Book Title: Shraddhagun Vivaran Bhashantar
Author(s): Jinmandangani, Chaturvijay, Vijaykalyansuri
Publisher: Vijaynitisuri Jain Library
View full book text
________________
શ્રાદ્ધગુણવિવરણ अंतरंगारिषड्वर्गपरिहारपरायणः ३४ ।
घशीकृतेंद्रियग्रामो ३५ गृहिधर्माय कल्पते ॥१०॥ दशमिः कुलकम् ન્યાયથી દ્રવ્ય ઉપાર્જન કરનાર (૧) શિષ્ટ પુરુષના આચારની પ્રશંસા કરી બાર (૨) કુલ અને શીલથી સદશ અન્ય ગત્રિયોની સાથે લગ્ન કરનાર () ૧૨ પાપથી ભય રાખનાર (૪) પ્રસિદ્ધ દેશાચારને આચરનાર (૫) કેઈના પણ સંબં– ધમાં અવર્ણવાદ નહિ બોલનાર, તેમાં વિશેષે કરી રાજાદિકને અવર્ણવાઈ નહિ બોલનાર (૬) મે ૨છે જે સ્થાન અતિ પ્રગટ તેમ અતિ ગુપ્ત ન હોય, તેમજ સારા પાડોશીઓએ યુક્ત હોય અને જે ઘરમાંથી નીકળવાનાં દ્વાર ઘણાં ન હોય તેવા સ્થાનમાં વાસ કરનાર (૭) મે ૩ છે શ્રેષ્ઠ આચારવાળાની સાથે સંસર્ગ કરનાર (૮) માતાપિતાની પૂજા કરનાર (૯) ઉપદ્રવવાળાં સ્થાનને ત્યાગ કરનાર (૧૦) નિહિત કાર્યમાં પ્રવૃત્તિ નહીં કરનાર (૧૧) ૪ આવકના પ્રમાણમાં ખર્ચ કરનાર (૧૨) સંપત્તિને અનુસાર વેષ ધારણ કરનાર (૧૩) આઠ બુધ્ધિના ગુણેએ યુક્ત (૧૪) નિરંતર ધર્મને શ્રવણ કરનાર (૧૫) ન પચ્યું હોય ત્યાં સુધી ભેજનને ત્યાગ કરનાર (૧૬) હંમેશના વખત પ્રમાણે પથ્યાપથ્યનો વિચાર કરી ભેજન કરનાર (૧૭) પરસ્પરના વિરોધ વગર ત્રણ વર્ગનું (ધર્મ, અર્થ અને કામનું) સાધન કરનાર (૧૮) છે ૬ અતિથિ, સાધુ અને દીન પુરુષને યેગ્યતા પ્રમાણે સત્કાર કરનાર (૧૯) નિરંતર દુરાગ્રહ નહીં રાખનાર (૨૦) ગુણેની અંદર (ગુણી જનેની અંદર) પક્ષપાત રાખનાર (૨૧) | ૭ | દેશ તથા કાળ વિરુદ્ધ આચરણને ત્યાગ કરનાર (૨૨) (પિતાના) બલાબલને જાણનાર (૨૩) વ્રતધારી તથા જ્ઞાનથી વૃધ્ધોની પૂજા કરનાર (૨૪) પેષણ કરવા ગ્ય જનનું પેષણ કરનાર (૨૫) ૮ ! પૂર્વાપર લાંબી નજરથી જેનાર (૨૬) વિશેષ જાણુનાર (ર૭) કરેલા ગુણને જાણનાર (૨૮) લેકની પ્રીતિ મેળવનાર (ર૯) શરમ રાખનાર (૩૦) દયાળુ (૩૧) શાંત પ્રકૃતિવાળ (૩૨) પરેપકાર કરવામાં શૂરે (૩) ૯ અંતરંગ ભાવના છ શત્રુઓને ત્યાગ કરવામાં તત્પર (૪) ઇદ્રિના સમૂહને વશ કરનાર (૩૫) ઉપર કહેલા પાંત્રીશ ગુણવાળે છે હોય તે ગૃહસ્થ ધર્મને ચગ્ય છે. ૧૧
અહીં સ્વામીદ્રોહ, મિત્રદ્રોહ, વિશ્વાસને ઠગ, ચેરી વિગેરે નિંદવા યોગ્ય માર્ગે દ્રવ્ય ઉપાર્જન કરવાનું છોડીને પોતપોતાના વર્ણને અનુકૂળ આવે તેવી રીતે દ્રવ્ય ઉપાર્જન કરવામાં ઉપાયરૂપ જે સદાચાર તે ન્યાય કહેવાય છે. તે ન્યાયે કરીને પ્રાપ્ત કરી છે સંપત્તિ જેણે તેને ન્યાયસંપન્નવિભવ કહેવાય છે. તે ઉપર જણાવ્યા પ્રમાણે ) શુધ્ધ વ્યવહારથી ઉપાર્જન કરેલી સંપત્તિ નિઃશંકપણે પિતાના શરીરે કરી તેના ફલને ભોગવવાથી અને (પિતાના ) મિત્ર અને સ્વજનાદિકમાં સભ્ય પ્રકારે વહેંચણ કરવાથી આ લેકના સુખને માટે થાય છે, જે કારણથી