Book Title: Prabuddha Jivan 2007 Year 18 Ank 01 to 12
Author(s): Dhanvant Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 230
________________ પ્રબુદ્ધ જીવન પિતાએ ભવ્ય લગ્ન પ્રસંગ યોજવાની યોજના ઘડી કાઢી. પુત્રે પિતાને કહ્યું, ‘લગ્નમાં જેટલો ખર્ચ કરવાનો હોય એમાંથી ત્રણ માગની રકમ મને આપ્યું, અને એક ભાગની રકમમાંથી મહેમાનોને ભારતીય પદ્ધતિથી આવકાર અને આગ્રહ સાથે ભોજન કરાવો.’ કન્યા પક્ષવાળા પણ સંમત થયા, અને બેઉ પક્ષની ત્રણ ભાગની માતબર રકમ એ આદર્શ પુત્ર-પુત્રીએ અનાથ કન્યા છાત્રાલયને દાનમાં આપી દીધી અને છાત્રાલયને સૂચના આપી હું આ રકમના વ્યાજમાંથી પ્રત્યેક વર્ષે કન્યાને પરણાવજો અને કરિયાવર આપજો. આજે દર વર્ષ દશેક કન્યાના લગ્ન આ વ્યાજની રમમાંથી થાય છે, થતા રહેશે, કેવું ભવ્ય અને અદ્ભુત કન્યાદાન! એક સાધારણ યુવક-યુવતીનો લગ્ન પ્રસંગ આવ્યો. કોઈ પણ ખર્ચ કરવા એ સમર્થ ન હતા. મિત્રોએ કહ્યું કે, “સમૂહલગ્ન'માં નામ નોંધાવી દે, પણ એ દંપતીએ એવું ન કરતા મેરેજ કોર્ટમાં જઈ સિવિલ મેરેજ કરી લીધાં. મેં આ દંપતીને ‘સમૂહલગ્ન’માં ન જોડાવાનું કારણ પૂછ્યું, કહે કે લગ્ન ખર્ચ માટે જ્યારે આવો વિકલ્પ હોય ત્યારે દાનની રકમમાંથી લગ્ન કરવા એ સામાજિક ગુનો છે.' આ વાકર્ય મને હચમચાવી દીધો ? સમાજ સેવાને નાર્ય આપણે ઘણી વખત કેવી પ્રવૃત્તિને ઉત્તેજન આપીને છીએ ! લાચાર ભાવ અને દાનના ‘અહં' ભાવને કેટલું બધું પોષણ આપીએ છીએ!! મૂળ વાત તો આપણે કંકોત્રીના શબ્દ-શણગારની કરતા હતા, હમણાં એક અબજોપતિના ઘરેથી મને સુંદર અને ભવ્ય કંકોત્રી મળી, સાથે લગ્ન પ્રસંગની ખુશાલીની ‘ભેટ’ પણ ખરી. મેં મારા એક પ્રેસ મિત્રને આ ભવ્ય કંકોત્રીની કિંમત પૂછી, કંઠે કે “ઓછામાં ઓછા રૂા. ૫૦૦/- એક કંકોત્રીના થાય.' આટલા બધા રૂપિયા ? આ રકમમાંથી સામાન્ય માણસની જાણ દિવસોની ભોજન ખર્ચ ની નીકળી જાય! છેલ્લા પાંચ વર્ષથી રૂા. ૫૦/- કે રૂા. ૧૦૦/કંકોત્રીના દર્શન તો થતા રહ્યાં છે. એક જ વર્ગની વધતી જતી સમૃદ્ધિનો ‘આખલી છલાંગ મારતો અને 'તેજ' દેખાઈ આવે છે. હમણાં જ આપણાં એક માનનીય પ્રધાનશ્રીના પુત્રના ભવ્ય અતિ ભપકાદાર લગ્ન વાંચ્યા, જેમ ‘નદીનું મૂળ અને ઋષિનું કૂળ ન જોવાય' એ કહેવતમાં હવે 'ધનનું મૂળ ન જોવાય' એ વાક્યો ઉમેરવા પડશે! જો ખંડણી માગનારના લગ્નમાં ગામ જમે, અને વ્યક્તિગત પ્રચારનો આવા લગ્નનો સાધન તરીકે ઉપયોગ થાય તો પછી પુરુષાર્થ અને ભાગ્યબળે શ્રીમંત થયેલ વેપારી મૃત્યુ ભપકો કેમ ન કરે? તા. ૧૬ ડિસેમ્બર ૨૦૦૭ પણામાં ધનનું વિકેન્દ્રીકરણ થાય છે. એક વ્યક્તિની સર્વેશ પૂરી થાય છે. ખરેખર