Book Title: Shraddhagun Vivaran Bhashantar
Author(s): Jinmandangani, Chaturvijay, Vijaykalyansuri
Publisher: Vijaynitisuri Jain Library
View full book text
________________
શ્રાદ્ધગુણવિવરણ सर्वत्र शुचयो धीराः स्वकर्मबलगर्विताः ।
कुकर्मनिहितात्मानः पापाः सर्वत्र शंकिताः ॥ १२॥ પિતાના કર્મના બલે કરી અભિમાની થએલા ધીર પુરુષે દરેક ઠેકાણે પ્રકાશિત થાય છે અને કુકમની અંદર આત્માને સ્થાપન કરનારા પાપી પુરુષો દરેક ઠેકાણે ભયભીત રહે છે. ૧૨ ન્યાયપાર્જિત વિત્તના અંધકારમાં સ્પષ્ટતા માટે અન્યા
પાર્જિત વિત્તવાળાની સ્થિતિ દર્શાવે છે. અહિં પુરુષને અન્યાયથી પ્રવૃત્તિ કરવામાં બે પ્રકારે અવિશ્વાસપણું પ્રાપ્ત થાય છે, એક ભક્તાનું અને બીજું ભાગ્ય વિભવનું. તેમાં ભેગવનારને આ (પુરુષ) પરદ્રોહથી પ્રાપ્ત પરદ્રય ભગવે છે એવા દેષના લક્ષણુવાળી આશંકા થાય, તથા ભોગ્ય વસ્તુમાં આ પરદ્રવ્ય છે તેને આ ભેગવે છે એવી શંકા થાય માટે અન્યાય પ્રવૃત્તિને નિષેધ કરવાથી (ન્યાય પ્રવૃત્તિમાં) તે બંને પ્રકારની શંકા હતી નથી તેથી ન્યાયપાર્જિત વિત્તમાં અભિશંકનીયતા (અવિશ્વાસપણું) નથી. અહિં અભિપ્રાય એ છે કે વ્યાપાર્જિત દ્રવ્યના વ્યય કરનાર ઉપર કઈ પણ પુરુષ કોઈ વખતે લેશ માત્ર પણ શંકા કરતું નથી તેથી કરીને તે [ ન્યાયપ્રવૃત્તિ કરનાર ] અવ્યાકુલ ચિત્તા અને સારી પરિણતિવાલાને આ લેકમાં પણ મહાન સુખને લાભ થાય છે અને દરેક ઠેકાણે યશ અને લાવાની પ્રાપ્તિ થાય છે. સત્પાત્રને વિષે દ્રવ્યનો ઉપયોગ થવાથી તથા પુણ્યાનુબંધી પુણ્યની પ્રાપ્તિનો હેતુ થવાથી અને દયાએ કરી દીન તથા અનાથ પ્રાણીઓને દ્રવ્યાદિ આપવાથી તે પરલેકના હિતને અર્થ થાય છે.
અહિં ન્યાયપાજિત વિર તથા તેને સત્પાત્રમાં વિનિગ કરવાથી ચતુર્ભાગી થાય છે. જેમકે ન્યાયથી પ્રાપ્ત થયેલે વૈભવ અને સત્પાત્રમાં વિનિગ ૧ (આ ન્યાયસંપન્નવૈભવને પ્રથમ ભાંગે ) પુણ્યાનુબંધી પુણ્ય હેતુભૂત હેવાથી ઉત્તમ દેવપણું ભોગભૂમિમાં (યુગલિક ક્ષેત્રમાં) મનુષ્યપણું, સમ્યક્ત્વ વિગેરેની પ્રાપ્તિ તથા આસન્નસિધ્ધિ ફળ આપનારું થાય છે. જેમ ધન સાર્થવાહ તથા શાલિ. ભદ્ર વિગેરેને થયું, જેથી કહ્યું છે કે
परितुलियकप्पपायचिंतामणी कामधेणुमाहप्पं ।
दाणाओ सम्म पत्तं धणसथ्यवाहेणं ॥ १३ ॥ . શબ્દાર્થ-દાનથી ધનસાર્થવાહ કલ્પવૃક્ષ, ચિંતામણિ અને કામધેનના મહિમાની તુલના કરનાર સમ્યફવને પ્રાપ્ત કર્યું હતું. ૧૩ છે છે અથવા નહિષણ વિગેરેને દષ્ટાંતની પેઠે-જેમ કેઈક ગામમાં દ્રવ્યના સમૂહવડે કબેરની સાથે સ્પર્ધા કરનાર કેઈ બ્રાહ્મણે યજ્ઞના પ્રારંભમાં એક લાખ બ્રાહ્મણને