________________
તા. ૧૬ બ્રુઆરી ૨૦૦૪
કેળવવી એ બહુ મોટી વાત છે. જીવનની સાર્થકતા એમાં એલી છે. આજના માહિતી યુગમાં વિશ્વકોશની ઉપયોગિતા સ્વયંસ્પષ્ટ છે. દુનિયા ખિસ્સામાં રહે તેટલી નાની થઈ ગઈ છે. વિવિધ દેશો અને સંસ્કૃતિઓની પ્રજાના વાળની લટો એકબીજીમાં ગૂંથાતી જાય છે. માહિતી પર જીવતા આજના માનવી માટે વિશ્વકર્માશ અનિવાર્ય સાધન છે. શજિંદા જીવનના માર્ગદર્શન ઉપરાંત પ્રજાના માનસનું ઘડતર આ પ્રકારનાં જ્ઞાનસાધનોથી થાય છે તેનું જવલંત ઉદાહરણ ૧૮મી સદીમાં ફ્રેન્ચ એન્સાઇક્લોપીડિયાએ પૂરું પાડ્યું છે.
એ રીતે વિશ્વકોશ કાન્તિનું વાહન બનવાની ક્ષમતા ધરાવે છે. ક્રાન્તિનું મૂળ વિચાર છે. વિચારનું મૂળ શાન છે. જ્ઞાનનું મુળ માહિતી છે અને વિશ્વકોશ તો શુદ્ધ અને સંગીન માહિતીનો ભંડાર છે. સમાજને વિચારનું બળ પૂરું પાડનાર વિશ્વકોશ છે. જેને પિતા ન હોય તો વિશ્વકોશ તેનો પિતા છે.’
પ્રબુદ્ધ જીવન
ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ ડૉ. કુમારપાળ દેસાઈએ ગુજરાતી વિશ્વાશને ગુજરાતી ભાષાની વિદ્વત્તાનો ચમત્કાર ગણાવતાં જણાવ્યું કે 'આ એક એવો જ્ઞાનયજ્ઞ છે કે જેમાં સહુ કોઈ પોતાનો અર્ધ્ય અને આહૂતિ હૉર્મ છે. ગુજરાતના વિપુલ જ્ઞાનધનની વિશ્વકોશની રચના દ્વારા સહૂને પરિચય પ્રાપ્ત થયો છે.
" પ્રજાની પ્રગતિ અને સમૃદ્ધિનું માપ એની જ્ઞાનસહજતાથી અને જ્ઞાનસાધનોની વિપુલતાથી મળે છે અને જ્ઞાનવિજ્ઞાનની શાખાઓની તમામ સંપત્તિઓ એક જગાએ ઉપલબ્ધ થતી હોય તો તે વિશ્વકોશમાં વિશ્વકોશ એટલે સર્વવિદ્યાનો કોશ. ગુજરાતી વિશ્વાશ અમદાવાદ, મુંબઈ થઈને કોલકાતા પહોંચ્યો છે અને હવે પૂર્ણ અને અન્ય શહેરોમાં તેમજ વિદેશમાં પણ તેનું આયોજન થશે. જેથી વિશ્વના ગુજરાતીઓ સુધી ગુર્જરસમૃદ્ધિ ધરાવતી વિશ્વકોશ પહોંચી શકે.
વરિષ્ઠ કવિશ્રી ચંદ્રકાન્ત શેઠે કહ્યું કે ‘૨૨મા ગ્રંથમાં ૬૭૦ જેટલાં લખાણો મળે છે અને ગુજરાતી વિશ્વકોશ એ ગુજરાતની મહત્ત્વની સાંસ્કૃતિક પટના છે. વ્યક્તિના જીવનમાં આત્મદર્શન અને વિશ્વદર્શન બે મહત્ત્વની ઘટના છે. આત્મદર્શન માટે ઘણું કરવું પડે તે જ રીતે વિશ્વદર્શન માટે પણ. આત્મદર્શન માટે પૂજાની ઓરડી હોવી જોઈએ તેમ વિશ્વકોશ પણ ઘરમાં હોવો જોઈએ. બાવીસમા ગ્રંથમાં ૧૭૯ લેખકો દ્વારા લખાયેલા ૬૭૦ અધિકરણો એમાં ૨૨૫ માનવવિજ્ઞાનનાં, ૨૪૩ વિજ્ઞાનનાં, ૨૫૨ સમાજવિદ્યાનાં મળે છે. સાગ, સફરજન કે સરદાર સરોવર યોજના વિશે પણ સિલસિલાબંધ માહિતી મળે. ગુજરાતી વિશ્વકોશ આપણા બધાનો છે. ગુજરાતી વિશ્વકોશ એ ગુજરાતની બહુ મોટી ઘટના છે અને એમાં કોલકાતા જોડાયું તે વિશિષ્ટ ઘટના છે. હવે વિશ્વકોશનો વિદ્યાના વિતરણમાં વધુ ને વધુ ઉપયોગ થાય તે જોવાની જરૂર છે.’ વિશ્વકોશની ઉપયોગિતા વિશે ડૉ. શિલીન શુક્લે કહ્યું કે, 'તમામ
સ્તર, વ્યવસાય અને કાર્યો કરતી વ્યક્તિઓને વિશ્વકોશ ઉપયોગી બંને છે. આંતરવિદ્યાકીય અભિગમ માટે પણા વિશ્વાશ જરૂરી છે. અને એના દ્વારા માહિતી, ભાષાની સમૃદ્ધિ અને પરિભાષા વિકાસ સાધે છે.
