Book Title: Shraddhagun Vivaran Bhashantar
Author(s): Jinmandangani, Chaturvijay, Vijaykalyansuri
Publisher: Vijaynitisuri Jain Library
View full book text
________________
શ્રાદ્ધગુણવિવારણ મુખ દેખાડવાને સમર્થ નથી, કારણ કે આજે મેં રાજકુમારને મારી નાંખે છે.” ભાઈએ કહ્યું કે “ હે નાથ! એ શું?” મંત્રીએ જવાબ આપે કે “ગઈ કાલે તેં કહ્યું હતું કે “ગર્ભના પ્રભાવથી આ રાજાનો પુત્ર શત્રુની પેઠે મહા નેને દાહ ઉત્પન્ન કરે છે, તેથી તારી ચિત્તની સમાધિ માટે તેને મારી નાખ્યું છે.” તે પછી ચિત્તમાં બળાપ કરતી મંત્રીપની એકદમ વસંત મિત્રને ઘેર જઈ તેને સર્વ વૃત્તાંત કહી સંભળાવ્ય મિત્ર અત્યંત કૃતજ્ઞ હેવાથી “ આ
તમ કાંઈ નથી, હું પોતે જ રાજાને ભેગો થઈશ.” એવી રીતે મંત્રી પાનીને આશ્વાસન આપી પોતે રાજા પાસે ગયો, અને રાજાને વિનતિ કરી કે “હે દેવ ! આ બાબતમાં મંત્રીને બીલકુલ અપરાધ નથી. કિંતુ આ વિષયમાં મારા પિતાને જ અપરાધ છે” એવી રીતે યુક્તિથી કાંઈક બોલે છે તેટલામાં મંત્રીની પત્ની પણ આવી પહોંચી અને તેણે જણાવ્યું કે “મારો દેહદ પૂર્ણ કરવા માટે આ બીના બનેલી છે.” તે પછી મંત્રી પણ આવી પહોંચ્યું અને કંપાયમાન શરીરવાળા તેણે વિનંતિ કરી કે “હે રાજન! હારા દુખથી દુઃખી થયેલ વસંત અને
હારી પત્ની પિતાને અપરાષ જાહેર કરે છે, પરંતુ સઘળે અપરાધ મહારે જ છે, તેથી મ્હારા પ્રાણે ગ્રહણ કરવા જોઈએ.” તે પછી રાજા વિચાર કરવા લાગ્યો - કે, “આ મંત્રી બધી રીતે મ્હારૂં હિત કરનાર અને આમળાં આપી મને જીવિત દાન આપનાર છે.” એમ વિચારી રાજાએ લોક સમક્ષ મંત્રીને કહ્યું કે “હે મિત્ર ! તે વખતે જે તેં મને મળાનાં ફળ ન અ પ્યાં હતા તે હું કયાંથી? આ રાજપ કયાંથી ? પુત્ર કયાંથી અને પરિવાર કયાંથી હેત?” મંત્રી એ કહ્યું કે, “ હે સ્વામિન ! આમ કહેવાથી તમારી કૃતજ્ઞતા પ્રગટ થાય છે, પણ તમારા પુત્રરૂપી રત્નને નાશ કરનાર મને તે દંડ આપ જોઈએ.” ત્યારે રાજાએ કહ્યું, “જે એમ છે તે. ત્રણ આમળા માંથી એક આમળું વળી ગયું.” એટલે મંત્રી બેલ્યો કે, “હે દે ! હે સર્વ ગુણાધાર ! જે એ પ્રમાણે છે તો ત્રણ આમળાં રહેવા દે અને તમે કુમારની સાથે ચિરકાળ સુધી રાજ્ય કરો.” એમ બેલી કુમારને લાવી રાજાને અર્પણ કર્યો. તે અવસરે કુમારને જોઈ સર્વને આનંદ થયે. “હે મંત્રિન ! આ શું ?” એમ રાજએ પૂછયું એટલે મંત્રીએ પિતાના આદેશથી લઈને પિતાનું સંપૂર્ણ વૃત્તાંત કહી સંભળાવ્યું. તેના આ સ્વરૂપને જાણી લજજા પામેલા રાજાએ મંત્રીને અદ્ધાસન ઉપર બેસાડી કહ્યું કે “હે મંત્રિનું ! જે અમૂલ્ય આમળાંની પુત્ર સમાન તુલના કરી તે સહન કરવું. ” ઈત્યાદિ પ્રીતિયુક્ત વાક્યથી પ્રભાકરને ખુશી કર્યો. પછી ઉત્તમ સ્વામી વિગેરેની પરીક્ષા જેણે કરી છે એવા પ્રભાકર