Book Title: Shraddhagun Vivaran Bhashantar
Author(s): Jinmandangani, Chaturvijay, Vijaykalyansuri
Publisher: Vijaynitisuri Jain Library
View full book text
________________
શ્રાદેધગુણવિવરણ
સિધરસ છે. એમ નિશ્ચય કરી તે તુંબડી સહિત ઘરની સાર વસ્તુને બીજે ઠેકાણે સ્થાપન કરી પોતાના ઘરને બાળી નાખ્યું, અને બીજે દરવાજે ઘર કરીને ક્ષો, ત્યાં રહેનાર અને પ્રચુર ઘીને ખરીદ કરનાર તે શ્રેષ્ઠીએ કોઈએ વેચવા લાવેલા થીનું પોતે મા૫ કરતાં તે ઘીને અખૂટ દેખી ઘીના ભાજન નીચે કાળા ચિત્રકની ઈંઢોણી છે, એમ નિશ્ચય કરી તે ઈઢાણીને કઈ પણ કપટથી ગ્રહણ કરી લીધી. એવી રીતે કપટથી પટી ત્રાજવાં અને માપના વેપાર વિગેરેથી પાપાનુબંધી પુણ્યના બળે કરી વેપારમાં તત્પર રક શ્રેણીને ઘણું દ્રશ્ય મળ્યું.
એક વખતે કોઈ સુવાની સિદ્ધિ કરનાર તે રંક શ્રેષ્ઠીને મળ્યો. તેને પણ કપટવૃત્તિથી ઠગી લીધું અને તેની સુવર્ણસિદ્ધિ ગ્રહણ કરી લીધી. એવી રીતે ત્રણ પ્રકારની સિદ્ધિથી તે કાફ અનેક કોટ ધનને સ્વામી થયે, પરંતુ અન્યાયથી પ્રાપ્ત થયેલા વૈભવના સેવનથી પૂર્વે નિધન હતા તેથી અને પછી ધનની સંપત્તિ થઈ તેની આસક્તિને લઈ કોઈ પણ તીર્થમાં, સત્પાત્રમાં અને અનુકંપાના સ્થાનમાં પિતાની લક્ષ્મીને ત્યાગ તે દર રહ્યો પણ ઊલટે સંપૂર્ણ લેકોને ઉચ્ચાટન કરવા, નવા નવા કાનું વધારવું. અહંકારનું પોષણ અને બીજા ભીમંતોની સ્પર્ધા તથા અદેખાઈ વિગેરથી સવ ભૂતોના સંહારરૂપ કાલરાત્રિ જેવી તે કાકૃ પિતાની લક્ષ્મી લોકેને દેખાડતે હતો. તે પછી કોઈ વખતે પિતાની પુત્રીની રત્નથી જી કાંસકી રાજાએ પોતાની પુત્રી માટે માગી પરંતુ તેણે આપી નહિ. તેથી બળાત્કારથી હરણ કરી લીધી, તે વિરોધથી પિતે સ્વેચ્છના દેશમાં જઈ કોટિ સુવર્ણ આપી મુગલેને લાવ્યો. તે મુગલેએ દેશને નાશ કર્યો છતે તે વણિકે રાજાના સૂર્યમંડળથી આવતા અશ્વના રક્ષકોને લાંચ આપી ફેડ્યા અને ખોટા પ્રપંચકરાવ્યો. પૂર્વે તે "રાજા સૂર્યના વરદાનથી પ્રાપ્ત થયેલા દિવ્ય ઘોડા ઉપર ચડત. તે પછી સંકેત કરેલા પાચ શબ્દના વાજીંત્રે વગાડતા, પછી ઘેડો આકાશમાં જતો. તેના ઉપર આરૂઢ થયેલ રાજા શત્રુઓને મારતે, અને સંગ્રામ પૂર્ણ થતાં ઘેડ સૂર્યમંડળમાં પ્રવેશતા; પણ આ વખતે રંક કોછીએ કેડેલાં પંચ શબ્દ વાત્રને નાદ કર્યો એટલે ઘડો ઉડીને ચાલ્યો ગયો, તે વખતે હવે શું કરવું? એવા વિચારથી મૂઢ થયેલા શિલાદિત્ય રાજાને તે મુગલેએ મારી નાંખ્યા. તે પછી વલભીપુરીને ભંગ કરાવ્યો. કહ્યું છે કે–
पण सयरी वाससयं (बासाई) तिन्नि सयाई अइक्कमेऊणं ।
विकमकालाओ तओ वनभोभगा समुप्पन्नो ॥१॥ શબ્દાર્થ “વિક્રમ રાજાના સમયથી ત્રણસે પોતેર ૩૭૫ (મહાવીર સ્વામીથી૮૪૫) વર્ષ અતિક્રમણ થયે વલભીને ભંગ થયેલ
(વલભીના ભંગ સંબંધી કેટલાક મતમતાંતરે છે તે અન્ય ગ્રંથેથી અને