Book Title: Prabuddha Jivan 2007 Year 18 Ank 01 to 12
Author(s): Dhanvant Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 218
________________ ૧ પ્રબુદ્ધ જીવન ડૉ. આંબેડકર વિષે કંઈક અવનવું મનસુખલાલ ઉપાધ્યાય ભારતના ગણતંત્રના બંધારણના શિલ્પકારની હમાં જ જન્મ જયંતિ ઉજવાણી. સારાય ભારતમાં એમની મહત્તાના ગુણગાન ગવાયા. એમણે પોતાના જીવન દરમિયાન-નોકરી દરમિયાન ઉચ્ચવર્ણ તરફથી મળેલી યાતનાઓને હરખભેર જીરવી હતી. પોતાના કર્મમાં એમણે પળેપળ ખરચી હતી. એ સમયમાં ભારતમાં રાજકીય ઉથલપાથલમાં પણ એમણે પોતાનો સહયોગ આપ્યો હતો. એક ભારતીયજન તરીકે એમી રાષ્ટ્ર ભાવનાને સંકોરી હતી. એમનું મૂળ નામ હતું ડૉ. ભીમરાવ રામજી આંબેડકર. એમને અભ્યાસ માટે વડોદરાના મહારાજા સયાજીરાવે તન મનથી અણમોલ સહકાર આપ્યો. પરદેશ ભણવા માટે પણ સુંદર સહયોગ આપ્યો હતો. એમણે મહાત્મા ગાંધીજીની મુલાકાતો લીધી હતી. બૌદ્ધ ધર્મ તરફ તે વળ્યા અને એ માટે એમણે મહાત્માજી સાથે હૈયું ખોલીને વાત કરી હતી. વિચારભેદ દરેક જગ્યાએ હોય જ પણ મનભેદ ન હોય તે મહત્ત્વનું છે. અને ભા૨ત ૧૯૪૭-૧૫ ગષ્ટે સ્વતંત્ર બન્યું પછી ૧૯૪૯માં ૨૬ મી જાન્યુઆરીએ ભારતનું નવું બંધારણ રચવામાં આવ્યું, એમાં ડૉ. બાબાસાહેબને એ કાર્ય બીજાના સહકાર સાથે સોંપવામાં આવ્યું અને ડૉ, આંબેડકરે એને સારી રીતે પરિપૂર્ણ કર્યું. આમ ભારતીય બંધારણના ઘડવૈયા તરીકે આંબેડકરે અનોખી સિદ્ધિ પ્રાપ્ત કરી હતી. આપણા બંધારણમાં ભારતીય જીવન તત્ત્વને ધ્યાનમાં રાખવામાં આવ્યું હતું. આમ વિશ્વની સૌથી મોટી લોકશાહીને એક અગોલ ભારતીય ભાવનાથી રંગાયેલ બંધારણ મળી ગયું. ડૉ. ભીમરાવ આંબેડકર દુષ્ટા હતા, વિચારશીલ હતા, કર્મશીલ, હતા. સંપૂર્ણ રીતે ભારતીય સંસ્કૃતિના ચાહક હતા. એમણે બંધારણમાં એવો પણ ઉલ્લેખ કર્યો છે કે દલિતો, હરિજનો, વાલ્મિક અને અન્ય અનુસૂચિત જાતિના લોકોને આઝાદી પછી એમને દસ વ૨સ સુધી સમગ્રતયા ઊંચા લાવવા રાષ્ટ્ર પ્રયત્ન કરવો જરૂરી છે. છૂત અછૂતની ભાવનાને તિલાંજલિ આપી એ દલિત પ્રજામાં સ્વમાનભેર સ્વાવલંબનરૂપ ભાવનાને જગાડી એમને પોતાના પગ પર ઊભા રહે એવી રીતે સગવડતા પૂરી પાડી પછી એમને એમની જીવન દૃષ્ટિ આપમેળે ડેળવવાની શક્તિ આપવી. ત્યાર પછી અનામતની ભાવનાને દૂર કરવી પરંતુ કૉંગ્રેસ સરકારે ૫૭ વરસમાં ઝાઝો સમય ભારત ઉપર લોકશાહીમાં