________________
પરમ પૂજય આ. હેમસુંદરસૂરીશ્વરજી મ.સા.ના ઉપકારોનું પણ સ્મરણ કરું છું.
પૂજય ગુરૂમાએ આત્માનું સાધીને આશ્રિતોનું યોગ-ક્ષેમ કર્યું. શ્રી સંઘને સુસંયમ, સગુણ, સાધના, સમાધિમયજીવનનો આદર્શ આપ્યો અને સાથે સાથે ચિંતનનો ખજાનો આપીને સ્વજીવનને કૃતકૃત્ય કર્યું. ગુરુમાના આ ચિંતનના ખજાનાને શ્રી સંઘની સમક્ષ ખુલ્લો મૂકતા સહભાગી યાત્રીઓને કેમ ભૂલી શકાય !!!!
૮૫ વર્ષની જૈફવયે સ્વસાધના, સ્વાધ્યાય, જ્ઞાનદાનમાં રત રહેવા છતાં ગુરૂમાના સ્વહસ્તે લખેલા લેખોને વ્યવસ્થિત કરીને આ પુસ્તક તરીકેનો પ્રકાશ આપવામાં પ્રધાનભોગ આપનારા સુશ્રાવિકા સુનંદાબહેનના સહકાર બદલ અમે એમનો ખૂબ-ખૂબ આભાર માનીએ છીએ તથા સાથો સાથ ડૉ. પ્રિતમબહેનની સહાયકતાને પણ કેમ ભૂલી શકાય? તેઓના પણ અમે ઋણી છીએ. આ સાથે પરાગભાઈએ ગત બે પુસ્તક નવપદ અનુભૂતિ તથા એ ગિરિવરને સેવતાં આતમ નિર્મલ થાય તથા આ ચાલુ પુસ્તકમાં તૈયાર કરવામાં અમને ખૂબ જ સાથ-સહયોગ આપ્યો છે તેમનો ખૂબ-ખૂબ આભાર માનીયે છીએ. વળી પ્રગટ-અપ્રગટ સહાય કરનાર સર્વેના અમો ઋણી છીએ
આ પુસ્તકના પૂફરીડીંગમાં અનભિજ્ઞપણે જે કાંઈ ક્ષતિ રહી હોય તો ક્ષમા આપશો તથા ક્ષતિ પ્રત્યેનું ધ્યાન દોરવા કૃપા કરશો.
આ પુસ્તકના વાંચન દ્વારા આત્માના અનુભવના ઉજાસમાં પરમપદને પ્રાપ્ત કરે એ જ શુભાભિલાષા. જિનાજ્ઞા વિરુદ્ધ કાંઈપણ લખાયું હોય તેની ક્ષમા યાચું છું.
પ.પૂ. અધ્યાત્મમગ્ન ગુરૂમાતા પદ્મલતાશ્રીજી મ.સા.
ની ચરણસેવિકા ભાવપૂર્ણાશ્રીજી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org