________________
તા. ૧૬ એપ્રિલ, ૨૦૦૭
પ્રબુદ્ધ જીવન
વિશ્વવ્યાપી સ્વયંસંચાલિત અદ્ભુત ન્યાયતંત્ર
– ગુણવંત બરવાળિયા
સતયુગ કયુગના શૈશવકાળની વાત છે. યુગલિક યુગના અસ્તાયળના સમયે યુગલમનુો સુખરૂપ જીવન પસાર કરતા હતા. માનવજીવનમાં અપરાધભાવનો ઉદય થર્યો ન હતો. ઈર્ષા, નિંદા, ચોરી, હિંસા, લડાઈ, ઝઘડા ન હતા.
કાળચક્ર વીતતા કલ્પવૃક્ષની શક્તિ ક્ષીણ થવા લાગી. પરિવર્તન, કુદરતનો નિયમ છે. સંક્રાતિકાળ પછી કુલકર વ્યવસ્થાનો વિકાસ થયો. કુળના રૂપમાં સંગઠિત સમૂહના નેતાને કુલકર કહેતા. આ વ્યવસ્થામાં ત્રણ પ્રકારની દંડનીતિ પ્રચલિત હતી.
કુલકર વિમલવાહનના સમયમાં ‘હકાર' નીતિનો પ્રયોગ થતો હતો. એ સમયે માનવ ઊંચ નીતિમત્તાવાળો અને લજ્જાવું હતો. તેં આમ કર્યું ? બસ આટલું કહેવું તે જ ઉચ્ચ પ્રકારનો દંડ હતો. આટલું સાંભળવું પડે તે પરિસ્થિતિ જ માનવ માટે અસહ્ય હતી. માનવી આવા જ હ્રદયનો હતો.
યશસ્વી અને અભિચંદ્રકુલકરના સમયમાં નાના અપરાધ માટે હાકાર અને મોટા અપરાધ માટે માકાર એટલે આવું ન કરો એટલું કહેવું તે જ દંડ હતી.
પ્રસેનજિત, મરુદેવ અને નાભિ કુલકરના સમયમાં ધિક્કાર નીતિ ચાલી. નાના અપરાધ માટે હાકાર, મધ્યમ અપરાધ માટે માકાર, અને મોટા અપરાધ માટે ધિક્કાર નીતિનો પ્રયોગ થતો હતો. એ સમયનો માનવી, સમાજ અને રાજ્યના નિયમોમાં રહેનારો, મર્યાદાયિ અને ઋજુ હતો. બે શબ્દો દ્વારા તેમણે કરેલા અયોગ્યકાર્યનું હુંઃખ પ્રદર્શન કે ધિક્કાર તેને માટે મૃત્યુદંડ સમાન હતું.
જૈનોના પ્રથમ તીર્થંકર શ્રી સદેવ જ્યારે રાજ્ય સંભાળતા હતાં ત્યારે સમાજ જીવન રાજ્યવ્યવસ્થા અને સુરક્ષાવ્યવસ્થામાં ક્રાંતિકારી પરિવર્તનો કર્યા. એ સમયમાં અપરાધીને ઠપકો આપવો, નજરકેદ કરવો એટલે નક્કી કરેલા ક્ષેત્રની બહાર જવા પર પ્રતિબંધ અને બંધન તથા દંડો ઉગામવા સુધીની દંડનીતિનો વિસ્તાર થયો હતો.
સમાજજીવન સુચારુ રીતે ચાલે અને રાજ્યકારભાર વ્યવસ્થિત ચાલે, ગુનાઓનું સામ્રાજ્ય ન છવાઈ જાય માટે માનવીઓએ કાયદાદ પડ્યા. દરેક વ્યક્તિને ન્યાય મળે અને ગુનેગારોને સજા મળે તેવી ન્યાયાધીશ અને ન્યાયાલય દ્વારા ન્યાયતંત્રની રચના કરી.
૧૧
કાયદાની કલમ દ્વારા અપરાધીને ગુનેગાર ઠરાવી સજા કરાવી શકાય. આ સજા થવાના અને સમાજમાંથી પ્રતિષ્ઠા જવાના ડરે કેટલીક વ્યક્તિઓ ગુના આચરતી અટકી જાય છે. એવા ઉમદા હેતુથી ન્યાયતંત્રની પ્રતિષ્ઠા કરવામાં આવે છે.
