Book Title: Shraddhagun Vivaran Bhashantar
Author(s): Jinmandangani, Chaturvijay, Vijaykalyansuri
Publisher: Vijaynitisuri Jain Library
View full book text
________________
શ્રાદ્ધગુણવિવરણું નિરાશ કરવા માટે સત્પરુષોની જિહુવા જડ બની જાય છે, અર્થાત આવા પ્રસંગે સપુરુષો મૌન જ ધારણ કરે છે, કારણ કે પરની નિંદા કરવી એ એક મહાન પાપ છે. વળી વધારે આશ્ચર્ય તે એ છે કે પોતે નહીં કરેલાં પણ બીજાના પાપે. નિંદા કરનારી વૃધ્ધ બ્રાહ્મણીની પેઠે, નિંદા કરનારને લાગુ થાય છે. તે વૃદ્ધ બ્રાહ્મણનું દષ્ટાંત આ પ્રમાણે છે
કેઈ સારા ગામમાં દાનેશ્વરી અને કપ્રિય સુંદર નામે શ્રેણી રહેતે હતે. કહ્યું છે કે –“પ્રજાને દાતા જ પ્રિય હોય છે, પણ ધનવાન પ્રિય હેતું નથી. જોકે આવતા વર્ષાદને ઈચ્છે છે, પણ સમુદ્રને કઈ ઈચ્છતું નથી.” અર્થાત જેમ વર્ષો જળ આપીને, અને દાતા દાન આપીને, પ્રાણીઓના પ્રાણનું રક્ષણ કરે છે, તેથી લકે તે બન્નેને ઈચ્છે છે તેમ સમુદ્ર પાસે પુષ્કળ જળ અને ધનવાન પાસે પુષ્કળ દ્રવ્ય છતાં કેઈના ઉપયોગમાં આવતું નથી, તેથી લોકે આ બંનેને ઈચ્છતા નથી.
તે સુંદર શેઠની એક પાડોશણ બ્રાહ્મણી શેઠની આ પ્રમાણે નિંદા કરવા લાગી કે “આ શેઠને ઘેર પરદેશી લોકો આવે છે, અને તે આ શેઠને ધમી જાણી પિતાનું દ્રવ્ય થાપણ મૂકી જાય છે, અને કેટલાએક આ શેઠને વ્યાજે આપી જાય છે. જ્યારે તે પરદેશમાં મરણ પામે છે ત્યારે આ શેઠને ઘેર ઉત્સવ થાય છે, માટે એ ધર્મી છે તે જાણ્યો.” એક વખત રાત્રિના સમયમાં સુધાથી પીડાયેલે કોઈ કાઉંટિક (યાત્રાળુ) સુંદર શેઠને ઘેર આવ્યો, પણ તે વખતે આ શેઠના ઘરમાં ભોજન કે પાન કરવા જેવું કાંઈ હતું નહિં, તેથી તે દાન વ્રતને ધારણ કરનાર દાતાએ ભરવાડણને ઘેરથી છાશ લાવી તેને પાઈ. આથી તે અચાનક મરણ પામે; કારણ કે ભરવાડણના મસ્તક ઉપર રહેલા છાશના ભાજનમાં સમડીએ નીચે પકડી રાખેલા મોટા સપના મુખમાંથી પડેલા ઝેરથી તે છાશ મિશ્રિત થયેલી હતી. સવારમાં તે કાર્પેટિકને મરણ પામેલો જોઈ તે વૃદ્ધ બ્રાહ્મણ ખુશી થઈ કહેવા લાગી કે, “ દ્રવ્યના લેભથી વિષ આપનાર આ દાતાનું ચરિત્ર જોયું કે?' આ અરસામાં તે યાત્રાળુની હત્યા ભમે છે અને વિચાર કરે છે કે હું કેને વળગું? દાતાનો આત્મા નિર્મળ છે, સર્ષ અજાણ અને પરવશ છે, સમડી પણ સપને ભક્ષણ કરનારી છે અને ભરવાડણ અજાણ છે તે મારે કોને વળગવુ ?' એવી રીતે વિચાર કરતી હત્યા તે નિંદા કરનારી બ્રાહ્મણને વળગી પડી, એટલે તે તત્કાળ
શ્યામ, કુબડી અને કુષ્ઠ રોગથી દુષિત થઈ ગઈ. પછી આકાશમાં રહેલી હત્યાએ લેને આ પ્રમાણે કહ્યું કે