Book Title: Shraddhagun Vivaran Bhashantar
Author(s): Jinmandangani, Chaturvijay, Vijaykalyansuri
Publisher: Vijaynitisuri Jain Library
View full book text
________________
પ્રાધ્ધગુણવિવરણ જતાં મારા સામે કોઈક દિગંબર (નિર્વસ્ત્ર પુરુષ) આવ્યા તેની મને લજજા આવવાથી તે માર્ગ છેડી જ્યાં ભીંત ચણાતી હતી તે માગથી હું ગઈ હતી. આ વાત સાંભળી વેશ્યાને રાજાએ છેડી દીધી. પછી રાજાએ દિગંબરને બોલાવ્યો અને તેને પૂછ્યું પણ તે કાંઈ બે નહીં, એટલે રૂ થયેલા નિર્વિચાર રાજાએ તેને શૂળીએ ચઢાવવાની આજ્ઞા કરી. તે પછી કેઈએ રાજા પાસે આવી કહ્યું કે તે શૂળીમાં માતે નથી. રાજા એ આદેશ કર્યો કે શૂળી ઉપર જે માય તેને શૂળી ઉપર ચઢાવે. આ પ્રમાણે આદેશ થતાં રાજાના સાળાને શૂળી ઉપર ચઢાવી દીધે. કહ્યું છે કે –
વિરાતિ રાહત, નિર્વિવારે 7 સતિના
राजोक्त्या राजसालोऽपि, शूलायामधिरोपितः ॥ ६ ॥ શબ્દાર્થ–જ્યાં રાજા નિવિચાર હોય ત્યાં તત્વને વિચાર કેણ કરે? જુઓ રાજાની ઉતિથી રાજાના સાળાને પણ શૂળી ઉપર ચઢાવી દીધું છે
. આ પ્રમાણે જોઈ આ નગરની પ્રજા કેવી રીતે સુખી થતી હશે.? એમ વિચાર કરતે શ્રી વિક્રમરાજા પિતાના કાર્ય માટે ચાલ્યા ગયે, આવા નગરમાં વાસ કરવો તે લાભકારક નથી. કહ્યું છે કે
यदि वांच्छति मूर्खत्वं, वसेग्रामे दिनत्रयम् । अपूर्वस्यागमो नास्ति, पूर्वाधीतं विनश्यति ॥ ७ ॥ તથા– जत्थ पुरे जिणभवणं, समयविउ साहुसावया जत्थ ।
तत्थ सया वसियव्वं, पउरजलं इंधणं जत्थ ॥ ८ ॥ ' શબ્દાથ-જે મૂર્ખતા મેળવવાની ઈચ્છા હોય તે જે ગામમાં અપૂર્વ જ્ઞાનની પ્રાપ્તિ નથી અને પૂર્વનું ભણેલું નાશ પામે છે તેવા ગામમાં ત્રણ દિવસ વાસ કરે. ૭. વળી જ્યાં જિનેશ્વરનું મંદિર હોય, જયાં સિદ્ધાંતના જાણ સાધુ અને શ્રાવકે વસતા હોય અને જ્યાં પ્રચુર જળ તથા ઈંધણ મળતા હોય ત્યાં હમેશાં રહેવું જોઈએ. * કદી સાધુજનોના વિરહવાળો દેશ ઘણા ગુણવાળો હોય તે પણ ધમથ પુરુષે તેવા દેશમાં રહેવું જોઈએ નહીં. અથવા દુષ્કાળ, પરચક્રને ઉપદ્રવ, મરકી વિગેરેને સચવનારા અનેક ઉત્પાતેથી પરાભવ પામેલા સ્થાનને ઉપપ્પત કહે છે, તે આ પ્રમાણે