________________
૨૭૫૦૨ સપ્તતિકા કર્મગ્રંથ ૭૫૭૫૦
૪નો બંધ (બંધભાંગા-૧) ઉદયસ્થાન-૧ (૧નું) ના બીજા ભાગે
પુરૂષવેદનો બંધ વિચ્છેદ નવમાં ગુણઠાણે થાય ત્યારે ૪ નો બંધ થાય અને તે વખતે જ વેદનો ઉદય વિચ્છેદ થાય. તેથી સંજવલન ૪ કષાયમાંથી ૧ કષાયનો ઉદય ઘટે. તેથી ઉદયભાંગા ક્ત ૪ થાય. મતાન્તરે ૪+૧૨=૧૬ ભાંગા (જૂઓ સપ્તતિવૃત્તિ અને ચૂર્ણિ)
કષાય ઉદયસ્થાન ઉદયભાંગા પદવંદ ૧ ૧નું
૪ ૪ જ કેટલાક આચાર્યો ચારના બંધે કેટલાક કાળ સુધી વેદોદય માને છે. તેમના મતે બેના ઉદયના (કષાય ૪ x વેદ ૩) ૧૨ ભાંગા પણ ઘટે એટલે કુલ ૧૬ ભાંગા સંભવે તે પ્રમાણેકષાય વેદ ઉદયસ્થાન ઉદયભાંગા પદવૃંદ
૧૨ ૨૪
૧નું ૪ આ રીતે મતાંતરે ચારના બંધ ઉદયસ્થાનક બે (રનું અને ૧ નું) સમજવા તેથી તે મતે ૪ના બંધે કુલ ઉદયભાંગા રના ઉદયના ૧૨ અને એકના ઉદયના ચાર, એમ કુલ ૧૬ ઉદયભાંગા અને પદવૃંદ ૨૮ થાય.
૩ નો બંધ (બંધમાંગો-૧) ઉદયસ્થાન-૧ (૧નું) ૮ના ત્રીજા ભાગે
નવમા ગુણઠાણે સંજવલન ક્રોધનો બંધ વિચ્છેદ થયા બાદ ૩નો બંધ હોય છે. સંજવલન ક્રોધનો બંધવિચ્છેદ અને ઉદયવિચ્છેદ સાથે થાય તેથી ત્રાણના બંધે સંજવલન માનાદિમાંથી એકનો ઉદય હોય. તેથી ત્રણના બંધે ઉદયભાંગા ૩ થાય.
કષાય ઉદયસ્થાન ઉદયભાંગા પદવૃંદ
૨નું
(સં. માન માયા અને લોભમાંથી)
૨ નો બંધ (બંધભાંગા-૧) ઉદયસ્થાન-૧ (૧નું) ૯ના ચોથા ભાગે
નવમા ગુણઠાણે સંજવલન માનનો બંધ વિચ્છેદ થયા બાદ બે નો બંધ હોય છે તેમજ સંજવલન માયાદિમાંથી એકનો ઉદય હોય તેથી એના બંધે ઉદયભાંગા ૨ હોય.
કષાય ઉદયસ્થાન ઉદયભાંગા પદવૃંદ (સં. માયા, લોભમાંથી)
*સૂક્ષ્મ લોભની જેમ સૂક્ષ્મ વેદનો ઉદય માને છે.
૩૦