Book Title: Shraddhagun Vivaran Bhashantar
Author(s): Jinmandangani, Chaturvijay, Vijaykalyansuri
Publisher: Vijaynitisuri Jain Library
View full book text
________________
છે
જ
)
एकादश गुण वर्णन હવે ગૃહસ્થને “નિંદિત કાર્યમાં પ્રવૃત્તિ નહીં કરવારૂપ” અગિયારમાં ગુણનું વર્ણન કરે છે.
“ગાવૃત્તી ગતિ–વળી દેશ, જાતિ, કુલ અને કાળ વિગેરેની અપેક્ષાએ જે નિહિત કાર્ય હોય તેને ગહિત કહે છે. તેવા કાર્યમાં (ધમ પુરુષ) પ્રવૃત્તિ કરનાર ન હોય, તેમાં દેશગહિત કમ આ પ્રમાણે છે. સૌવીરદેશમાં કૃષિ કર્મ અને લાટ દેશમાં મદિરા ઉત્પાદન કરવાની ક્રિયા કરવી તેને દેશહિત કહે છે. બ્રાહ્મણને મદિરાપાન કરવું તથા તલ, લૂણ, લાખ અને લેઢા વિગેરેને વેપાર કરવો એ જાતિની અપેક્ષાએ નિદિત કમ ગણાય છે. તથા કુળની અપેક્ષાએ બ્રાહ્મણને નિદિત કર્મ આ પ્રમાણે છે.
" अग्निहोत्रं गवालम्भ, संन्यासं पलपैतृकम् ।
देवराश्च सुतोत्पति, कलौ पञ्च विवर्जयेत् ॥ १॥" શબ્દાર્થ – હેમ, ગાયને વધ, સંન્યાસ, પૂર્વજોને માંસના પિંડ અને દીયરથી પુત્રની ઉત્પત્તિ કરવી એ પાંચ કલિયુગમાં (બ્રાહ્મણે) ત્યાગ કરે.
વળી જ્ઞાનપૂર્વક જૈનધર્મ અંગીકાર કરનાર શ્રાવકોએ પંદર કર્માદાનથી વેપાર કરે, કાળ વખતે કે રાત્રિએ ભજન અને અભક્ષ્ય વસ્તુનું ભક્ષણ કરવું વિગેરે શ્રાવકેને ગહિત કમ કહેવાય છે. તેવાં ગહિત કર્મ કરનાર શ્રાવકેનાં બીજા પણ ધમકા ઉપહાસ્યને માટે થાય છે. કહ્યું છે કે
" अनुचितकर्मारम्भः, प्रकृतिविरोधो बलीयसा स्पर्धा ।
प्रमदाजनविश्वासो, मृत्युद्वाराणि चत्वारि ॥ २॥" શબ્દાર્થ –અયોગ્ય કર્મને આરંભ, પ્રજાની સાથે વિરોધ, બળવાનની સાથે સ્પર્ધા અને સ્ત્રી જાતિને વિશ્વાસ આ ચારે મૃત્યુનાં દ્વાર છે.