Book Title: Shraddhagun Vivaran Bhashantar
Author(s): Jinmandangani, Chaturvijay, Vijaykalyansuri
Publisher: Vijaynitisuri Jain Library
View full book text
________________
૧૦૬
શ્રાદ્ધગુણવિવરણ " यस्मिन् सर्वजनीनपीनमहिमा धर्मः प्रतिष्ठानन्तो
यस्मिंश्चिन्तितवस्तुसिद्धिसुखतः सोऽर्थः समर्थः स्थितः । यस्मिन्काममहोदयौ शमरसनगराभिरामोदयौ
सोऽयं सर्वगुणालयो विजयते पिण्डः करण्डो धियाम् ॥१६॥" શબ્દાર્થ –જે શરીરમાં સર્વ જનોને હિતકારી અને પુષ્ટ મહિમાવાળે ધર્મ પ્રતિષ્ઠાને પામ્યો છે, જે શરીરમાં મનવાંછિત વસ્તુની સિદ્ધિના સુખને આપનાર અર્થે સમર્થપણે રહે છે, અને જે શરીરમાં શમરસ અને આકૃતિથી સૌંદર્યવાના ઉદયવાળા કામ અને મોક્ષ રહેલા છે તેવા સર્વ ગુણેનું સ્થાન રૂપ અને બુદ્ધિના કરંડીઆરૂપ શરીર વિજય પામે છે. ૧૬
એવી રીતે રાજા વિગેરેથી રેગબ્રાહ્મણને કહેવામાં આવ્યું તે પણ તે ધર્મમાં દઢ હોવાથી શરીર વિગેરેની અભિલાષાને ત્યાગ કરી, મોક્ષના સુખને જ અભિલાષી થા. કહ્યું છે કે –
મઝમુદ્દે મળો, સંમળીયં તવ કરું !
wiતિ નિરાશi, ગવાયુ ગુહીં તે . ૨૭ છે ” શબ્દાર્થ –ભવ્ય જીવોને જે સુખ આજ છે, તે સુખ આવતી કાલે યાદ કરવા લાયક થાય છે. તે કારણથી પંડિત પુરુષે ઉપદ્રવ રહિત મોક્ષસુખની ગષણા કરે છે. જે ૧૭ |
ભાવાર્થ – Isrદં મવિના –જે સુખ ભવ્ય પ્રાણીને આજ હેય છે તે સુખ આવતી કાલે માત્ર સંભારવારૂપ જ થાય છે. એટલે કે સુખને અનુભવ કિંચિત્ માત્ર આત્માને જે ક્ષણે થાય છે તેની બીજી ક્ષણે તે અનુભવ નષ્ટ થાય છે. ; પછીથી માત્ર સ્મૃતિને વિષય રહે છે. જગતમાં સુખ કહેવામાં આવે છે તે વસ્તુને લઈને નથી પણ મનની માન્યતાને લઈને છે. જે વસ્તુને લઈને સુખ હેત તે તે ચિરસ્થાયી ગણાત, કારણ કે વસ્તુની અમુક સ્થિતિ હોય છે, તેટલી સ્થિતિ સુધી સુખ કાયમ રહેવું જોઈએ, પરંતુ તેમ દેખાતું નથી. જ્યારે દેશાંતરથી ઘણે કાળે પુત્રાદિકનું આગમન થાય છે ત્યારે જે આનંદ થાય છે તે આનંદ ત્યારપછીના સમયમાં રહેતું નથી. જુઓ, પુત્રરૂપ હર્ષનું કારણ વિદ્યમાન છતાં આનંદમાં ફેર પડી જાય છે. એટલે કે આવી માન્યતાવાળા સુખમાં મોહ પામવા જેવું નથી, કારણ કે માન્યતાવાળા સુખમાં સાંસારિક ઉપાધીને લઈને તે સુખ દુઃખરૂપ થઈ