Book Title: Shraddhagun Vivaran Bhashantar
Author(s): Jinmandangani, Chaturvijay, Vijaykalyansuri
Publisher: Vijaynitisuri Jain Library
View full book text
________________
શ્રાદ્દગુણવિવરણ વખત ફળને પામે. તે પણ કાંટાના માંસની પેઠે જેમ તે માંસમચ્છને નાશ કર્યા વિના રહેતું નથી, તેમ અન્યાયથી મેળવેલું ધન શરૂઆતમાં કાંઈક ફળ આપે છે, પરંતુ પરિણામે તે (ધન) ગ્રહણ કરનારને નાશ કરે છે. વળી કહ્યું છે કે
अन्यायोपात्तवित्तेन यो हितं हि समीहते ।
भक्षणाकालकूटस्य सेोऽभिवांछति जीवितुम् ॥ २॥ શબ્દા–જે પુરુષ અન્યાયથી ગ્રહણ કરેલા દ્રવ્યવડે (પિતાના) હિતને ઈ છે છે તે પુરુષ કાળકૂટ ઝેરના ભક્ષણથી જીવવાની ઈચ્છા રાખે છે.
તેવી રીતે આ લોકમાં અન્યાયથી પેદા કરેલા દ્રવ્યવડે પિતાને નિર્વાહ કરનાર ગૃહસ્થ વિગેરેની પ્રાયે કરી અન્યાય, કલેશ, અહંકાર અને પાપબુદ્ધિમાં જ રકબ્રેકી વગેરેની પેઠે પ્રવૃત્તિ થાય છે. તે રંકોની કથા આ પ્રમાણે છે.
મરુસ્થળમાં પલ્લી ( પાલી ) નામે ગામની અંદર કાક અને પાતક નામે બે ભાઈઓ હતા. તે બેમાં નાનો ભાઈ ધનવાન હતું, અને મોટા ભાઈ નિધન હોવાથી તે નાનાભાઈના ઘરમાં રહી સેવક વૃત્તિથી નિર્વાહ કરતે હતે. એક વખતે વર્ષો માં દિવસના કાર્યથી થાકેલે કાકૂ રાત્રે સૂતે હતું. તે વખતે પાતકે કહ્યું કેહે ભાઈ! પાણીના સમૂહથી આપણું કયારાઓની પાળ તૂટી ગઈ છે અને તું નિશ્ચિતપણે સૂતો છે, એમ ઠપકો આપ્યો. તે વખતે તે કાક પથારીને ત્યાગ કરી દરિદ્રી અને પરના ઘરનું કાર્ય કરનાર પિતાના આત્માને નિંદતે કોદાળાને ગ્રહણ કરી જેટલામાં ત્યાં જાય છે, તેટલામાં તૂટેલી પાળને બાંધવાની રચના કરવામાં તપર નેકરને જોઈ તેણે પૂછયું કે- “ તમે કેણ છે ? ” તેઓએ ઉત્તરમાં જણા
વ્યું કે-અમે તારા ભાઈના નેક છીએ. કેઈ ઠેકાણે મારા કરે છે ? એમ કાકુએ પ્રશ્ન કર્યો છતે તેઓ બોલ્યા કે વલ્લભીપુરમાં તારા નિકરે છે. એ વાત થયા બાદ કેટલાક કાળ પછી કુટુંબ સહિત તે વલ્લભીપુર ગયો. ત્યાં દરવાજાની પાસે રહેનાર ભરવાડની નજીકમાં વસતા અત્યંત દુબળપણાને લઈ ભરવાડે એ તેનું રંક એવું નામ પાડયું. તે રંક વણિક તે આભીરના અવલંબનથી ઘાસનું ઝુંપડું કરી ત્યાં દુકાન માંડીને રહ્યા. એક વખતે કઈ જાત્રાળુ (કાપેટિક) કલ્પની રીતિ (રસ સાધવાના વિધાનપૂર્વક ગિરનાર પર્વતથી સિધ્ધરસની તુંબડીને સમ્યફ પ્રકારે ગ્રહણ કરી રસ્તામાં જતાં તે સિદ્ધ રસમાંથી કાકુ તુંબડી એવી શરીર વિનાની (અદશ્ય) વાણીનું શ્રવણ કરી ભય પામે. તેથી વલ્લભીનગરીના સમીપમાં તે તંબડીને તે કપટી વાણીના ઘરમાં અનામત મૂકી અને તે યાત્રાળ (કોર્પટિક) સેમનાથની યાત્રા કરવા ગયે. કોઈ પર્વના દિવસે ચૂલા ઉપર મૂકેલી તાવડીમાં તંબડીના છિદ્રમાંથી પડેલા રસના બિંદુએ કરી સુવર્ણરૂપ થયેલી (તાવડી) જોઈ તે વણિકે આ