Book Title: Shraddhagun Vivaran Bhashantar
Author(s): Jinmandangani, Chaturvijay, Vijaykalyansuri
Publisher: Vijaynitisuri Jain Library
View full book text
________________
,
કરે
तृतीय गुण वर्णन
હવે સમાન કુળ તથા શીલવાળા પણ અન્ય ગોત્રી સાથે વિવાહ કરવારૂપ ત્રીજા ગુણનું વિવરણ કરે છે.
“શીનર સાદ્ધ કૃતોદ્દાફોડનોત્રજૈઃ – પિતા અને પિતામહ (દાદા) વિગેરે પૂર્વપુરુષના વંશને કુળ કહે છે. અને મદિરા, માંસ, રાત્રિભેજન અને અનંતકાયાદિકના ઉપયોગને ત્યાગ કરવારૂપ આચાર, અથવા તે સમાન દેવ, ગુરુ અને ક્રિયાકલાપ (ધર્માનુષ્ઠાન)ના આસેવનરૂપ આચારને શીલ કહે છે. તેવું કુળ તથા શીલ જેમનું એક સરખું હેય તેઓ સમાન કુળ શીળવાળા કહેવાય છે. કુળ અને શીળના કહેવાવડે ઉપલક્ષણથી સંપત્તિ, વેષ અને ભાષાદિકનું પણ ગ્રહણ કરવું. તે જ અહીં દર્શાવે છે. જે સંપતિ વિગેરેમાં વિષમતા હોય તે કન્યા પિતાના પિતાને મહાન વૈભવથી અલ્પ વૈભવવાળા પિતાના સ્વામીની અવગાણના કરે છે, અને પોતાના પિતાના પ્રચુર વૈભવને આધીન થઈ અહંકારને પ્રાપ્ત
એલે વર પણ કન્યાના પિતાની નિર્ધનતાને લીધે પિતૃપક્ષના દુબળ ટેકાવાળી કન્યાની અવગણના કરે છે. અમુક પુરુષથી ચાલી આવેલી વંશપરંપરા તે ગાત્ર, અને તેમાં ઉત્પન્ન થએલા તે ગેત્રી કહેવાય છે. તેમનાથી જે અન્ય ત્રવાળા હોય તેમની સાથે વિવાહ કરે એગ્ય છે. અહીં નીતિ આ પ્રમાણે છે
બાર વર્ષની કન્યા અને સેળ વર્ષને પુરુષ તે બન્ને વિવાહ યોગ્ય ગણાય છે. તેવા વિવાહપૂર્વક કરેલ સંતતિ ઉત્પન્ન કરવા અને પાલન કરવારૂપ વ્યવહાર ચાર પ્રકારના વર્ગોને કુલીન બનાવે છે. અગ્નિ અને દેવાદિકની સાક્ષી પૂર્વક પાણિગ્રહણ કરવું તે વિવાહ કહેવાય છે, અને તે વિવાહ લેકને વિષે આઠ પ્રકારને કહે છે. તેમાં ૧ કન્યાને શણગારીને આપવી તેને બ્રા વિવાહ, ૨ વૈભવ આપીને કન્યા આપવી તેને પ્રાજાપત્ય વિવાહ, ૩ બે ગાયના દાનપૂર્વક કન્યા આપવી તેને આ વિવાહ અને ૪ જ્યાં યજ્ઞને અર્થે તિજને કન્યાદાનનોજ