Book Title: Shraddhagun Vivaran Bhashantar
Author(s): Jinmandangani, Chaturvijay, Vijaykalyansuri
Publisher: Vijaynitisuri Jain Library
View full book text
________________
૧૧૦
શ્રાદ્ધગુણવિવરણ લે કરવામાં આવે છે, એવા સટ્ટા, સરત, જુગાર વિગેરેથી મન ઉપર ખરેખરી અસર થાય છે, અને મન હમેશાં ચિન્તાતુર રહે છે, તે આવા વેપારથી જરૂર વિરામ પામવે. વળી ખરેખર વસ્તુની આપલેને વેપાર પણ પિતાની શક્તિ ઉપરાંત કરવાથી ચિત્તને અસમાધી રહે છે, અને વખતે નફાને બદલે નુકસાન થઈ જાય છે, તે ગજા ઉપરના વેપાર કરવાથી પણ મનુષ્ય સુખી થતું નથી માટે જે કાર્ય દિવસે કરવાથી રાત્રિ સારી રીતે સુખથી વ્યતીત કરી શકાય તથા આઠ માસમાં કરેલા કાર્યથી ચાતુર્માસ સારી રીતે નિવિઘપૂર્વક થઈ શકે, અને વૃદ્ધાવસ્થા તથા આગામી ભવ સુધારે એવાં કાર્ય કરવાં જોઈએ. અગીયારમાં ગુણને સમાપ્ત કરતાં ગ્રંથકાર ધર્માધિકારી બતાવે છે.
" देशजातिकुलगहितकर्माण्यादरात्परिहरन् गृहमेधी । ___आचरंश्च तदगर्हितमाधर्मकर्मणि भवेदधिकारी ॥ १॥"
શબ્દાર્થ –ગૃહસ્થ દેશ, જાતિ અને કુળથી નિદિત કમેને આદરપૂર્વક ત્યાગ કરતે અને આય લોકોથી અનિંદિત કમને આચરણ કરતે ધર્મકાર્યમાં અધિકારી થાય છે
-
*