Book Title: Shraddhagun Vivaran Bhashantar
Author(s): Jinmandangani, Chaturvijay, Vijaykalyansuri
Publisher: Vijaynitisuri Jain Library
View full book text
________________
૩
શ્રાદ્ધગુણવિવરણ માં આવે છે, માટે મિત્રતા સમાન શીળવાળાની સાથે જ હોવી જોઈએ.” પ્રભાકરની આ યુક્તિથી સંતુષ્ટ થયેલા રાજએ ઘણું ગામે સહિત એક નગર આપવા માંડયું, પણ તે નહીં લેતાં પ્રભાકરે સિંહને અપાવ્યું.
એવી રીતે પ્રભાકરે સિંહને અનેક પ્રકારે ઉપકાર કર્યો, દાસીને સુવર્ણનાં આભરણ વિગેરે આપ્યાં, લેભનંદીને પણ મહદ્ધિક બનાવ્યો. હવે સિંહ પાસે પિતાના જીવથી પણ અધિક વહાલે એક મયુર હતું. તેનું માંસ ખાવાને દેહદ પ્રભાકરની દાસી ભાર્યાને ગર્ભના પ્રભાવથી ઉત્પન્ન થયા. પ્રભાકરે પિતાના આપેલા શ્લેકની પરીક્ષા માટે મયૂરને કઈ ઠેકાણે સંતાડી બીજા મયૂરના માંસથી દેહદ પૂર્ણ કર્યો. હવે સિંહે ભેજન વખતે મયૂરની ચારે તરફ તપાસ કરતાં કેઈ પણ ઠેકાણેથી મળી આવ્યો નહીં, ત્યારે તેણે ગામમાં પઠહો વગડાવ્યું કે, “જે પુરુષ મયૂરની ખબર આપશે તેને રાજા એકસો આઠ સેનામહેર આપશે, એવી રીતને પડા સાંભલી “મને બીજે સ્વામી મળી આવશે” એમ ધારી દ્રવ્યમાં લુખ્ય થયેલી દાસીએ રાજાને કહ્યું કે, “હે રાજન! મેં અટકાવ્યા છતાં પણ અત્યંત વિષયાસક્તિમાં ભ્રષ્ટ થયેલા આ પ્રભાકરે મહારે દેહદ પૂર્ણ કસ્વા માટે બીજે મયુર નહીં મળવાથી તમારા મયૂરને મારી નાંખ્યો છે.” એવું દાસીનું કહેવું સાંભળી સિંહની પેઠે ક્રૂર અને કોપયુક્ત થયેલા સિંહે પ્રભાકરને પકડવા સુભટો મેકલ્યાં. તે વૃત્તાંત જાણી ભયભીત થયેલ પ્રભાકર મિત્રને ઘેર ગયે અને કહેવા લાગ્યું કે, “હે મિત્ર! હારી રક્ષા કર ! રક્ષા કર!' એમ બેલતાં પ્રભાકરને લાભનદીએ કહ્યું કે, “તે રાજાનું શું નુકશાન કયું છે?” પ્રભાકરે કહ્યું – મેં હારી સ્ત્રી માટે રાજાને મયૂર મારી નાંખે છે.” મિત્રાધમ લેભનંદી–સ્વામીને દ્રોહ કરનાર તારે માટે સ્થાન કયાં છે? બળતા પુળાને પોતાના ઘરમાં કોણ નાખે?” ઈત્યાદિ બોલનાર મિત્રના ઘરમાં યાવત્ પ્રવેશ કરે છે તેટલામાં લેભનંદીએ બું બારવ કર્યો એટલે રાજાના સુભટે આવી તેને પકડી રાજા આગળ લઈ ગયા. તેને જોઈ ભ્રકુટી ચઢાવી સિંહ તિરસ્કારપૂર્વક બે કે, “હે વિપ્રાધમ ! મ્હારા મયૂરને આપી દે અથવા ઈષ્ટ દેવતાનું સ્મરણ કરી લે.” તે વખતે પ્રભાકર દયામણે થઈ બેલ્યો કે, “હે રાજન્ ! તમે મ્હારા પિતા, સ્વામી અને શરણરૂપ છે. તેથી તમારા આ સેવકને એક અપરાધ ક્ષમા કરો.” એ પ્રમાણે વિનંતી કરી તો પણ અધમ પ્રકૃતિને લીધે તેને મારી નાંખવાને સુભટોને સોંપી દીધે, તેઓએ તેનું કાંઈ પણ અનિષ્ટ કરવાની તૈયારી કરી તેટલામાં પ્રભાકરે યથાર્થ રૂપ નિવેદન કરી મયૂર સેંપી દીધું. તે પછી પ્રભાકર બોલ્યો કે, “પિતાનું વચન દેવ સમાન કહેલું