Book Title: Shraddhagun Vivaran Bhashantar
Author(s): Jinmandangani, Chaturvijay, Vijaykalyansuri
Publisher: Vijaynitisuri Jain Library
View full book text
________________
૨૦
શાહગુણવિવરણ " आः किं सुन्दरि ! सुन्दर न कुरुषे कि नो करोषि स्वयम्, विग् त्वां क्रोधमुखीमलीकमुखरस्त्वत्तोऽपि क: कोपनः । ગw Gરે સિકસિ રિપ૬ givસ્વતીય પિતા,
दम्पत्योरिति नित्यदन्तकलहक्लेशानयोः किं सुखम् १ ॥ ११ ॥" શબ્દાર્થ-શિવ અર સુંદરિય સુંદર કેમ કરતી નથી ?' સાવત્રીતું પોતે જ કેમ સુંદર કરતે નથી?” શિવ-ક્રોધમુખી તને ધિક્કાર છે. ” સાવવી “અસત્ય બોલવામાં વાચાલ હારાથી બીજે કણ ક્રોધી છે?” શિવઅરે પાપણી ! તું દરેક વાકયમાં સારું બેલે છે?' સાવત્રી-હારો બાપ પાપી આ પ્રમાણે નિરંતર દંતકલહ અને કલેશથી દુઃખી થયેલાં દંપતિને સુખ કયાંથી હોય??”
પછી તે શિવ બ્રાહ્મણ ઘરને ત્યાગ કરી નાકે અને જે ઉપવનમાં તે વ્યંતર રહ્યાં છે તે ઉપવનમાં ગયે. વ્યંતરે તેને લાગે કે હે શિવ! તું મને ઓળખે છે?” શિવે કહ્યું “ના.” તરે કહ્યું “હું હારી સ્ત્રીના ભયથી આ ઉપવનમાં આવ્યો છું. ત્યારે નિર્વાહ અહિં કેવી રીતે થશે?' શિવે કહ્યું “તમારી કપાથી હારે નિર્વાહ થઈ જશે. પછી વ્યંતર શિવને જણાવી કોઈ શેઠના પુત્રને વળગે. શેઠે મંત્ર જાણનારને બોલાવ્યા પણ તેઓ કોઈ પણ ગુણ કરી શક્યા નહીં. પછી શિવ ભૂતને કાઢે છે એમ જાણી શિવને બેલાગે. શિવના મંત્રેલા જળથી ફાયદે થવાથી શેઠે તેને પાંચસે સેના મહોર આપી. આથી તેની લેકમાં પ્રસિદ્ધિ થઈ.
જ્યાં જ્યાં વ્યંતર વળગે છે ત્યાં ત્યાં જઈ શિવ તે વ્યંતરને નસાડે છે. પછી એક વખત વ્યંતરે શિવને કહ્યું કે “હવે પછી ત્યારે મને કાઢવાને ઉપાય કરે નહીં. જે તુ તેમ કરીશ તે પણ હું ત્યાંથી નીકળીશ નહીં, તેથી ત્યારે અપયશ થશે.” પરંતુ ધનમાં આસકત થયેલ તે બ્રાહ્મણ ઉપચાર કરતે વિરમ્યો નહીં. એક વખતે તે વ્યંતર કેઈ ધનવાન પુરુષના પુત્રને વળગે. શિવ ત્યાં જઈ મંત્ર જાપ કરવા લાગ્યા. વ્યંતરે સુષ્ટિ ઉગામી કહ્યું કે “હું તને મારી નાખીશ” ત્યારે ભયભીત થયેલ બ્રાહ્મણ બેલ્યો કે “હે વ્યંતર! હું તેને કંઈક જણાવવા માટે અહિં આવે છું. વ્યંતરે કહ્યું કે “તે શું છે?” શિવે કહ્યું કે મહારી સ્ત્રી સાવત્રી અહિં આવી છે. એ વાર્તા શ્રવણ કરીને જ વ્યંતર પલાયન કરી શકે અને તે બ્રાહ્મણને દ્રવ્ય તથા યશની પ્રાપ્તિ થઈ. કહ્યું છે