Book Title: Shraddhagun Vivaran Bhashantar
Author(s): Jinmandangani, Chaturvijay, Vijaykalyansuri
Publisher: Vijaynitisuri Jain Library
View full book text
________________
G૮
શ્રાદ્ધગુણવિવરણ जूयारवेसं नड नट्ट भट्ट तह कुम्मकारीणं । સંવાાં નિષ્ણાં, ઘટ્ટા ૨ મિત્ત ૨ | હ ?
શબ્દાર્થ –દાસી, તિયાથી પિષણ કરનાર, તાલાચર (તાબોટા પાડીને ફરવાવાળા મશ્કરા], સાધુ, બ્રાહ્મણ, મશાન, મૃગલાં વિગેરે ફાંસામાં નાંખનાર (પારધી), વ્યાધ, શિકારી વિશેષ (જનાવરોની મદદથી શિકાર કરનાર), હરિકેશ ચંડાલ વિશેષ, ભિલ્લલક, માછી, જુગારી, વેશ્યા, નટજાતિ વિશેષ, ભાટ અને કુકર્મ કરવાવાળા પુરુષના ઘર તથા દુકાનને પાડેશ અને મૈત્રીને સર્વથા ત્યાગ કર જોઈએ. ૫-૬
વળી ઘર દેવળની પાસે હોય તે દુઃખ, ચતુષ્પથચિોકમાં હોય તે હાનિ, ધૂર્તના મકાન પાસે હોય તો પુત્રનાશ અને મંત્રીના મકાન પાસે હોય તે દ્રષ્યને નાશ થાય છે. મૂર્ખ, અધમ, પાખંડી, મર્યાદારહિત, ચેર, રેગી, ક્રોધી,અંત્યજ, અહંકારી, ગુરુની શય્યા સેવનાર, શત્રુ, સ્વામિવંચક, શિકારી અને સાધુ, સ્ત્રી તથા બાળકને ઘાત કરનાર અધમ પુરુષોને પાડશ આત્માનું હિત ઈચ્છનારા બુદ્ધિમાન પુરુષે ત્યાગ કર જેઈએ. ખરાબ પાડોશીને વિષે અંબિકાનું ઉદાહરણ નીચે પ્રમાણે છે:
શ્રી ગિરનાર પર્વતની નજીક કુબેરપુરમાં દેવભટ્ટ અને દેવીલાને પુત્ર સોમભટ્ટ નામે બ્રાહ્મણ રહેતો હતો. તેને સ્વભાવથી જ દાનપ્રિય અંબિકા નામે ભાર્યા હતી. તે બન્નેને સિદ્ધ તથા બુદ્ધ નામે બે પુત્રો હતા. એક વખતે શ્રાદ્ધના દિવસે અંબિકાએ એક માસના ઉપવાસી સાધુને ભક્તિ, શ્રદ્ધા અને આનંદથી દાન આવ્યું. અંબિકાના તે દાનને જોઈ જાણે સાક્ષાત્ રાક્ષસી જ હોય નહીં અને જાણે કલહની મૂત્તિ જ હાય નહીં, એવી તેની કેઈક પાડોશણ ઊંચે હાથ કરી એકદમ ઘરમાંથી નિકળી મોટા શબ્દોથી જેમતેમ બેલવા લાગી. તે અરસામાં કોઈ ઠેકાણે ગયેલી તેની સાસુ આવી પહોંચી. તે પાડોશણના વચને સાંભળી ક્રોધયુક્ત થયેલી તેની સાસુએ સેમભટ્ટને જણાવી દીધું. એમભટ્ટ બેલ્યો કે “અરે પાપિણી ! હજુ સુધી કુળદેવતાની પૂજા થઈ નથી, પિતૃપિંડ ભર્યા નથી અને બ્રાહ્મણે પણ જમાડ્યાં નથી અને તે આ શું કર્યું? ”ઈત્યાદિ આક્રોશ વચનેથી તિરસકાર કરી ઘરમાંથી કાઢી મૂકી અંબિકા પણ પોતાના બે પુત્રને લઈ એકદમ ત્યાંથી નિકળી ગઈ. ગામમાં કોઈપણ ઠેકાણે સ્થાન નહીં મળવાને લીધે નગરની બહાર જતાં ચાલવાથી થાકી ગયેલી અંબિકા પાસે તેના બન્ને પુત્રોએ જળ માગ્યું. આગળ એક શુષ્ક સરોવર