Book Title: Shraddhagun Vivaran Bhashantar
Author(s): Jinmandangani, Chaturvijay, Vijaykalyansuri
Publisher: Vijaynitisuri Jain Library
View full book text
________________
सप्तम गुण वर्णन
હવે કમબસ સપ્તમ ગુણનું વર્ણન કરે છે.
છે અને નિર્વમાવિર્જિતનિતિન –ગૃહસ્થ અનેક પસવાનિકળવાના દ્વારથી રહિત મકાનવાળે છે, કારણ કે જે ઘરમાં પેસવા નિકળવાનાં ઘણાં દ્વાર હેય તે જેઓના આગમન અને પ્રવેશની ખબર પડતી નથી તેવા દુષ્ટ લોકોના આવવાથી સ્ત્રી વિગેરેને પરાભવરૂપ ઉપદ્રવ થાય છે. આ ઠેકાણે ઘરનાં અનેક દ્વારેને નિષેધ થવાથી ગૃહસ્થ નિયમિત દ્વારથી સારી રીતે રક્ષણ કરાએલા ઘરવાળો હે જોઈએ એ અહિં તાત્પર્ય છે. તેવા પ્રકારના ઘરને પણ અનુચિત સ્થાનમાં નહિં બાંધતાં ઉચિત સ્થાનમાં જ બાંધવું યુક્ત છે. તે સ્થાન આ પ્રમાણે છે. શલ્ય (અસ્થિ), રાખ, ખાતર વિગેરે દેષ અને નિષેધ કરેલ આયથી રહિત હેય તથા ઘણી દૂર્વા, અંકુરા, દર્ભને ગુરછ, સુંદર વર્ણ તથા ગંધવાળી માટી હાય, સારા સ્વાદયુક્ત પાણીને ઉદ્દગમ હોય અને નિધાનવાળું હોય તેને રેગ્ય સ્થાન કહે છે. કહ્યું છે કે
" शीतस्पर्णोष्णकाले याऽत्युष्णस्पर्शा हिमागमे ।
वर्षासु चोभयस्पर्शा, सा शुभा सर्वदेहिनाम् ॥ १॥" શબ્દાર્થ ઉષ્ણ કાળમાં શીત સ્પર્શવાળી, શીત કાળમાં ઉણુ સ્પર્શ વાળી અને વર્ષો બાતુમ ઉણુ તથા શીત એ બને સ્પર્શવાળી હોય તે ભૂમિ સર્વ પ્રાણીઓને કલ્યાણકારી થાય છે. ૧
પ્રથમ ભૂમિને એક હસ્તપ્રમાણ બેદી પછી તે ખાડાને તે રેતીથી પૂરી દેતા જે રેતી વધી પડે તે શ્રેષ્ઠ, ઓછી રહે તે હીન અને બરોબર થાય તે સાધારણ (મયમ) ભૂમિ સમજવી. જે જમીનમાં વાવેલી ડાંગર વગેરે ત્રણ દિવસમાં, પાંચ