Book Title: Shraddhagun Vivaran Bhashantar
Author(s): Jinmandangani, Chaturvijay, Vijaykalyansuri
Publisher: Vijaynitisuri Jain Library
View full book text
________________
ઝાદગુણવિવરણ વિસા લેવા, દેવદ્રવ્ય વિગેર ઉચાપત કરવું, લાંચ ખાવી, વિશ્વાસઘાત કરવો એ વિગેરે અન્યાયોથી દ્રવ્ય ઉપાર્જન કરવું ગૃહસ્થને ગ્ય નથી, કારણ કે શુદ્ધ થવહારથી ઉપાર્જન કરેલું દ્રવ્ય તેજ અશુધિ છે, અને તથા પ્રકારને જે શુધ અથ (૫) હોય તે જ તેનાથી ખરીદેલો આહાર શુધ સાત્વિક ગુણ ઉત્પન્ન કરનાર થઈ શકે છે. કહેવત છે કે “જે આહાર તે ઓડકાર એટલે જે ન્યાયથી દ્રવ્ય ઉપાર્જન કરવું હોય અને તેને આહાર વિગેરેમાં જે ઉપયોગ થાય તે તે વ્યવહારની શુધિથી અર્થની પ્રાપ્તિ થઈ ગણાય છે, અને તે દ્રયને સત્પાત્ર, દીન, અનાથ વિગેર ધર્મકાર્યમાં વ્યય કરવામાં આવ્યું હોત તો તે અત્યંત આનંદ આપનારા થાય છે. સાથે ધર્મની પણ પુષ્ટિપ્ત થાય છે અને તે દ્રવ્ય જેના ઉપગમાં આવ્યું હોય તેના વિચાર પણ વ્યવહારશુધિમાં પ્રવર્તન કરાવનારા થાય છે, તેમજ અનીતિ વિંગેને વધારનાર વિચારને લય થાય છે, તેથી વ્યવહારશુદ્ધિથી દિવ્ય મેળવવા સતત પ્રયાસ કરવો જેથી તે ઉત્તરોત્તર ઉત્તમ ફળને આપનારું થાય. આ શુદ્ધ આહાર કરવાથી શરીરના પરમાણુઓ પણ નિર્મળ થાય છે, જેથી શરીર અને દ્રવ્ય મનના પરમાણુઓ શુદ્ધ થવાથી જિનેશ્વર ભગવાનની આજ્ઞાનુસાર થવાથી કમબળ નાશ થાય છે, તેથી આત્મા ઉત્તરોત્તર ઉચ્ચ દશાને પામી પોતાના સ્વરૂપને પ્રગટ કરવા પ્રયત્નવાન થાય છે અને એગ્ય સમયે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવની અનુકૂળતા પ્રમાણે પ્રથમ દેશવિરતિપણાને અંગીકાર કરી અને પછી સર્વ વિરતિપણાનું આરાધન કરી અષ્ટમાદિ ગુણસ્થાન પ્રાપ્ત કરી, ઘાતિકને ક્ષય કરી કેવળજ્ઞાન, કેવળદર્શનને પ્રગટ કરી અંતે મોક્ષપદને પામે છે. હવે ઉપર કહેલી બીના વ્યતિરેકથી દાવે. –
અમદા સપનો ફેફ, i = શિં તુ હૈ જોર .
ववहारसुद्धिरहिओ य, धम्मं खिसावए जओ ॥१॥ શબ્દાર્થ અન્યથા વ્યવહારશુધ્ધિ રહિત પુરુષ જે જે કાર્ય કરે છે, તે તે કાર્ય ફળ વગરનું થાય છે અને તે ધર્મની લઘુતા કરાવે છે" ૧ | વિવેક રહિત લોકો નિંદા કરે છે. લઘુતા જે થાય છે તે કહે છે–
धम्मखिसं कुणंताणं अप्पणो अपरस्स य ॥
अबोही परमा होइ, 'इइ सुत्ते विभासियं ॥२॥ શદાથ–ધર્મની હેલના કરવાવાળા પોતાના આત્માનો અને બીજાના * હિબીજ(સમ્યકત્વને નાશ કરે છે, એમ સૂત્રમાં પણ કહેલું છે. ૨ છે