રાજાઓ કે રાજાઓએ નીર્મલા ન્યાયાધીશો ઝડપી અને યોગ્ય ન્યાય પ્રજાને આપતા. કેટલાક ન્યાયપ્રિય રાજાઓએ ગુનેગાર જણાતા પોતાના પુત્ર કે પરિવારજનોને પણ આકરી સજાઓ કરી અને પ્રજાને ન્યાય આપ્યો છે. તેવા અસંખ્ય પ્રસંગો ભારતના ઇતિહાસમાંથી આપણને મળશે.
સાંપ્રત સમાજજીવન સંકુલ અને વિષમ બની ગયું છે. અપરાધ અને આતંકની દુનિયાનો બેહુદો વિસ્તાર થયો છે. ગુનાખોરીએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે.
કાયદા એટલા બધા વધી ગયા છે કે દરેક પ્રવૃત્તિ અને સમગ્ર જીવનનું જાણે કાયદા દ્વારા નિયમન કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે.
નીચલી અદાલતથી માંડીને સર્વોચ્ચ અદાલત અને આંતરરાષ્ટ્રીય ન્યાયાલયો સુધી વિશ્વમાં ન્યાયતંત્રનો વિસ્તાર થયો છે. કોર્ટ, વકીલ અને કાયદાની કલમીના જંગલમાં અથડાતા કુંટાતા માનવી માટે ન્યાય મેળવવા ખર્ચાળ અને વિલંબિત બની ગયો છે.
જૈનદર્શનના કર્મવિજ્ઞાનના સંદર્ભે દંડનીતિ સમજવી માનવજીવન માટે કલ્યાણકારક છે. દાર્શનિક કર્મવિજ્ઞાનના મતે, જૈમ સમાજ અને રાજ્યના સ્તરે કાઝી, મુખી, ન્યાયનું પંચ, લોકઅદાલત કે સરકારનું ન્યાયતંત્ર લોકોને ન્યાય અપાવવા કાર્યરત છે. તેમ એક વિશ્વવ્યાપી અદ્ભુત સ્વયંસંચાલિત કર્મની કોર્ટે છે. આપણી તમામ કોર્ટમાં હ કૉમ્પ્યુટર આવ્યા નથી. પરંતુ કર્મની કોર્ટ ક્ષતિરહિત સુપ૨ કૉમ્પ્યુટરથી સ્વયં સંચાલિત, વાયરસ કે સદી પરિવર્તનના ભય વિના અનાદિથી ચાલી રહી છે અને અનંત ચાવડો
એક શ્રીમંત યુવાન ખૂનના કેસમાં સપડાઈ ગયો. એને ઊંચી ફી આપીને બાહોશ વકીલ રાખ્યો. કેસ ચાલ્યો. સામાપક્ષના ધારાશાસ્ત્રીએ બધી દલીલો કરી. ન્યાયાધીશે પેલા વકીલને કહ્યું કે હવે તમે દલીલ કરી. પણ આશ્ચર્ય ! એશે કોઈ દલીલ જ ન કરી. છેવટે ન્યાયાધીશે ચૂકાદો આપ્યો કે 'હેન્ગ હીમ'. પેલા વકીલે મલકાઈને પોતાના અસીલના કાનમાં કહી દીધું કે ચિંતા ન કરીશ. તેને બચાવી લઈશ. ફાંસીનો માંચડો તૈયાર થયો. યુવાનના ગળામાં દોરડું ભરાવાયું અને સહેજ જ પાટિયું ખસ્યું કે તરત જ દોરડું ખેંચનારને
પ્રાચીન ભારતમાં ન્યાયતંત્ર પર લોકોને પૂર્ણ વિશ્વાસ હતો. કાઝી, અટકાવી દઈને વકીલ બોલ્યો ઃ સજામાં માત્ર હેન્ગ હીમ. આજ આદેશ
સંસારની કોર્ટમાં તો જે ગુનેગાર પ્રત્યક્ષ દેખાતો હોય, ગુનો દેખનાર સાથી મળે, પ્રત્યક્ષ કે સાંયોગિક પુરાવા ઉપલબ્ધ હોય તો જ ગુનેગારોને સજા થઈ શકે છે.
સાંયોગિક પુરાવાને કારણે નિર્દોષને દંડાઈ જવાનો પણ ભય રહે છે. ખોટા સાક્ષી, કપટ કે પડયંત્રના ર્માર્ગ નિર્દોષને પણ દોષી ઠેરવી શકાય છે.