________________
જે ૧૪૭. હું દર પંદર દિવસે પાક્ષિક અતિચાર, પદ્મિસૂત્ર, અજિતશાંતિ, મોટી શાંતિ, સકલાર્ડનો પાઠ કરીશ. મેં છે ૧૪૮. હું ખુલ્લા હોલમાં જ બેસીશ. રૂમમાં બેસવું પડે તો પણ બારણું ખુલ્લું રાખીને બેસીશ. છે ૧૪૯. હું સાધ્વીજીઓએ લાવેલા ગોચરી-પાણી વાપરીશ નહિ અને મારા ગોચરી-પાણી સાધ્વીજીઓને ૪
આપીશ નહિ. ૧૫૦. હું એકલા સાધ્વીજીઓને-એકલા બહેનોને એક ગાથા આપવા જેટલું પણ ભણાવીશ નહિ? ૧૫૧. હું ગોચરી વહોરવા જઈશ ત્યારે કોઈને ધર્મોપદેશ-બાધા આપીશ નહિ. ૪ ૧૫૨. હું હાથ દ્વારા ટેબલ-પાટ વગેરે ઉપર સંગીતધ્વનિ ઉત્પન્ન કરીશ નહિ. ૪ ૧૫૩. હું ડગડગતા ટેબલ-પાટ નહિ વાપરું, એને સ્થિર કર્યા બાદ વાપરીશ. જ ૧૫૪. હું બપોરે ગોચરી વાપર્યા બાદ તરત પાત્રાઓ બાંધી લઈશ. ૪ ૧૫૫. હું માણસો પાસે પાણીના ઘડા મંગાવીશ નહિ, કોઈ લાવશે તો વહોરીશ નહિ. ૪ ૧૫૬. હું આકર્ષક ચશ્માની ફ્રેમ નહિ રાખ્યું અને વધુમાં વધુ બે જ ચશ્માની ફ્રેમ રાખીશ. જે ૧૫૭. હું વડીલો કરતા ઉંચા આસને બેસીશ નહિ. ૧૫૮. હું ખુરશી પર નહિ બેસું. ૧૫૯. હું ચોમાસા વિના પાટનો ઉપયોગ નહિ કરું. ૧૬૦. હું રોજ સાથે રહેલા તમામ વડીલ સંયમીઓને વંદન કરીશ, રહી જાય તો છેવટે સ્થાપનાજી છે
સામે તેમને વંદન કરી લઈશ. ૧૬૧. હું મારી પ્રશંસા નહિ કરું, થઈ જાય તો બે દ્રવ્યનું એક ટંક કરીશ. જે ૧૬૨. હું કોઈની પણ નિંદા નહિ કરું, થઈ જાય તો બે દ્રવ્યનું એક ટંક કરીશ. ૪ ૧૬૩. હું મારી જાતે મારો કોઈપણ શિષ્ય નહિ બનાવું. ગુરુજી મને જે શિષ્ય કરી આપે એનો જ ?
સ્વીકાર કરીશ. મારી પાસે કોઈપણ મુમુક્ષુ તૈયાર થાય તો “એ મારો શિષ્ય થાય” એવી છે
લેશપણ અપેક્ષા વિના મારા ગુરુજીને જ એ સમર્પિત કરી દઈશ.. ૧૬૪. ઉપાશ્રયમાં આવેલા ગૃહસ્થો ગુરુને કે વડીલને મળી લે એ પછી જ એ ગૃહસ્થો સાથે વાતચીત કરીશ. મેં છે ૧૬૫. મને મળવા આવેલા ગૃહસ્થોને પણ સૌ પ્રથમ ગુરુ / વડીલ પાસે મોકલીશ, પછી જ એમને મળીશ. આ ૪ ૧૬૬. વિજાતીય પરિચય થવાના ભયને લીધે હું ગૃહસ્થોને રક્ષાપોટલીઓ આપીશ નહિ. ૪ ૧૬૭. હું ગુરુની રજા વિના વાસક્ષેપ નાંખીશ નહિ. ૪ ૧૬૮. મારા કરતા વડીલ સંયમી સાથે હોય તો હું સ્થાપનાચાર્યજી રાખીશ નહિ. ૪ ૧૬૯. જે સ્થાનેથી ગૃહસ્થોના ઘરમાં દૃષ્ટિ પડે તે સ્થાને હું બેસીશ નહિ. ૪ ૧૭૦. હું સારી ગોચરીની પ્રશંસા કે ખરાબ ગોચરીની નિંદા કરીશ નહિ. ૪ ૧૭૧. હું જે ટપાલ લખું એ અને મારી ઉપર જે ટપાલ આવે તે ગુરુ / વડીલને વંચાવીશ - એ પછી
જ મોકલીશ | વાંચીશ. જે ૧૭૨. હું ગૃહસ્થો પાસે સીધી કોઈપણ વસ્તુ મંગાવીશ નહિ, પણ ગુરુ / વડીલ દ્વારા જ એ વસ્તુ મેળવીશ. મેં