Book Title: Shraddhagun Vivaran Bhashantar
Author(s): Jinmandangani, Chaturvijay, Vijaykalyansuri
Publisher: Vijaynitisuri Jain Library
View full book text
________________
જા
चतुर्दश गुण वर्णन હવે ક્રમથી પ્રાપ્ત થએલ “બુદ્ધિના આઠ ગુણ મેળવવારૂપ ચૌદમા ગુણનું વિવરણ આરંભે છે.
બુદ્ધિના આઠ ગુણે છે. તે જે પુરુષમાં હોય તે પુરુષ ધર્મ મેળવવાને અધિકારી થાય છે. તે આઠ ગુણે આ પ્રમાણે છે.
शुश्रुषा १ श्रवणं २ चैव, ग्रहणं ३ धारणं ४ तथा । ऊहो५ऽपोहोऽर्थविज्ञानं ७, तत्वज्ञानं ८ धीगुणाः ॥१॥
શુશ્રષા, શ્રવણ, ગ્રહણ, ધારણા, ઉહા, અહા, અર્થજ્ઞાન અને તરવજ્ઞાન એ બુદ્ધિના આઠ ગુણે જાણવી. ૧ સાંભળવાની ઈચ્છા તેને શુશ્રુષા કહેવાય છે. સુશ્રષાની ઈચ્છા સિવાય શ્રવણાદિક ગુણેની પ્રાપ્તિ નથી. ૧. શ્રવણ એટલે સિદ્ધાંતાદિકનું સાંભળવું. આ સાંભળવું મેટા ગુણના સંગને માટે થાય છે. ૨. તેને માટે કહ્યું છે કે –
क्षाराम्भस्त्यागतो यद्वत, मधुरोदकयोगतः । बीजं प्ररोहमादत्ते, तद्वत्तत्वश्रुतेर्नरः ॥२॥ क्षाराम्भस्तुल्य इह च, भवयोगाऽखिला मतः ।
मधुरादकयोगेन, समा तत्त्वश्रुतिः स्मृता ॥३॥ ખારા જળને ત્યાગ થવાથી અને મીઠા જળને સવેગ મળવાથી જેમ બીજ અકરને ધારણ કરે છે તેવી રીતે તત્વનું શ્રવણ કરવાથી પુરુષ દેષને ત્યાગ કરી