સત્તા ભોગવી અનામતની ભાવના દ્વારા ભારતીય પ્રજામાં ભેદભાવનાના ભૂતને અડીંગો જમાવી દેવાની પૂરતી સગવડતા તા. ૧૬ નવેમ્બર ૨૦૦૭ પૂરી પાડી છે. તથા મત ભુખ્યા વોએ એમને દલિત રાખવામાં જ મઝા માણી છે! આજે ૨૧મી સદીમાં પણ હજી કેટલાક આદમખોર, કિન્નાખોર અને પદભૂખ્યા રાજકારણીઓ અનામતને ચગાવી રહ્યા છે અને સુપ્રિમ કોર્ટના ચૂકાદાને ઐસી કી તૈસી ક૨વામાં આદુ ખાઈને પડ્યા છે. આજે ડૉ. આંબેડકરનો આત્મા આ સરકારના અનામતને અંગે પોતે રચેલા બંધારણના નિયમને અવગણવા બદલ ખૂબ જ વલોવાતો હશે! ગુનેગારો, ખૂની માનસવાળા, વિકૃતિ ભરેલા રાજકારણીઓ અનામત દ્વારા સારા હોદ્દા ઉપર બેઠેલાનાં ટાંટિયા ખેંચી વડાપ્રધાન પદ માટે કે બીજાને નીચા દેખાડવાના કાવાદાવામાં કાબેલિયત દેખાડી રહ્યા છે અને અનામત દ્વારા સારા માનવીઓની મતિ ભ્રષ્ટ કરી રહ્યા છે. ગમે તેમ તોય ડૉ. બાબાસાહેબ આંબેડકરે ભારતીય જીવનને અનુરૂપ બંધારણના નિયમોને વાચા આપી છે. આવી. ડૉ. ભીમરાવ આંબેડકરના વિષે કંઈક નવી વિગતો 'વિશ્વ સંવાદ કેન્દ્ર'ના સૌજન્યથી જાણી લઇએ.. ડૉ. આંબેડકરનું જાતિનામ “આંબેડકર' ખરેખર તો મહારાષ્ટ્રની એક બ્રાહ્મણ જ્ઞાતિનું નામ છે. અને ભીમરાવે આ નામ હાઈસ્કૂલના પોતાના આદરણીય બ્રાહ્મા શિક્ષક પાસેથી લીધું હતું, ભીમરાવને પોતાના એ શિક્ષક પ્રત્યે ખૂબ આદર હતો. ડૉ. આંબેડકરે પોતાનું કાયમી રહેઠારાનું મકાન રાજગૃહ મુંબઈમાં એક બ્રાણાની વસ્તીવાળા વિસ્તારમાં બનાવ્યું હતું. ૧૯૩૭ની ચૂંટણી વખતે ડૉ. આંબેડકરે ભાપતકર અને કેલકર જેવા ચિત્તપાવન બ્રાહ્મણો સાથે ગઠબંધન કર્યું હતું. ડૉ. આંબેડકર માનતા કે ‘આર્ય' શબ્દ કોઈ વંશનો સૂચક નથી. અને આર્યો ભારતીય જ હતા. ડૉ. આંબેડકરે એક પુસ્તકમાં સિદ્ધ કર્યું છે કે શૂદ્રો મૂળ ક્ષત્રિય હતા અને અસ્પૃશ્ય લોકો પા આ ભારતીય સમાજના અંગે હતો. આર્ષો બહારથી આવ્યા અને ભારત ઉપર આક્રમણ કરીને ભારતીયોને અછૂત બનાવ્યા એ બધી વાતો ખોટી છે. ડૉ. આંબેડકરને મન 'ઇસ્લામ' અને 'ઈસાઈયન' પરદેશી ધર્મો હતા. તે માનતા કે વિદેશી ધર્મનો અંગીકાર એટલે માત્ર ધર્મ પરિવર્તન નહિ, પણ વ્યક્તિની રાષ્ટ્ર પ્રત્યેની નિષ્ઠામાં પણ પરિવર્તન આવે છે. બૌદ્ધ ધર્મ ભારતીય ધર્મ હોવાથી જ ડૉ. આંબેડકરે તેનો સ્વીકાર

Loading...

Page Navigation
1 ... 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246