Book Title: Shraddhagun Vivaran Bhashantar
Author(s): Jinmandangani, Chaturvijay, Vijaykalyansuri
Publisher: Vijaynitisuri Jain Library
View full book text
________________
E
જ
વાત
'%
નr)
: ,
दशम गुण वर्णन શ્રાવકના પાંશ ગુણ પૈકી નવમા ગુણનું વિવરણ પૂર્ણ કરી “ઉપદ્રવજળ સ્થાનનો ત્યાગ કરવા ”રૂ૫ દશમા ગુણનું વર્ણન કરે છે. -:: ચકાજુ કથાન–વળી ધર્મની ગ્યતા મેળવનાર ગૃહસ્થ સ્વચક્ર, પરચક્રના વેરથી, દુષ્કાળ, મરકી, સાત ઈતિઓ અને પ્રજાના પરસ્પર કલેશથી ઉપદ્રવવાળા ગામ કે નગરાદિક સ્થાનને ત્યાગ કરનાર હોય. જે તેવા સ્થાનને ત્યાગ કરવામાં ન આવે તે પ્રથમ ઉપાર્જન કરેલા ધર્મ, અર્થ અને કામ વિશેરેને નાશ હેવાથી અને નવીન ધર્મ, અર્થ, કામનું ઉપાર્જન નહીં થવાથી તેના ઉભય લેકને નાશ થાય છે. જેમ દ્વારિકાના ઉપદ્રવ વખતે દ્વારિકાના અને વલ્લભીના ભંગ વખતે વલ્લભીના લોકેના ઉભય લેકને નાશ થયો હતે. અથવા ધમ, અર્થ અને કામ વિગેરેને અડચણ કરનાર ભિલપલ્લી, મ્લેચ્છગામ અને દેવગુરુની સામગ્રીથી રહિત નગરાદિકને ઉપહુત કહે છે. તેવા સ્થાનમાં ધર્મ, અર્થ અને કામની ઈચ્છા રાખનાર પુરુષે વાસ કરવો નહીં, કારણ કે તેના સ્થાનમાં રહેવાથી ચેર, બીલંપટ અને દુષ્ટ રાજા વિગેરેના સંસર્ગથી ધર્મ અને અર્થની હાનિ જ થાય છે. તેમજ દેવદર્શન, ગુરુનું આગમન અને સામિકના સંસર્ગ વિગેરેને અભાવ હેવાથી નવીન ધર્માદિકનું ઉપાર્જન પણ થઈ શકતું નથી. કહ્યું છે કે
"सद्धर्मदर्गसुस्वामिव्यवसायजलेन्धने । खजातिलोकरम्ये च देशे प्रायः सदा वसेत् ॥१॥ गुणिनः सुकृतं शौचं, प्रतिष्ठा गुणमौरवं । अपूर्वज्ञानलाभश्च, यत्र तत्र वसेत्सुधीः । २॥ यत्र देशे न सन्मानं, न बुद्धिर्न च बान्धवाः। न च विद्यागमः कश्चिन तत्र निवसेबुधः ॥३॥