Book Title: Shraddhagun Vivaran Bhashantar
Author(s): Jinmandangani, Chaturvijay, Vijaykalyansuri
Publisher: Vijaynitisuri Jain Library
View full book text
________________
શ્રાદ્ધગુણવિવરણ
૧૦૩ છે? સાનુકૂળ કે પ્રતિકુળ કેણ છે? તથા મહારું કર્તવ્ય શું છે ? મારું કૂળ અને જાતિ કેવી છે ? કયું કામ કરવાથી હારા આત્માને લાભ થશે ઇત્યાદિ બાબતોનો વિચાર કરી પિતાનું કર્તવ્ય નક્કી કરે છે. અને જે પિતાના આરંભેલા ઉત્તમ કાર્યને પ્રાણુને પણ ત્યાગ કરતા નથી તેમજ અકર્તવ્યને પણ કોઈ પ્રકારે અંગીકાર કરતા નથી તે પિતાની ધારેલી નેમ શીધ્ર પાર પાડી શકે છે. હાલ તો કર્તવ્યનો વિચાર કર્યા શિવાય અજ્ઞાનથી ગતાનુગતિક પ્રવૃત્તિ કરવામાં પોતાનું કર્તવ્ય માને છે તેથી કર્તવ્યને બદલે અકર્તવ્યને સમજી તેને આરંભ કરવામાં આવે છે, માટે પિતાની ધારેલી નેમ પાર પડી શકતા નથી; માટે પોતે આરંભેલા ગમે તેવા કાર્યને વચમાં જ મૂકી દેવું પડે છે અને તેથી અભ્રષ્ટ તતભ્રષ્ટ થાય છે, માટે કાર્ય કરતાં પહેલાં ઉપર બતાવ્યા પ્રમાણે વિચાર કરે અને પછી આરંભેલા સારા કાર્યને પ્રાણાંત થતાં પણ તે કાર્યને ત્યાગ કરે નહીં. તેવી જ રીતે પિતાને, સ્વજનને, દેશને, જાતિને અને રાજને જે અહિતકારી કર્તવ્ય હોય તેને કદી પણ અંગીકાર કરવા પ્રયાસ કરવો નહીં. આ સંબંધમાં આરોગ્યબ્રિજનું ઉદાહરણ આ પ્રમાણે છે –
ઉજજયણિ નગરીમાં બાલ અવસ્થાથી જ ઘણે રોગી હોવાથી રોગ એવા નામથી પ્રસિદ્ધ થએલે એક બ્રાહ્મણ હતો. તે સમ્યકત્વપૂર્વક અણુવ્રત વિગેરે શ્રાવકના શુદ્ધ આચારોને પાલન કરવામાં તત્પર હોવાને લઈને એક ઉત્તમ શ્રાવક હતા. તેણે રોગના પ્રતિકારની સામગ્રી પ્રાપ્ત થતી હતી તે પણ તેણે રગને સહન કરવાને જ આશ્રય લીધો અને વિચાર કર્યો કે –
___ "पुनरपि सहनीयो दुःखपाकस्त्वयाय,
न खलु भवति नाशः कर्मणां संचितानाम् । इति सह गणयित्वा यद्यदायाति सम्यक्, सदसदिति विवेकोऽन्यत्र भूयः कुतस्ते ॥ ८ ॥ अवश्यमेव भोक्तव्यं कृतं कर्म शुभाशुभम् ।
नाभुङ्क्तं क्षीयते कर्म कल्पकोटिशतैरपि ॥ ९ ॥" શબ્દાર્થ–હે આત્મન ! ત્યારે આ દુખના ફળનું પરિણામ બીજી વખત પણ સહન કરવાનું છે. કારણ સંચિત કરેલાં કમને ખરેખર ભોગવ્યા શિવાય નાશ થતો નથી. તેથી કર્મો સાથે છે એમ ગણીને જે જે