Book Title: Shraddhagun Vivaran Bhashantar
Author(s): Jinmandangani, Chaturvijay, Vijaykalyansuri
Publisher: Vijaynitisuri Jain Library
View full book text
________________
શ્રાદ્ધગુણવિવરણ
૨૫ શબ્દાર્થ-ન્યાયમાં તત્પર થઈ સારી બુદ્ધિવાળી પુરુષે અર્થ ઉપાર્જન કરવામાં પ્રયત્ન કરે ન્યાય છે તે જ સંપત્તિનો વિન રહિત ઉપાય અને સ્થાન છે. તે ૧ છે
સજનપણાને ભજવાવાળા પુરુષને વૈભવથી રહિતપણું વધારે સારું છે, પરંતુ વધારે ખરાબ આચરણથી ઉપાર્જન કરેલી અને વૃદ્ધિ પામેલી સંપત્તિઓ સારી નથી. પરિણામે સુંદર એવું સ્વભાવથી કુશપણું હોય તે તે શોભે છે; પરંતુ કુળમાં (પરિણામે) વિરસ અને સેજાથી થયેલું સ્થળપણું હેય તે તે શોભતું નથી.
તપસ્વી લેકોને વિહાર, આહાર (ખોરાક), વચન અને વ્યવહાર શુષ જોવાય છે, અને ગૃહસ્થાને તે વ્યવહાર જ શુધ્ધ જેવાય છે, તેમજ અન્યાય, ઉપલક્ષણથી દેવદ્રવ્ય, જ્ઞાનદ્રવ્ય, પાખંડી અને પાસત્થા વિગેરેના દ્રવ્યથી વેપાર કરે અને તે દિવ્યનું વ્યાજથી ગ્રહણ કરવું વિગેરે પણ મહાદેષ કરનાર છે. કહ્યું છે કે
સાવજવંતિ, સનાનો ઘન થા |
वद्धिमिच्छति मुग्धोऽसौ विषमति जिजीविषुः ॥ १॥ શબ્દાર્થ-જે પુરુષ અન્યાયના, દેવના, પાખંડીઓના અને આ ત્રણેના દ્રવ્યથી વેપાર કરનારની પાસેથી પૈસા લઈ તે દ્રવ્યવડે પિતાના દ્રવ્યની વૃદ્ધિ ઈચ્છે છે તે પુરુષ ઝેરનું ભક્ષણ કરી જીવવાની ઈચ્છા કરે છે. લૌકિક શાસ્ત્રોમાં કહ્યું છે કે
देवद्रव्येण या वृद्धि-गुरुद्रव्येण यद्धनम् । तद्धनं कुलनाशाय, मृतोऽपि नरकं व्रजेत् ॥ १॥ प्रभास्वे मा मतिं कुर्यात्प्राणैः कंठगतैरपि ॥ વિશ્વાસ કરોëતિ, કમાવા ન રોહતિ | ૨ | प्रभास्वं ब्रह्महत्या च, दरिद्रस्य च यद्धनम् ॥
गुरुपत्नी गुरुद्रव्यं, स्वर्गस्थमपि पातयेत् ।। ३ ॥ શબ્દાર્થ-દેવના દ્રવ્યથી જે વૃદ્ધિ થાય અને ગુરુના દ્રવ્યથી જે ધન પ્રાપ્ત થાય તે દ્રવ્ય કુળના નાશ માટે થાય છે અને મૃત્યુ થયા પછી નરકે જાય છે કે ૧ | પ્રાણે કઠ સુધી આવ્યા હોય તે પણ દેવદ્રવ્યમાં બુદ્ધિ કરવી નહીં. અગ્નિથી દાઝેલા ઊગે છે પણ દેવદ્રવ્યથી દાઝેલે ઊગતે (ઉદય પામતો નથી. કારા દેવદ્રવ્ય, બ્રહાંહત્યા, હરિદ્ધીનું ધન, ગુરુની ભાર્યા અને ગુરુદ્રવ્ય એ સર્વે વર્ગમાં રહેલાને પણ નાય પાડે છે. [ ૩ છે