Book Title: Shraddhagun Vivaran Bhashantar
Author(s): Jinmandangani, Chaturvijay, Vijaykalyansuri
Publisher: Vijaynitisuri Jain Library
View full book text
________________
શ્રાદ્ધગુણવિવરણ અનુસારે મળે છે, કીર્તિ દાનને અનુસાર પ્રસરે છે અને બુદ્ધિ કાને અનુસાર થાય છે.:૧
ભાવાર્થ-“થનાનુસાર વિદ” વિદ્યા યત્નસાધ્ય છે છતાં કેટલાએક પુરુષો કમને દોષ કાઢી અભ્યાસ કરવા પ્રમાદી થાય છે, પરંતુ પ્રમાણ નહીં કરતાં આત્મામાં તિરભા રહેલા મતિ અને શ્રતજ્ઞાનનો રોધ કરનાર મતિ અને પ્રતજ્ઞાનાવરણીય કર્મને આત્મપ્રદેશથી દૂર કરવા પ્રયત્ન કરો. જ્યારે પ્રયત્ન કર્યા સિવાય જ્ઞાન (વિવા) પ્રગટ થવાનું નથી, ત્યારે તેને નાશ કરવા માટે શે પ્રયત્ન કરવું જોઈએ કે જેથી વિદ્યા (જ્ઞાન) પ્રાપ્ત થાય? આ પ્રમાણે કઈ આશંકા કરે તેના પ્રત્યુત્તરમાં જણાવવાનું કે-પુસ્તક સંક્ષણ, જીર્ણ પુસ્તકોદ્ધાર પુસ્તકના નવીન ભંડાર, જ્ઞાનપંચમ્યાદિનું આરાધન, તપસ્યા, જ્ઞાનાભ્યાસીને સહાય, લોકોપયોગી નવીન પુસ્તકોની રચના અને જ્ઞાન તથા જ્ઞાનીને વિનય બહુમાન કરવારૂપ પ્રયત્નથી મતિ અને શ્રુતજ્ઞાનાવરણીય કમને ક્ષય કે પશમ થાય છે; માટે ઉપરોક્ત સર્વ કાર્ય અંતઃકરણીય ખરી લાગણીપૂર્વક કરવાથી અને સતત વિદ્યાભ્યાસ ચાલુ રાખવાથી વિદ્યા પ્રાપ્ત થતાં વિલંબ થતું નથી; વિદ્યા તે શું ૫૩ માસ તુષ મુનિ ! જેનાથી મા જ મા તુ ને બદલે મા તુન્ બેલાતું હતું તે પણ તેમણે ગુરુમહારાજની આજ્ઞા પ્રમાણે વિદ્યાભ્યાસને પ્રયત્ન ચાલુ રાખ્યો તે તે કેવળજ્ઞાન મેળવવા ભાગ્યશાળી થયા હતા, તેમજ અનેક રાજકાર્યને વ્યવસાય છતાં મહારાજા કુમારપાલે એકાવન વર્ષની પુખ્ત ઉમરે શાસ્ત્રાભ્યાસ કરી વીતરાગસ્તવ, ચગશાસ્ત્ર અને શબ્દશાસ્ત્ર વિગેરે કંઠાગ્ર કર્યા હતાં, એટલું જ નહીં પણ તેઓશ્રી સાહિત્યશારામાં પણ નિપુણ હતા, તેની સાબિતી તેમના બનાવેલા સર્વજિન સાપારાતેત્રના કાપે ઉપરથી થાય છે. વળી સતત વિધાભ્યાસ કરતાં કલિકાળસર્વજ્ઞ શ્રીમદ હેમચંદ્રાચાર્યના ચાધ્યાયી શ્રીમદ્ રામચંદ્રસૂરિનું એક નેત્ર નાશ પામ્યું હતું, તે પણ પ્રયત્ન જારી રાખી સાહિત્ય અને ધર્મશાસ્ત્રનું સંપૂર્ણ જ્ઞાન મેળવી તેમણે સો પ્રબંધ રમ્યા હતા. તેમજ શ્રીમદ્દ યશે વિજપાધ્યાય તથા શ્રીમદ્ વિનયવિજપાધ્યાયે વિદ્યાભ્યાસ માટે કરેલ યાસ જગ જાહેર છે. અને તેઓશ્રી પિતાને અને જગતને ઉપકાર થાય તેવા સંખ્યાબંધ ગ્રંથ રચવાને શક્તિમાન થયા હતા. આ સિવાયનાં સેંક ઉદાહરણથી સિદ્ધ થાય છે કે પ્રયત્ન થી જ્ઞાનાવરણીય કર્મ ત્રુટે છે, અને વિદ્યા પ્રાપ્ત થાય છે. તેથી “હું અશક્ત છું, વૃદ્ધ છું, મને શાસ્ત્ર સમજાતાં નથી” ઈત્યાદિ બહાનાં કાઢી પ્રમાદનું સેવન ન કતાં સતત વિદ્યાભ્યાસ કરવા પ્રયત્ન કરી જોઈએ.
“ત્તની પુણાનુરાણિી”—લક્ષમી પૂર્વકૃત શુભ કર્મને અનુસાર પ્રાપ્ત થાય છે. આ સ્થળે પ્રયત્નની મુખ્યતા નથી, કારણ પ્રાતઃકાળથી સાયંકાળ પર્યત