________________
પ્રબુદ્ધ
વહેંચણી કરી. બાર વર્ષ બીલખામાં રાડા, બાર વર્ષથી વધુ એક સ્થાને ન રહેવું એવી પ્રતિજ્ઞા કરી. સાધુ તો ચલતા ભલા એ આદર્શ સ્વીકાર્યો અને ત્યાંથી પહોંચ્યા હિમાલય. આ હિમાલયમાં વીસ વ૨સ સુધી ઘૂમ્યા. કેટકેટલાં યોગી અને સિદ્ધ પુરુષોનો એઓને સંપર્ક થયો હશે ? કેટલી અને કેવી ‘તેજસ્વીતા’ એઓ પામ્યા હશે ? આ તો અનુભવે જ સમજાય.
હિમાલયથી સિંધના રસ્તે માતૃભૂમિ કચ્છ પહોંચ્યા ને કચ્છ જંગીમાં આશ્રમ સ્થાપ્યો. અહીં પણ અજ્ઞાન અને અંધશ્રદ્ધા ! સર્વત્ર પ્રેમ અને ભક્તિની વાવણી અને વહેંચણી કરી. પરિણામે અનેકોના જીવનમાં પરિવર્તન આવ્યું. કાવડ લઈ ઘેર ઘેર ભિક્ષા માગવા જઈ લોકસંપર્ક જીવંત રાખ્યો. જે લોકસેવક બને તે જ સાચો રિસેવક બની શકે.
.
સાધના એવી કે ન રહી હીંગ ભેદ કે ન રહ્યો જાતિ ભેદ કે ન રહ્યો ચૈતન-અચેતન ભેદ. સર્વત્ર અને સર્વમાં રિ જ હદ, અને હિર દર્શન!
બાલારામ ગધેડો અને મોતીરામ કૂતરો આ બે એમના પશુ મિત્રો, બાલારામની પીઠ ઉપર પાણી ભરેલા બે માટલા અને એક લોટો મૂકવામાં આવતો અને કચ્છના અફાટ સૂકા રણમાં ભૂલા પડેલા તરસ્યા મુસાફરોને આ પશુઓ પાણી પાતા ફરતી પરબ જેવા આ પશુઓ ભૂલા પડેલાને માર્ગ બતાવે એવા કુશળ! આવી કુશળતા શિખવવા માટે દાદા પોતે રણમાં આ પશુઓ સાથે કેટલું ઘૂમ્યા હશે એની તો કલ્પના જ કરવી . માનવ સભ્યતાના ઈતિહાસમાં આવી મોબાઈલ સર્વિસનો તો જોટો જડવો મુશ્કેલ છે.’
લોકભક્તિ અને હરિભક્તિ કરતાં કરતાં દિવાળીને આગલે દિવસે સાંઠ વર્ષની વયે ધ્વંગમાં જીવતા સમાધિ લીધી, સાથે બાર શિષ્યભક્તોએ પણ સમાધિ લીધી. લાલારામ અને મોતીરામ પણ સાથે જ.
પ્રા. શ્રીલાભશંકર પુરોહિત કહે છે તેમ ‘‘મેકણ નોખી કિસમનો ઓલિયો પુરુષ છે. એ જેટલા ઇશ્વરનિષ્ઠ છે એટલા જ લોકનિષ્ઠ છે. એમની સાખી ‘આંખો કી દેખી' એટલે સાક્ષીપણાની છે. આ ‘સાક્ષી' પરથી ‘સાખી’ શબ્દ ઊતરી આવ્યો.''
આ ઇસમને વધુ ઓળખવા માટે તો ‘સંત કવિ મેકણદાદા’ શીર્ષકથી ડૉ. વિઠ્ઠલભાઈ ઠુમરૈના લખેલા શોધ પ્રધિ ગ્રંથ પાસે જવું
પડે.
એક વખત કચ્છી ભાષાના એક વિદ્વાન મિત્રને મેં વિનંતિ કરી હતી કે રંગમંચ ઉપર કબીર, તુલસી, વિવેકાનંદ ભજવાય તો કછી . બાનીમાં દાદામ કા કેમ નહિ ? તો એ દાયકછી સાખીનો ઉત્સવ બની જાય!
