Book Title: Shraddhagun Vivaran Bhashantar
Author(s): Jinmandangani, Chaturvijay, Vijaykalyansuri
Publisher: Vijaynitisuri Jain Library
View full book text
________________
શ્રાદ્ધ્ગુણવિવરણુ
૫
''
ચાતુર્યંતા અને આત્માની નિમ`ળતા કેવી આશ્ચયજનક છે! કેટલાએક પુરુષા માલ્યાવસ્થાથી જ દ્રાક્ષની પેઠે મધુર હેા છે, કેટલાએક આમ્રવૃક્ષની પેઠે કાલાંતરે મધુરતાને પ્રાપ્ત થાય છે, અને કેટલાએક તા ઇંદ્રવારણાન ફળની પેઠે વિપાકથી (પાકવાથી ) દે પણ મધુર થતા નથી, અને જ્યાં આકૃતિ હૈ ય ત્યાં ગુણ્ણા વાસ કરી રહે છે. ” એ પ્રમાણે નિશ્ચય કરી પ્રભાકર તેની સેવા કરવા લાગ્યા, તેથી કુમારે તેને રહેવા નગરની અંદર એક મકાન અપાવ્યું. પછી પ્રભાકરે ઉત્તમ સ્વભાવવાળી, સ્થિરતાવાળી અને વિનયાત્રિક ગુણવાળી એક બ્રાહ્મણીને પેાતાની ભાર્યાં કરી, તથા મહાન ધનાઢ્ય, પરોપકારરૂપ વ્રતને ધારણ કરનાર અને પુરજનામાં મુખ્ય એવા વસંત નામના વણિકને મિત્ર કર્યાં. અનુક્રમે પિતા મરણુ પામતાં ગુણસુંદર રાજા થયા અને સવ કાય કરવામાં સમથ પ્રભાકર મંત્રી થયા. એક વખત અશ્વના વેપારીઓએ એ જાતિ'ત ઘેાડાએ રાજાને ભેટ કર્યાં. તે ઉત્તમ લક્ષણવાળા હતા, પરંતુ વિપરીત શિક્ષાને પામેલા હતા. તે ખીના જાણુ બહાર હાવાને લીધે રાજા અને મંત્રી બન્ને ઘેાડા ઉપર આરૂઢ થઇ નગરની બહાર જઈ અશ્વો ખેલાવવાના સ્થાનમાં અશ્વોને ખેલાવી વેગ જાણવાની ઈચ્છાથી તે બન્નેએ અશ્વોને ચાબુકના પ્રહાર કર્યો તેથી તે બન્ને એટલા તેા વેગથી ચાલી નિકળ્યા કે કાઈ પણ તેઓની ગતિને પહેાંચી શકે નહીં. અનુક્રમે વનમાં આમળાંના વૃક્ષ નીચેથી પસાર થતા નિશાનબાજ મ`ત્રીએ ત્રણ આમળાં ગ્રહણુ કરી લીધાં. પછી તેમણે લગામા મૂકી દીધી એટલે એકદમ બન્ને અશ્વો ઊભા રહ્યા. આ વખતે રાજાને તૃષા લાગી હતી તેથી મત્રીએ એક આમળું આપ્યું. ક્ષણવારમાં અતિ તૃષાતુર થયેલા રાજાને ત્રીજું અને ત્રીજું આમળું આપ્યું. એવી રીતે ત્રણ અમળાથી કાળક્ષેપ કરતાં સૈન્ય આવી પહેાંચ્યું. પછી સ્વસ્થ થઇ નગરને વિષે આવી પહેોંચ્યા.
હવે ગુણસુંદર રાજાને એકાંચ વર્ષના પુત્ર હતે. તે ખાળ હરિણને સાથે લઇ હંમેશાં મંત્રીના મકાનમાં ક્રીડા કરવા આવતા હતા. એક વખતે મ`ત્રીએ રાજાની પરીક્ષા કરવા માટે કુમારને સંતાડી દીધે। રાજાએ ભાજન વખતે કુમારની સવ ઠેકાણે તપાસ કરાવી પરંતુ કાઈ પણ ઠેક ણેથી તે મળી આવ્યે નહીં, તેથી ભ્રમિત થયેલાની પેઠે રાજા સ્થિર થઇ ગયા, રુને રાજાના ઘળે પરિવર પણ શ્યામમુખ બની ગયા. આ અરસામાં કાઇએ શકા કરી કહ્યું કે “ કુમાર મત્રીને ઘેર ગયા હતા.” તેથી સ` લેાકે ના ચિત્તમાં મંત્રી ઉપર શંકા થઇ આવી. મી પણ રાજસભામાં ગયેા ન હતા તેથી તેની ભાર્યા ખાલી કે હું સ્વામિન્! આજે રાજસભામાં કેમ ગયા નથી ?' ત્ર એ જવાબ આપ્યા કે ‘હે પ્રિયે ! હું રાજાને
૨