Book Title: Shraddhagun Vivaran Bhashantar
Author(s): Jinmandangani, Chaturvijay, Vijaykalyansuri
Publisher: Vijaynitisuri Jain Library
View full book text
________________
૮૭
શ્રાદ્દગુણવિવરણ મંત્રીએ રાજા સાથે રહી ચિરકાળ રાજ્યનું પાલન કર્યું. હવે ગ્રંથકાર આ ગુણની સમાપ્તિ કરતાં ઉપદેશ દ્વારા સર્જનને સંગ કરવા આગ્રહ કરે છે.
"प्रभाकरस्यैव समीक्ष्य साक्षात्फलानि सङ्गात्सदसज्जानानाम् ।
विवे किना सौख्यगुणाद्यवाप्त्यै, कार्यः सदा सज्जनसङ्गरङ्गः ॥१०॥" શબ્દાર્થ_વિવેકી મનુષ્ય સજન તથા દુર્જનના સંગથી જે ફળ પ્રાપ્ત થાય છે તેને પ્રભાકરની પેઠે સાક્ષાત્ જોઈ સુખ અને ગુણ વિગેરેને મેળવવા માટે હમેશાં સજજનનો સંગ કરે ઉચિત . ૧૦