પરંતુ પોતાના કણ કણમાં મેકાની બીકને અનુભવી સંત મેકણની ૧૨૧ કચ્છી બાનીની સાખીઓનું ગુજરાતીમાં ભાષાંતર કરી જે ‘શ્રવણ’કાર્ય ભાઈ સુરેશ ગાલાએ કર્યું છે એનો સ્વાદ તો જરૂર મ્હાણીએ. કોઈ પણ ભાષાંતર મૂળ કૃતિના ભાવને અંતરમાં ઓગાળાય તો જ એ ભાવયાત્રા આસ્વાદ્ય બને. સુરેશભાઈએ આવી
જીવન
તા. ૧૬ જુન,૨૦૦૭
ભાવષાત્રા કરી તો છે જ, પણ એથી વિશેષ કલમ હાથમાં લેતા પહેલાં મેકણ દાદાના સ્થાનકોએ જાય છે, પરિવારને મળે છે, એ સર્વના અનુસંધાનનું અંતરમાં અનુબંધન કરે છે, એ સંપ્રદાય અને સ્થળોના આંદોલનો અંતરમાં ભરે છે, જાણે મૂળ સર્જકની સાક્ષીએ ગુજરાતીમાં અવતરણ કર્યું હોય એવી અનુભૂતિ આપશને થયા વગર રહેતી નથી.
આ 'અનહદની બારી આપી ઉઘાડીએ અને મેં ગદાદાની આ દિવ્ય અનુભૂતિની કેટલીક સાખી આસ્વાદીએ. એનો આસ્વાદ કરતાં આપણને જરૂર કબીર, અખો અને અવધૂત આનંદઘનજીની સ્મૃતિ થશે. સર્વને ઋતંભરા પ્રજ્ઞા પ્રાપ્ત થાઓ |
-ધનવંત શાહ
***
'પીર' 'પીર' કુરો રે, નાંય પીરે ખા પંચ ઇંદ્રિયું વસ ક્યો (ત) પીર થિંદા પાણ.
પીર પીર શું કરો છો ? પીરોની કોઈ ખાશ હોતી નથી. જે પાંચ ઇન્દ્રિયોને વશ કરે તે જ પીર થઈ શકે.
ખીર પીર શું કરો, જગાડો તમારું હીર, પાંચેય ઇન્દ્રિયો વશ કરો, તમે થઈ જાસો પર પીર પીર શું કરો, પીરના ન હોય વિશિષ્ટ ચીર, પાંચેય ઇન્દ્રિયો વશ કરો, તમે લઈ જાશો પીર.
****
ઊંચુ-નીં કરે તો જ ? હર્ષે ન કે હજ-પગ લુઈ હી નિકરે, અલ્લા ન મિલો ઈ
તું માત્ર પરંપરા પ્રમાણે નમાજ પઢે છે પણ હૃદયમાં ભાવ નથી. તું કાંઈ દાન કરતો નથી. માત્ર બાહ્ય ક્રિયાકાંડ દ્વારા તને અલ્લા મળશે નહીં. રોજા રાખે, નમાજ પઢે, પણ મન રાખે અભિમાન્ય, હજયાત્રા ભલે કરે, કહે મેકણ, રાજી ન થાય રહેમાન.
x x x
મેળાવો ઊજ માણી શકે મેકો વડાઈનું ભચે, મોભો રખી મોભતે, હેઠો ઊતરી અચે.
દાદા મેકણ કહે છે કે જેમાં અહમ્ ન હોય, પ્રતિષ્ઠાથી પર હોય, નમ્ર હોય, એ જ પરમતત્ત્વ સાથેનું મિલન માણી શકે.
દિવ્ય જ્યોત એ જ નિરખી શકે, જે હોય મોટાઈથી દૂર, ઓગાળી નાખે પદ તો જ, સંભળાય અલખના સૂર મેળાવો એ જ માણી શકે, જેમાં હુંપદ ન હોય લેશ, મોભો રાખી મોલ પર, હેઠો બેસે ઍરેશ. x x x
મહેતી મંગે ન ડીજે, મને કારો એ કટ જ્યાં લગ જાલી ન મિલે, ત્યાં લગ તાોધો હટ જ્ઞાનરૂપી મોતી જેવા તેવા અપાત્ર માગે તો તેને આપવું નહિ. ભલે એ પડ્યું પડ્યું કટાઈ જાય. જ્યાં સુધી માલમી ખરો જાણનાર–પિછાણાનાર ન મળે ત્યાં સુધી તૈયારૂપી હાટ ઉઘાડવું નહિ.