________________
દીર્વમોહનીય કર્મનો સંવેધડક ૧ નો બંધ (બંધભાંગા-૧) ઉદયસ્થાન-૧ (૧નું) ના પાચમાં ભાગે
નવમા ગુણઠાણે સંજવલન માયાનો બંધ વિચ્છેદ થયા બાદ એક સંજવલન લોભનો બંધ અને ઉદય હોય છે. તેથી એકના બંધે ઉદયભાંગો ૧ હોય.
કષાય ઉદયસ્થાન ઉદયભાંગા પદવૃંદ
(સં. લોભ)
બંધનો અભાવ ૧૦ માં ગુણઠાણે મોહનીયના બંધના અભાવમાં સૂક્ષ્મ લોભનો ઉદય હોવાથી ઉદયભાંગો ૧ ઘટે.
ઉદયસ્થાન ઉદયભાંગા પદવૃંદ
કષાય
(સૂક્ષ્મ લોભ)
બંધ-ઉદયના અભાવે ૧૧માં ગુણઠાણે મોહનીયના બંધ અને ઉદયના અભાવમાં પણ સત્તા હોય છે. ૧૨માં ગુણઠાણે ઉદયનો અભાવ છે. સત્તા પણ નથી. તેથી ગાથામાં ઉદયના અભાવમાં સત્તા વિકલ્પ કહી છે. એટલે બારમા વિગુણ૦માં સત્તા ન હોય.
મોહનીયના ઉદયસ્થાને ભાંગા इक्कग छक्किकारस, दस सत्त चउक्क इक्कगं चेव ।
પણ વસવીરાયા, વાર યુનિવમ ડુંગરા ||| ગાથાર્થ દશ વિગેરે ઉદયસ્થાનને આશ્રયીને અનુક્રમે એક, છ, અગ્યાર, દસ, સાત, ચાર અને
એક એ પ્રમાણે ચોવીસીની સંખ્યાવાળા ભાંગા છે અને એના ઉદયને વિશે બાર અને
એકના ઉદયને વિશે અગ્યાર ભાંગા છે. ૨૦ આ ગાથામાં દશથી એક સુધીના ઉદયસ્થાનના જેટલા ભાંગા છે તેટલા જણાવે છે. દશથી ચાર સુધીના ઉદયસ્થાનની કુલ ચોવીસી ચાલીશ થાય છે અને ક્રિકોદયના ૧૨ ઉદયભાંગા પૂર્વે જણાવ્યા મુજબ અને એકોદયના અગ્યાર ભાંગા આ પ્રમાણે થાય છે. ચારના બંધમાં એકના ઉદયના ચાર ઉદયભાગા, ત્રણના બંધમાં ત્રણ, બેના બંધમાં બે, એકના બંધમાં એક અને બંધના અભાવમાં પણ એક ઉદયભાંગો એમ કુલ મળી એકના ઉદયના ૧૧ ઉદયભાંગા થાય છે.
૩૧