Book Title: Sadhakno Antarnad Part 1
Author(s): Padmalatashree
Publisher: Pooja Rohit Doshi

View full book text
Previous | Next

Page 17
________________ ગુરુમા જે સદ્ગુરૂજનોનાં સાંનિધ્યથી, તેમની વાણીના પાનથી, તેમની કૃપાદૃષ્ટિથી આંશિક સહજ અવસ્થાને પામ્યા તે જ સદ્ગુરૂના નામ સ્મરણથી આપણે પણ તેમના માર્ગે આગળ વધીયે..... કુટુંબના કુલગુરૂ પરમપૂજય યોગનિષ્ઠ શ્રી બુદ્ધિસાગરસૂરીશ્વરજી મ.સા. પરમપૂજય સંઘસ્થવીર દાદાગુરૂદેવશ્રી આ. સિદ્ધિસૂરીશ્વરની મ.સા. (બાપજી મ.સા.) દિક્ષાપ્રદાતા પરમપૂજય સરળસ્વભાવી શ્રી મનોહરસૂરીશ્વરજી મ.સા. સંયમજીવનનું ઘડતર કરનારા પરમપૂજય મુનીમહંત શ્રી સુમિત્રવિજયજી મ.સા. જેમણે પૂજયગુરૂમાને પોતાના હૃદયમાં ચોથાઆરાના સાધ્વીજી સદૃશ સ્થાન આપ્યું છે તેવા સંયમના પાલનહારા પરમપૂજય વર્ધમાનતપોનિધિ, શ્રી ભદ્રંકરસૂરીશ્વરજી મ.સા. અધ્યાત્મધન આપનાર પરમપૂજય પં. પ્ર. અધ્યાત્મયોગી શ્રી ભદ્રંકરવિજયજી મ.સા. પરમપૂજ્ય તપસ્વીસમ્રાટ શ્રી હિમાંશુસૂરીશ્વરજી મ.સા. . તત્વજ્ઞાનગોષ્ઠી કરાવનારા પરમપૂજય શાંતસ્વભાવી શ્રી કુંદકુંદસૂરીશ્વરજી મ.સા. પરમપૂજય શ્રુતપ્રવર્તક મુનીરાજ શ્રી જંબુવિજયજી મ.સા. આ ચિંતનકર્ણિકાને શ્રી સંધ સમક્ષ પ્રદાન કરવાની પ્રેરણા કરનાર પરમપૂજય ભક્તિયોગાચાર્ય આ. યશોવિજયસૂરીશ્વરજી મ.સા. સદ્ગુણોની સુવાસથી સુવાસિત પરમપૂજય પં.પ્ર. શ્રી વ્રજસેનવિજયજી મ.સા. પરમપૂજય પ્રખરપ્રવચનકાર શ્રી નરરત્નસૂરીશ્વરજી મ.સા. સંયમદાતા ગુરૂમાતા પરમપૂજય વિદૂષી સાધ્વીજી શ્રી પ્રભાશ્રીજી મ.સા. જન્માન્તરીય સાધનાને નિખારવાનું કાર્ય ઉપર્યુકત સદ્ગુરૂભગવંતોને કર્યું. સ્વસામર્થ્ય, ધરખમપુરુષાર્થ, સતત જાગૃતિ અને સ્વસ્વરૂપના ચિંતન, મનન, ધ્યાનના સતત અભ્યાસના કારણે પ્રાપ્ત થયેલા આત્માનુભવને કારણે મહાપુરુષોએ ગુરૂમાને “ચિંતન, મનન, ધ્યાનની પેલેપાર અનુભૂતિનાક્ષેત્રને પામેલા યોગીજનોના માર્ગમાં પ્રવેશેલા કહ્યા છે’’ પરમપૂજય ભક્તિયોગાચાર્ય શ્રી યશોવિજયસૂરીશ્વરજી મ.સા.ની પાવનપ્રેરણાથી પ્રકાશીત થનાર આ પુસ્તકને પૂજયશ્રીએ શાસનના અગણીત કાર્યોની વચ્ચે પણ બરાબર રીતે અવલોકીને કૃપા કરીને પ્રસ્તાવના લખી આપી અમોને કૃતકૃત્ય કર્યા છે. તથા પરમપૂજય અધ્યાત્મયોગી પં. પ્ર. શ્રી ભદ્રંકરવિજયજી મ.સા. ના અનન્ય કૃપાપાત્ર પરોપકારાદિગુણોપેત પરમપૂજય પં. પ્ર. શ્રી વજ્રસેનવિજયજી મ.સા. દ્વારા પૂજય ગુરુમાના આ પુસ્તક અંગેનું લખાણ જોઈને આત્મીય ભાવે બે બોલ લખાયા છે. તે માટે અમો પૂ. પં. પ્ર. ભદ્રંકરવિજયજી મ.સા. હતા ત્યારથી તેમના ઋણી છીએ અને આ પ્રસંગે વધુ ઋણી બન્યા છીએ. આ સાથે પરમપૂજય સ્વસંયમનિષ્ઠ પ.પૂ. શ્રી હરિશ્ચંદ્રવિજયજી મ.સા. તથા અધ્યાત્મપ્રવચનકાર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 ... 216