________________
પ્રસ્તાવના
સાગરના તટ ઉપર શીતળ લહેર મળે છે, ઉદ્યાનમાં વિવિધ ફૂલોની મહેક મળે છે, સરિતા પાસે શીતલ જળ મળે છે. વૃક્ષ પાસે ઘટાદાર છાંયો મળે છે. મેઘ જીવસૃષ્ટિને જીવાડે છે. ધન મનુષ્યની જીવાદોરી બને છે તેમ ગુરૂમાનું જીવન સંસ્કાર આપે છે અને ગુરુમાની વાણી સદ્ગુણ આપે છે.
ગુરુમા માત્ર દેહથી સાધ્વી પર્યાયને ધારણ કરતાં હતાં. પરંતુ તેમનું જીવન એક સંતની ભૂમિકાની મહેક પ્રસરાવતું હતું. કારણકે તેઓ આત્મતત્વ સાથે જોડાયેલા હતા. લઘુવયથી તેમની જીવનચર્યા, વાણીની મૃદુતા, સરળતા, ગંભીરતા, ઉદારતા, વિચક્ષણતા, પરોપકારવૃત્તિ, કુમુદ નામ પ્રમાણે ગુણથી સુવાસીત બનેલી હતી. તેમાં સહજ વિરાગદશા જાતિમાન સુવર્ણની જેમ જન્માન્તરીય આવેલી હતી. તેથી જ કુટુંબમાં, સમાજમાં, ગામમાં, શ્રી સંઘમાં સુસંસ્કારો તથા સદ્ગુણોથી યુક્ત તેમનું વૈરાગી જીવન ચમત્કૃત કરનારું હતું.
વળી, ભરયૌવનવયમાં આત્માને પીછાનવા, આજ્ઞાધર્મનું પાલન કરવા જીવનને પ્રભુના ચરણોમાં સમર્પિત કર્યું અને સદ્ગુરૂએ તેમને સમર્પણગુણ ખૂબ છૂટાવ્યો. આત્માભિમુખ એવી નિર્મળ આચારસંહિતાના ઝરણામાં ખળખળ વહેતાં સદ્ગુરૂના કૃપાપ્રવાહથી પ્રાપ્ત થયેલી નિર્મળ અંતઃકરણની ચાદર ઉપર શુદ્ધાત્મદશાની અનુભવ પ્રાપ્તિનો માર્ગ સલ્લુરૂએ શક્તિપાત રૂપે ક્ષેપ કર્યો. તેમને કેવો ઝીલ્યો ? તે આપણે તેમના જ એક-એક શબ્દોનું પાન કરતાં-કરતાં અનુભવીશું અને પરમતૃપ્તિને પામીશું. બેશકઃ મહાપુરુષોના પગલે ચાલતાં ચાલતાં તેમણે જે મેળવ્યું તેના સહભાગી બનીશું. મહાપુરૂષોના હૃદયમાં જે અનુભવધન હતું તે મહાપુરુષોના હૃદયંગમી બની તેમની પાસેથી સહજતાથી સુપાત્રપદ પામીને હૃદયસ્થ કર્યું.
આત્મસમદર્શિત્વભાવથી સર્વજીવસૃષ્ટિ તેમની આત્મજન હતી, પરમાત્મભક્તિમાં પરમાત્મસ્વરૂપ પ્રાપ્તિની તડાનતા હતી, સદ્દગુરૂને સમર્પિત જેમનું જીવન હતું, વ્યવહારશુધ્ધિ ઔચિત્યપૂર્ણ હતી, જડ-ચેતનના ભેદમાં વિવેકયુક્ત જાગૃતિ હતી, જેમની ગુણદૃષ્ટિ સ્વ-પર સર્વને ઉજાળતી હતી, તેમની તત્વદૃષ્ટિ અસિમિત હતી, શુધ્ધસ્વરૂપની ખોજ અપર્યાપ્ત હતી, તેમનો શુદ્ધાત્મ ગુણસંવેદનનો અનુભવ પર્યાપ્ત હતો. જેથી જીવો સાથે જીવ્યા તો પણ નિરાળા રહ્યા, દેહ સાથે પ્રતિક્ષણ રહેવા છતાં દેહથી નિસ્પૃહી રહ્યા, સદ્ભાવ અને સદ્વિચારયુક્ત ચિંતનમાં નિરાભીમાની રહ્યા.
આવા અગણ્ય ગુણોમાં વિહરતા ગુરૂમાએ જડભાવને ઉવેખીને આત્મતત્વને પામી સતત અનુભવ ચિંતન પોતાના સ્વાધ્યાય માટે કંડાર્યું. તેને આપણે તેમનાં જ શબ્દોમાં નિહાળીયે....
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org