આવી ભવ્ય કંકોત્રીનો વિરોધ ન જ કરાય, કારણ કે એ વ્યક્તિગત કમાણીનું ધન છે, આપણને ઉપદેશ આપવાની કોઈ હક નથી. હા, આવી મૂલ્યવાન કંકોત્રી સાચવી રાખવાની ભલામણ તો થાય જ. પરંતુ આવી અણમોલ કંકોત્રી સાથે એક વિચાર વૈભવ'વાળી પુસ્તિકા હોય તો પેટ અને મન બન્ને ભરાઈ જાય! ડૉ. ગુણવંત શાહ કહેતા કે ‘જે ઘરમાં પુસ્તક ન હોય એ પરે કન્યા ન દેવી !' આવી ભવ્ય, શાનદાર કંકોત્રી ભલે એક દિવસ જોઈને બીજા દિવસે કામ વગરની થઈ જતી હોય, પરંતુ એ ખોટું પણ નથી. આવી ભવ્ય કંકોત્રીના સર્જન પાછળ કલાકાર, પ્રિન્ટર વગેરે “સમવૃ’િથી ની 'સમજ'થી જીવન સફળ બને છે. પરંતુ સમાજના પૈસાનો વ્યય થાય છે ત્યારે દુઃખ થાય છે. હમણાં એક ધર્મ સમારંભનું નિમંત્રણ મળ્યું. લગભગ એક ફૂટના ભવ્ય આર્ટ પેપર ઉપર ઘણા બધાં રંગોમાં છપાયેલું આ નિમંત્રણ પત્ર! શબ્દો સાથે ભવ્ય ભવ્ય શાગાર, આ શણગાર તો ઊડીને આંખે વળગે એવા, પણ વાઢ્ય રચનામાં સરળતા જ નહિ. ‘કાદંબરી’ જેવી એક પેરેગ્રાફ જેવી મોટી વાક્ય રચના! કેટલાં બધાં નામો? એક વખત ચંદ્રકાંત બક્ષીએ આવી એક નિમંત્રણ પત્રિકાનું આવું દીર્ઘ વાક્ય પોતાના લેખમાં પ્રગટ કરી સવાલ પૂછ્યો હતો કે ‘પ્રિય વાચક, આ વાક્યમાં આપણે કોના કયા પ્રસંગે જઈએ છીએ ને ખબર પડે છે ? સર્વપ્રથમ તો ધર્મ પ્રસંગ માટે આવી અતિ ખર્ચાળ નિમંત્રણ પત્રિકા છાપવી યોગ્ય છે ? સાદા કાગળમાં, સાદી સરળ ભાષામાં એ લખી ન શકાય ? આવા આર્ટ પેપરનો આવો ઉપયોગ હિંસક ન ગણાય ? કાગળની બનાવટમાં વનસ્પતિનો ઉપયોગ છે. કેટલી બધી હિંસા? ઉપરાંત એ વાક્ય રચના સમજવામાં કેટલી બધી મથામણ? અહીં પણ નિર્દોષ વાચકની બુદ્ધિ, સમય અને ઉર્જાની હિંસા ? ? દીપવાલી અને નૂતન વર્ષ આવે ત્યારે વિવિધ રંગ અને ‘સાઇઝ’ના કાર્ડોનો ઢગલો આપણા ટેબલ ઉપર થઈ જાય. આવા ભાવને આપણે જરૂર આવકારીએ. સંબંધના સ્મરણની સુગંધ ભાળવાનો આનંદ કોઈ અનેરો છે! પણ પછી આવા ભાવભર્યા કલાત્મક કાર્ડનું આપણે શું કરીએ છીએ ? મારા એક ઉદ્યોગપતિ આવા કાર્ડની અંદરના લખાણો કાઢી નાખી, એની જગ્યાએ પોતાનું નવું લખાણ એમાં લખી બીજે વર્ષે એનો ઉપયોગ કરે છે! સંબંધી શુભેચ્છકોને પ્રતિ વર્ષ નવા નવા કાર્ડ મળે અને આર્થિક બચત થાય એ છોગામાં! શબ્દ અને શણગારનો કેવો અહિંસક શુભ ઉપયોગ! શબ્દ અને શણગાર માત્ર ઉપર જણાવેલ હકીકતમાં જ નથી. એથી એ વિશેષ તો ધાર્મિક પુસ્તકો અને સામયિકોની બાબતમાં છે. અનુયાયીઓ પોતાના ધર્મના પૂજ્યશ્રીઓના કહેવાથી પુસ્તક કે સામયિક પ્રકાશન માટે આર્થિક અનુદાન કરે, એ શ્રીમાનોના

Loading...

Page Navigation
1 ... 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246