Book Title: Shraddhagun Vivaran Bhashantar
Author(s): Jinmandangani, Chaturvijay, Vijaykalyansuri
Publisher: Vijaynitisuri Jain Library
View full book text
________________
શ્રાદ્ધગુણવિવરણ (હાથીનું બચ્ચું) તાપસના કુમારોની સાથે વૃક્ષને પાણી સિંચતે હેવાથી તાપસાએ તેનું સેચનક એવું નામ પાડ્યું. કેઈક અવસરે પોતાના યૂથપતિ પિતાને મારી પિતે યૂથપતિ થયે, અને હાથણીઓના ટેળાને ગ્રહણ કરી લીધું. તે હાથી પિતાની માતાના પ્રપંચને પ્રથમથી જ જાણતું હતું, તેથી તેણે તાપસના આશ્રમને ભાંગી નાખ્યો. ખેદ પામેલા તાપએ શ્રેણિક રાજાને તે હાથી બતાવ્યો. તે હાથી આ પ્રમાણે હતે-સાત હાથ ઊંચો, નવ હાથ લાંબે, ત્રણ હાથ પહોળ, દશ હાથ વિસ્તારમાં અને વીશ નખને સુશોભિત હતે. ચડાવેલા ધનુષ્યના જેવા તેના ઊંચા કુંભાથળ હતા, કંઠમાં લઘુ હતા, મધુ સમાન પિંગળ નેત્રો હતાં, ચળક્તા ચંદ્રના જેવી ઉજવલ કાંતિ હતી, ચાર સે ને ચાલીસ સારાં લક્ષણ યુક્ત હતા. તે ભદ્ર જાતિને હાથી સાતે અંગોમાં સુશોભિત હતે. શ્રેણિક રાજાએ તેને અતિ યત્નપૂર્વક પકડીને પિત ને પટહસ્તિ કર્યો. રાજયોગ્ય આહાર તથા વસ્ત્ર એ ઢાડવા વિગેરેની તેની બરદાસ થવાથી તે સુખી થયો. કેઈક અવસરે તાપસે એ “જે! આ અમારા આગમને ભાંગવાનું ફલ છે.” એમ તે હાથીને કહ્યું અને માર્મિક બીના યાદ કરાવી તેથી આ વાનસ્ત ભને ઉખેડી ત્યાંથી નિકળે અને બીજી વાર તાપસે.ના આ બ્રમને નાશ કર્યો. પરિવાર સહિત શ્રેણિક રાજા તેની પાછળ ગયે પરંતુ તે દુખે કરીને વશ થાય તે હાથી કે ઈનાથી પણ વશ કરી શકાય નહીં. પછી રાજાની આજ્ઞાથી નંદિષેણ કુમારે તે હાથીને હંકાર્યો. નવિષેણ કુમારને જોઈ “આ કોઈ પણ મ રે સંબંધી છે, એમ વિચાર કરવાથી તેને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું, એટલે તે શાંત થઈ ઊભો રહ્યો. પછી નંદિક્ષેશ કુમારે તેને લાવી આલાનતંબે બાંધ્યો, તેથી શ્રેણિક વિગેરેને આશ્ચર્ય લાગ્યું. આ અરસામાં શ્રી
હાવીરસ્વામી ભગવાન વૈભારગિરિ ઉપર પધાર્યા, ( તે વૃત્તાંત સાંભળી ) શ્રેણિક રાજ, અભયકુમાર અને નદિષણ વિગેરે તેમને વંદન કરવા માટે ગયા. ધર્મદેશનાના અંતમાં રાજાએ પ્રભુને હરિત-ઉપશાંતાદિ બાબત પ્રશ્ન કર્યો. પ્રભુએ પર્વ ભવમાં લક્ષ બ્રહ્મભોજન કરાવનાર તથા સાધુને દાન વિગેરે આપનાર બ્રાહ્મણનો વૃત્તાંત કહી સંભળાવ્યું. બીજી વખત તેમના આગામિક ભવના પ્રશ્નના ઉત્તરમાં ભગવાન મહાવીરસ્વામી બોલ્યા કે “ હે રાજન્ ! આ નંદિષેણ કુમાર ન્યાયથી મેળવેલા દ્રવ્યનો સુપાત્રમાં ઉપયોગ કરવાથી અનેક દેવ મનુષ્ય વિગેરેના મહાભોગે ભાગવી, ચારિત્રને ગ્રહણ કરી દેવપણાને મેળવી અનુક્રમે મેક્ષસુખને પામશે. અને હાથીને જીવે છે તેવા પ્રકારના દ્રવ્ય અને પાત્રાપાત્રને વિચાર કર્યા સિવાય (કરેલા) દાન પ્રમુખથી ભેગોને પ્રાપ્ત તો થયા, પરંતુ પરાકમાં પ્રથમ નરકમાં જનાર છે” એવું શ્રવણ કરી નંદિષેણ કુમાર પ્રતિબોધ પામ્યા અને શ્રાવક ધર્મને અંગીકાર કર્યો. અનુક્રમે દીક્ષા ગ્રહણ કરતી વખતે હજુ પણ તારે ભેગાવલી કમ ઘણું બકી છે” એવા વચનોથી (શાસન) દેવતાએ નિષેધ કર્યા છતાં પણ તેણે દીક્ષા ગ્રહણ કરી, પૂર્વના નિકાચિત ભેગા કર્મના ઉદયથી પ્રેરાયેલા નદિ દીક્ષાનો લગ