્પન્ન કરવા માટે બાર વર્ષ સુધી ઘેર તપસ્યા અને ધ્યાન કરવાં પડ્યાં. કોઈ જીવ ધર્મકાર્યમાં ધન ખરચવાથી ધન મળશે, એવી આશા રાખી પોતાના ગજા ઉપરાંત અગર આવકના સાધન ઉપરાંત ધન ખરચે છે; તે દુઃખી થાય છે. તેણે ભાવપૂર્વક ધર્મકાર્યમાં ખરચેલા ધનનું ફળ કાંઈ જતું નથી, પણ તે ફળ અંતરાય કમના ઉદયથી તત્કાળ નહી મળવાથી અને પોતાની પાસેના દ્રવ્યને વ્યય થઈ જવાથી પ્રાપ્ત થએલા દારિદ્રને લઈને વખતે ધર્મ ઉપરથી પણ આસ્થા ઉઠાવી નાખે છે, માટે શાસ્ત્રકાર મહારાજાએ જે રીતે દ્રવ્યને વ્યય કરવાની આજ્ઞા ફરમાવી છે તેનું ઉલ્લંઘન કરવું નહીં, અને શાસ્ત્રકારની આજ્ઞાનું ઉલ્લંઘન કરનાર વખતે વૈશ્રમણ (કુબેર) જે હોય તે પણ પિતાના ગજા ઉપરાંત ખરચ કરનાર હૈ ઝમMાય એટલે ખરેખર તે સાધુ જેવો થઈ જાય છે.
વળી લવમી પુણ્યને અનુસારે પ્રાપ્ત થાય છે, એ નિશ્ચય કરી કદી આવક ડી હોય તે પણ ઘરના ખરચમાં સંકેચ કરી પુણ્ય કર્મમાં ખરચ કરવો જ જોઈએ. કારણ છેડે પણ પુણ્ય કર્મમાં ખરચ કરવામાં આવ્યો હોય તે તે કાળે કરી એક ક્રોડ દ્રવ્ય જેટલો થાય. જેમ શ્રી તેજપાલ મંત્રીના ઘર દેરાસરમાં ત્રણ વર્ષના પુણ્ય કાર્યને ખરચ છત્રીસ હજાર રૂપિયા પ્રમાણ થયો, તે દ્રવ્યથી મંત્રીએ બાઉલૂ ગામમાં જિનમંદિર કરાવ્યું હતું.
હવે ગ્રંથકાર બારમા ગુણની સમાપ્તિ કરતાં દ્રવ્યના પ્રમાણમાં વ્યય કરનાર ગૃહસ્થને શું ફળ થાય છે તે બતાવે છે–
एवं गृहस्थो विभावानुरूपं, व्ययं वितन्वन् लभते प्रतिष्ठाम् ।
यशांसि पुण्यं, सुखसंपदश्च, धर्मार्थकामामिमतोरु सिद्धम् ॥ ८ ॥ | શબ્દાર્થ–ઉપર જણાવ્યા પ્રમાણે વભવને અનુસાર ખરચ કરનાર ગૃહસ્થ પ્રતિષ્ઠા, યશ, પુણ્ય, સુખ અને સંપત્તિને મેળવે છે. તથા ધર્મ, અર્થ અને કામને અભિમત મેટી સિદ્ધિને પણ મેળવે છે. જે ૮