Book Title: Shraddhagun Vivaran Bhashantar
Author(s): Jinmandangani, Chaturvijay, Vijaykalyansuri
Publisher: Vijaynitisuri Jain Library
View full book text
________________
મ
-
માધગુણવિવરણ નથી, કારણ કે રામે તેટલી સ્ત્રવચેતી છતાં પણ માણસ જાતની ભૂલ થયા સિવાય રહેતી.નથી, કારણ કે પ્રાણી માત્રને કર્મોની સાથે અનાદિને સંબંધ છે અને તેને લઇને હમેશાં લ થવા સંભવ છે. બીજા કરતા મનુષ્ય જાત વિશેષ સમજુ છે, તે પણ અનાદિકાલના અભ્યાસને લઇને ભૂલ થતાં વાર લાગતી નથી. હૃતધરે જેવા મહાજ્ઞાની પુરુષો જેઓ સંસારની સંપૂર્ણ અસારતાને સારી રીતે સમજે છે, અને તેવા અસાર સંસારથી મુક્ત થવા અતિ તીવ્ર ઉપગથી ધર્મકાર્યમાં પ્રવૃત્તિ કરે છે, છતાં પ્રસાદને વશ થઈ તેઓથી પણ ભૂલ થઈ જાય છે તે અલ્પાની ભૂલ થાય તેમાં નવાઈ જેવું નથી; તેથી આવી વખતે પ્રજાવર્ગ વિરોધી હોવાથી તેઓ આવી અને લાભ લઈ ધન, આબરુ અને શરીરમદિને અડચણ કરવા ચૂકતા નથી, તેથી પણ વધીને રાજા અને અમલદાર વર્ગના કાન ભરી ભૂલ કરનારને ખરાબ કરવા માટે બનતી કોશીશ કરી ખરાબ કરે છે, માટે સજાવર્ગ કે અમુક સમુદાય સાથે વિરોધ કરે યોગ્ય નથી. તે વિરોધ કરનારને મૃત્યુનું દ્વાર સમીપમાં છે એમ સારી રીતે સમજવું. પ્રજાવ કે સમુદાયની સાથે વિરોધ તે દૂર રહે પણ એક વ્યક્તિની સાથે પણ વૈવિરોધ રાખ ઉચિત નથી. શાસ્ત્રની દૃષ્ટિએ જોતાં સમરાદિત્ય જેવા મહાત્માને એક પાતા વિરોધને લઈને કેટલું સહન કરવું પડયું છે. આ પ્રસિદ્ધ બીને પ્રાયે દેથી અજાણ નથી, માટે વિરોધ કરતાં પહેલાં આવા મહાત્મા પુરુષનાં ચરિત્ર ધ્યાન માં લાવી સર્વથા વિરોધ કરતાં અટકવું જોઈએ, અને તેમ કરવાથી સાંસારિક ધાર્મિક કાર્યમાં પ્રજાવર્ગ અડચણકર્તા થતો નથી.
મરીયા પદ્ધ–-બળવાન સાથે હરિફાઈ કરવી તે પણ યોગ્ય નથી. કદાચ કેઈ કારણને લઈને હરીફાઈ થઈ જાય તે નિબળને પોતાનો બચાવ કરતાં ઘણી
અડચણ પડે છે, તેથી જાણી જોઈને મળવાનની સાથે હરીફાઈ કરવાથી દૂર રહેવું - ઘણું સારું છે. અને જો તેમ કરવામાં ન આવે તે પોતે નિર્બળ છતાં બળવાન સાથે હરીફાઈ કરનારને મૃત્યુનું દ્વાર કાંઈ દૂર નથી. જો કે મનબળ, વચનબળ, કાયબળ, જ્ઞાનબળ, ધનબળ, કુટુંબબળ અને રાજબાળ વિગેરે બળ ગણાય છે, તે આ બધામાં જે બળની સાથે સ્પર્ધા કરી તેમાં સામો માણસ વિશેષ બળ- વાન હોય તો પાછું હઠવું પડે છે અને તેની સાથે વિરોધ થાય છે. કદી કઈ માણસમાં શરીરબળ વધારે હોય અને ધનબળ ન હોય તે એકાદ વખતે તે શરીરબળથી ધનવાનને પરાજય કરી શકે છે, પણ પાછળથી તે પરાભવને બદલે લેવા ધનવાન પિતાના ધનબળથી શરીબળવાળાને ભાડે રાખી અથવા