Book Title: Shraddhagun Vivaran Bhashantar
Author(s): Jinmandangani, Chaturvijay, Vijaykalyansuri
Publisher: Vijaynitisuri Jain Library
View full book text
________________
શ્રાદ્ધગુણવિવરણ ફળ આવે છે ત્યારે તે તદ્દન નાશ પામે છે. તેની પેઠે કુળમાં કલંક લગાડે તેવા કાર્યો કરનાર કુપુત્ર ઉત્પન્ન થવાથી આખા કુળનો નાશ થાય છે. લેકો પિતાના કુળની વૃદ્ધિને માટે પુત્રની ઈરછા કરે છે, તેમજ તેને માટે અનેક પ્રયત્ન કરે છે અને જ્યારે કમનસીબે આ ચેથા પ્રકારનો (કુળને નાશ કરનાર) પુત્ર ઉત્પન્ન થાય છે ત્યારે ખરેખર પિતાની પુત્રપ્રાપ્તિની ઇચ્છા અને પ્રયત્નાદિની નિંદા કરી છે તે કરેલી મૂર્ખાઈને પશ્ચાત્તાપ કરે છે, અને ચિંતવે છે કે “આના કરતા જે મેં ધર્માદિ શુભ કાર્યની ઈચ્છા કરી હતી તે આવા અધમાધમ પુત્રથી હાર કુળને ક્ષય થઈ હું આ સ્થિતિએ પહોંચત નહીં' આ ઉપરથી “પુત્રથી જ કલ્યાણ છે” એમ માનવું અને તેને માટે પ્રયાસ કરવો એ ધર્માભિલાષીઓને કેઈ પણ રીતે ઉચિત નથી.
ગ્રંથકાર પ્રસંગોપાત સંતતિનું વર્ણન કરી હવે સ્ત્રીના પ્રસ્તુત વિષય ઉપર આવે છે. •
જેની મનવૃત્તિ લેશમાત્ર પણ ખંડિત થઈ નથી તેવી સ્ત્રી સર્વમાં પ્રધાન એવું ઉચિતપણું, વિનય અને વિવેકને આગળ કરી સંપૂર્ણ વ્યવહાર કરવા-કરાવવાથી, પતિને અનુકૂળ આચરણ કરવાથી અને પતિની આજ્ઞાનુસાર સમગ્ર કાર્યોની અંદર પતે પ્રવૃત્તિ કરવાથી શ્રેણિક રાજાને ચેલણ અને ઉદાયન ર જાને પ્રભાવતી રાણીની પેઠે નિરંતર હર્ષ તથા સુખનો ઉલ્લાસ કરનારી થાય છે. વળી ઘર સંબધી સઘળા પ્રસંગમાં નાના પ્રકારનાં ઘરનાં કાર્યો કરવા વિગેરેની સ્ત્રીને આવડત હેય. કહ્યું છે કે
" गृहचिन्ताभरहरणं, मतिवितरणमखिलपात्रसत्करणम् ।
किं किं न फलति गृहिणां, गृहिणी गृहकल्पवल्लीव ॥९॥" શબ્દાર્થ – ઘરની ચિંતાના સમૂહને દૂર કરનારી, સારી બુદ્ધિ આપનારી અને સમગ્ર પાત્રોને સત્કાર કરનારી સ્ત્રી જાણે ઘરની ક૯૫લ ના જ હોય નહિ તેમ તે ગૃહસ્થને શું ફળ નથી આપતી ? ( અર્થાત્ સર્વ ફળ આપે છે. ] ૯
ભાવાર્થ-આ જગતમાં પ્રાણીઓને અનેક પ્રકારની ચિંતા હોય છે અને તે ચિંતા ચિતાની પેઠે પ્રાણી માત્રને હમેશાં બાળ્યા કરે છે. તેમાં ગૃહાથને પ્રાયે કરી ઘર સંબંધી અને વ્યાપાર સંબંધી એમ બે પ્રકારની ચિંતા હોય છે. આપણા દેશમાં પુરુષોનું કામ વ્યવસાય અથવા નોકરી આદિકથી દ્રવ્ય પ્રાપ્ત કરી તે દ્રવ્યથી પેતાના કુટુંબ અને શરીરનું પિષણ કરવાનું હોય છે. જેમને