Book Title: Shraddhagun Vivaran Bhashantar
Author(s): Jinmandangani, Chaturvijay, Vijaykalyansuri
Publisher: Vijaynitisuri Jain Library
View full book text
________________
શ્રાદ્ધગુણવિવરણ - ભાવાર્થ“મનુરિત મઃ જે કાર્ય પિતાને ઉચિત ન હોય તે કાર્ય કરવાનો આરંભ કરવો તે મૃત્યુના દ્વાર સમાન છે. જેમકે મુનિપણું ગ્રહણ કરીને પ્રાણાતિપાત, મૃષાવાદ, ચોરી, મૈથુન અને પરિગ્રહ વિગેરેમાં નિમગ્ન થવું, રેલ વગેરે વાહન દ્વારા પ્રયાણ કરવું, મંત્ર, જંત્ર, તંત્ર, ઔષધિ, કામણું, હુમણ, વશીકરણાદિકનું કરવું, કરાવવું, ઈર્ષા, અહંકારને વશ થઈ આત્મિક કાવ્યને ભૂલી જઈ ધર્મકાર્યને જલાંજલી આપી ગૃહસ્થને કરવા એગ્ય કાર્યમાં ગૃહસ્થની સાથે ખટપટમાં ઉતરવું, એકના પક્ષમાં ઊભા રહી બીજાને પરાજય કરવા પ્રયાસ કરે, પિતાને કક્કો ખરો કરવા લોકેની ખુશામત કરી તે ધારેલા કાર્યને પાર પાડવા નિરંતર મચ્યા રહેવું, ઉત્તમ પુરુષ ઉપર અસત્ય આક્ષેપ મૂકી તેમને જાહેરમાં હલકા પાડવા પ્રયાસ કરવ, ગુણીના ગુણે ઉપર દ્વેષ ધારણ કરી તેની નિંદા કર વામાં મચ્યા રહેવું, વીર રસની પુષ્ટિ શ્રોતાઓને પાણી ચઢાવવું, વ્યાખ્યાનમાં શૃંગારાદિક રસનું પિષણ કરી શ્રેતાઓને તમય બનાવવા, સ્ત્રી વિગેરેની વિકથા કરી પિતાના અમૂલ્ય સમયને ગુમાવી દે, સ્ત્રીઓના સંસર્ગમાં અવિવું, જ્ઞાતિના ઝગડાઓમાં ભાગ લઈ તેને ફેંસલા આપવા, રાજવિરુદ્ધ કાર્યને ઉત્તેજન આપવું અને પિતાના કે પરના આત્માને ઉદ્ધાર કરવાનું જે મુખ્ય કાર્ય છે તેને ભૂલી જવું વિગેરે વિગેરે કાર્યો મુનિઓને અનુચિત ગણાય તેમજ ગૃહસ્થોએ પણ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવનો વિચાર કરી પોતાની શકિત જોઈ જેમાં ખરેખર આત્મલાભ સમાએલો હોય તેવા ઉચિત કાર્યમાં પ્રવૃત્તિ કરવી જોઈએ. અમુક વખતે અમુક કાર્ય અનુચિત ગણાય છે અને તે જ કાર્ય અમુક સંજોગોમાં બીજી વખતે ઉચિત થાય છે, તેથી અમુક કાર્યો કરતાં પહેલાં આજુબાજુના સંયોગોનો વિચાર કરી કાયને આરંભ કરવો. ધર્મવિરુદ્ધ, રાજવિરુદ્ધ, દેશવિરુદ્ધ અને લોક આરંભ કરતાં પહેલાં મન સાથે વિચાર કરવામાં આવે તે કઈ વખત પણ અનુચિત કાર્ય કરવાને પ્રસંગ આવે જ નહીં. આ સિવાયનાં ગૃહસ્થને બીજા કયા કાર્યો અનુચિત છે તે ગ્રંથકારે જુદા જુદા ગુણેમાં પ્રસંગોપાત્ત જણાવ્યા છે તેથી અત્રે લખ્યાં નથી, પણ અનુચિત કાયને આરંભ કરનાર મૃત્યુના દ્વારને પ્રાપ્ત થાય છે તે વાત ધ્યાનમાં રાખી પિતાના અને બીજાના આત્માનું કલ્યાણ જેમાં સમાયેલું હોય અને આ ભવ સંબંધી તથા ભવાંતર સંબંધી નાના પ્રકારની વિડંબના સહન ન કરવી પડે તેવા ઉચિત કાર્યમાં પ્રવૃત્તિ કરવી અને અનુચિત કાર્યથી તે દૂર જ રહેવું જોઈએ. છે. પ્રકૃતિવિધા–પ્રજાવગની સાથે વિરોધ કરે તે પણ ધમ પુરુષોને ઉરિત