Book Title: Shraddhagun Vivaran Bhashantar
Author(s): Jinmandangani, Chaturvijay, Vijaykalyansuri
Publisher: Vijaynitisuri Jain Library
View full book text
________________
૫૪.
શ્રાદ્ધગુણવિવરણ સિદ્ધાચલ ઉપર ગયું હતું. ત્યાં સ્નાત્ર કરવા યોગ્ય જિનપ્રતિમાના અભાવને લીધે નાત્રાદિક થયું નહીં તેથી તે અશ્રયુક્ત થશે. તેને અશ્રુયુત જોઈ એક વખત તેના પુત્ર જાવડે તેનું કારણ પૂછયું એટલે ભાવડશેઠે અશુપાત થવાનું સાચું કારણ કર્યું. તે સાંભળી જાવડશેઠે પ્રતિજ્ઞા કરી કે “મારે આ પર્વત ઉપર પાષાણુમય એક જિનપ્રતિમા સ્થાપન કરવી.” પછી જાવડશેઠે કાશ્મીરદેશના નવકુલ્લ પત્તનમાં જઈનવ લાખ સોનામહેરથી શ્રી ઋષભદેવ, પુંડરીક અને ચકેશ્વરી એ ત્રણ મૂત્તિઓ લાવી, દશ લાખ સેનામહેરને ખરચ કરી વિક્રમ સંવત્ ૧૦૮ માં શત્રુંજય ઉપર પાષાણમય ત્રણ બિબાનું સ્થાપન કર્યું, નીચ અને કુલાંગાર(કુળને વિષે અંગારા સમાન)રૂપ સંતતિથી કેણિકાદિક પુત્રે થી શ્રેણિક વિગેરેને જેમ બનેલું છે. તેમ આ લોકમાં દુઃખ અને પરલોકમાં દુર્ગતિ વિગેરેની જ પ્રાપ્તિ થાય છે. કહ્યું છે કે – " श्रियाम्भोधि विधि वाचा, देव्या व्यालोक्य विश्रुतम् ।
दुष्पुत्रदुःखान्मार्केन्दू तापमङ्कं च मुश्चतः ॥ ६ ॥ अथवाकामं श्यामवपुस्तथा मलिनयत्यावासवस्त्रादिकम्, लोकं रोदयते भनक्ति जनतागोष्ठी क्षणेनापि यः । मार्गेऽप्यङ्गुलिलग्न एव जनकस्याभ्येति न श्रेयसे, हा ! स्वाहाप्रिय ! घूममङ्गजममुं भूत्वा न किं वीडितः ॥७॥"
શબ્દાર્થ–લફમી દેવીથી સમુદ્રને અને સરસ્વતીથી બ્રહ્માને પ્રસિદ્ધ થયેલા જોઈ. સૂર્ય અને ચંદ્ર પોતાના દુર પુત્રના દુઃખથી અનુક્રમે તાપ અને કલંકને છોડતા નથી. અથવા હે અગ્નિ ! ધૂમરૂપી પુત્ર કે જે કાળા શરીરનો છે, આવાસ અને વસ્ત્ર વિગેરેને મલિન કરે છે, લેકેને રૂદન કરાવે છે, ક્ષણવારમાં જનસમૂહની ગણીને નાશ કરે છે, અને માર્ગમાં પણ પિતાનો) આંગળીએ વળગેલો છતાં પિતાના કલ્યાણને માટે થતો નથી, તેવા પુત્રને પામી તને કેમ લજજા આવતી નથી? ૭. લેકમાં પુત્રને વૃક્ષોની ઉપમા આપેલી છે. કહ્યું છે કે –
" सहकारं हि सुजातं, कुष्माण्डं बीजपुरमतिजातम् ।
वटतरुफलं कुजातं, भवति कुलाङ्गारमिक्षुफल ॥८॥" શદાર્થ–સુજાત-મજ્ઞ પુત્ર આમ્રવૃક્ષ સમાન છે, અતિજાત–ઉત્તમ પુત્ર કેળા તથા બીજોરા સમાન છે, કુજાત પુત્ર વડના ફળ સમાન છે અને કુળ