આંતરવિદ્યાકીય અભિગમ માટે પણ વિશ્વાશ એક મહત્ત્વની બાબત છે. વિશ્વકોશ વ્યક્તિની જાણકારી, ભાષાની સમૃદ્ધિ અને પરિભાષાને વિકસાવે છે. પરિભાષાને લીધે સંસ્કૃતમાં અનેક શબ્દોની સાથે તે સંબંધ જોડી આપે છે. સંસ્કૃતને ફરીથી લોક-સમાજમાં સજ્જન કરવાની પ્રક્રિયા વિશ્વકોશ દ્વારા આડકતરી રીતે થઈ રહી છે. વિશ્વકોશ ભાષાનું ગૌરવ વધારે છે.
વિશ્વકોશ આમ જોવા જઈએ તો અનેક ઈશ્વરના નામનો, એના ભાવોનો, એના જ ગુણોનો, એની ક્રિયાઓનો જ સમૂહ છે. વિશ્વકોશ એ મારે મન તો ઈશ્વરનું એક અલગ પ્રકારનું પુજન છે.’
ધન્ય ગુર્જરી કેન્દ્રના અન્વર્ય પ૦૦ પાનાંના ગુજરાત વિશેની પ્રમાણભૂત માીિતી આપતા અનેક લેખકો દ્વારા લખાયેલા સ્રોતગ્રંથ ગુજરાત'નું આશાપુરા માઈનર્કમના ચેરમેન શ્રીનવનીતભાઈ શાહે વિમોચન કરતાં જણાવ્યું કે, 'જે વાંચે છે, લખે છે, જુએ છે, પૂછા કરે છે અને પંડિતો પાસે રહે છે તેની બુદ્ધિ સૂર્યનાં કિરણોથી વિકસિત થતાં કમળની જેમ વધે છે. પંડિતોની ઉપાસના કરીને આ ગ્રંથપ્રકાશન થયું છે. આ ગ્રંથ ગુજરાતની અસ્મિતાના સંવર્ધન અને સંરક્ષણનો છે. આજે ૨૧મી સદીમાં ભારતમાં જ્યારે અર્થ વ્યવસ્થા ઝડપથી વિકસી રહી છે ત્યારે શિક્ષણને સર્વોપરી નહિ બનાવીએ અને આંતરિક અને બાહ્ય બંને શિક્ષણ પર ભાર નહિ આપીએ તો તે અપૂરતું ગણાશે. એ રીતે 'ગુજરાત' ગ્રંથની ઉપયોગિતા અનેકગણી વધી જશે.”
‘હસ્તપ્રતવિજ્ઞાન’ પુસ્તકનું શ્રી ચંપકભાઈ દોશીએ વિમોચન કર્યું અને આ લખનારે એનો પરિચય આપતાં કહ્યું કે, 'આ એક બહુ જ ઓછું ખેડાયેલું શાસ્ત્ર છે ત્યારે વિશ્વકોશે આ એક ઉત્તમ કામ કર્યું છે. પૂર્વસૂરિઓએ લખેલી વીસ લાખ હસ્તપ્રતો વાખેડાયેલી ભંડારોમાં પડેલી છે. ત્યારે તેને ઉકેલવામાં આ પુસ્તક મહત્ત્વનું કામ કરશે. બ્રાહ્મી લિપિ અને શૂન્ય એ ભારતે વિશ્વને આપેલી બૌદ્ધિક દેણ છે. '
સમારંભના અધ્યાધીસી.કે. મહેતાએ વિશ્વકોશના આ ગ્રંથોમાંથી જરૂરી ભાગોનું અંગ્રેજી અને ભવિષ્યમાં બંગાળીમાં પણ અનુવાદ થાય તેવી ભાવના વ્યક્ત કરી. એઓશ્રીએ વધુમાં ભાવવાહી સરે કહ્યું કે, ‘બે સાહિત્યકારો વચ્ચે આપે મારા જેવા અભાને બેસાડતો છે. મારા ગુરુએ કહ્યું હતું કે તે જ્ઞાનીની સેવા કરીશ તો આવતે જન્મે તેને ચોક્કસ જ્ઞાન મળશે.'
સમારંભના પ્રારંભે જૈન એકેડેમી કલકત્તાના શ્રી હર્ષદ દોશીએ સ્વાગત પ્રવચનમાં વિશ્વકોશ-પ્રોજેક્ટને ગુજરાતી ભાષાને ખરા