Book Title: Shraddhagun Vivaran Bhashantar
Author(s): Jinmandangani, Chaturvijay, Vijaykalyansuri
Publisher: Vijaynitisuri Jain Library
View full book text
________________
શ્રાદ્ધગુણવિવરણું
२७ ક્રિયા ૨. ભવિષ્યના અપાયને (અનાથને) પ્રકાશ કર. ૩. અને મૈત્રી ભાવને સદુભાવ ૪. આજુ એટલે સરળ, શુષ એટલે દેષ રહિત એવે વ્યવહાર નામને ગુણ ચાર પ્રકાર છે, તે બતાવે છે. યથાર્થ કહેવું એટલે ધર્મમાં, લેવડદેવડમાં અને સાક્ષી કે બીજા વ્યવહાર વિગેરમાં વિરોધ રહિત વચનનું બોલવું. અહિં આ તાત્પર્ય છે–નિરંતર ધર્મ અને અધર્મને જાણી ભાવ શ્રાવકે પરને કરવાની બુદ્ધિથી બોલતા નથી, અને તેઓ સાચું અને મધુર બેલે છે. ખરીદ કરવાના અને આપવાના સાટામાં પણ એછી વધારે કિમત કહેતા નથી અને સાક્ષીમાં નિયુક્ત કર્યા હેય તે પણ અસત્ય વચન બોલતા નથી. રાજાની સભા વિગેરેમાં જઈ કોઈ પણ મનુષ્યને અસત્ય વચનથી દૂષિત કરતા નથી. અને ધર્મમાં આસક્ત એવા ભાવ શ્રાવકે ધર્મના ઉપહાસ્યજનક વચનને કમળ શ્રેષ્ઠી વિગેરેની પેઠે ત્યાગ કરે છે. આ જ વ્યવહારને પ્રથમ ભેદ થયો.
૨, અર્વાચન ક્રિયા એટલે પરના દુખમાં અકારણભૂત એવી મન, વચન અને કાયાના વ્યાપારરૂપ ક્રિયા તેને અવંચન ક્રિયા કહે છે. સદશ વિધિથી અને ત્રાજવાં અને પાલા વિગેરેથી ઓછું આપી અને વધારે લઇ શુદ્ધ ધર્મને અથી બીજાને ઠગે નહીં. અર્વાચન ક્રિયા ઉપલક્ષણથી અઢાર પ્રકારની પ્રસિદ્ધિના ત્યાગપૂર્વક, ચોરનું લાવેલું અને તેને (ચાર સંબંધી) પ્રાગ વિગેરને ત્યાગ કરવો તે આ પ્રમાણે છે–ચોર, ચેરી કરાવનાર, ચારને સલાહકાર, ચેરના ભેદને જાણુ, ચેરીને માલ ખરીદનાર, ચેરને ખેરાક આપનાર અને ચોરને સ્થાન આપનાર એ સાત પ્રકારના ચાર કહેવાય છે. તેમાં કાણુકી એટલે ચારનું લાવેલું ઘણી કિંમતનું પણ કામુક એટલે આ ખરાબ છે એમ કહી થેડી કિંમતથી ખરીદ કરી લે તેને કાણકકથી કહે છે. હવે અઢાર પ્રસિદ્ધિઓનું વર્ણન કરે છે.
ભલન ૧, કુશળ ૨, તજ ૩, રાજભેગ ૪, અવલોકન ૫, અમાર્ગદર્શન ૬, શય્યા ૭, પહભંગ ૮, વિશ્રામ ૯, પાદપતન ૧૦, આસન ૧૧, ગોપન ૧૨, ખંડનું ખાદન ૧૩, વળી મહારાજિક ૧૪, પદ્ય ૧૫, અગ્નિ ૬, ઉદક ૧૭, રજજુ ૧૮ વિગેરેનું જાણપૂર્વક આપવું. આ અઢાર પ્રસિદ્ધિઓ બુદ્ધિમાન પુરુષોએ જાણવી. એ અઢાર પ્રસિદ્ધિઓને અનુક્રમે સંક્ષેપમાં અર્થ બતાવે છે. તેમાં (તે કાર્યમાં ) તમારે ડરવું નહીં તે વિષયમાં હું જ ખાટીદાર થાઉં છું, ઈત્યાદિક વાકાથી ચેરી કરવાના વિષયમાં ઉત્સાહ વધારે તેનું નામ ભવન કહે છે. ૧ ચાર ક્યારે મળે ત્યારે સુખ તથા દુઃખ વિગેરેની વાતે પૂછરી તેને કુશલ કહે છે ૨ ચેરને હસ્ત વિગેરેથી ચેરી કરવા માટે જવાની ઈશારત કરવી તેને તજ કહે છે એવા જેમાં રાજને ભાગ હોય તેવું રાજલેગ દ્રવ્ય એળવવું તેને રાજગ કહે છે. પાકા ચોરી કરતા ચેરને (માલ લેવાની) ઈચ્છાપૂર્વક દેખવું તેને અવલોકન કહે છે. પા ચેરના માર્ગ પૂછનારને બીજે રસ્તો બતાવાથી તે