________________
ઈસ્લામ અને અહિંસા વિશે ડૉ. મહેબૂબ દેસાઈ
ઈસ્લામમાં જેહાદ નથી પણ સમર્પણ અને ત્યાગ છે. ખુદાને નામે જિંદગી બક્ષી દેવાનું નામ ઈસ્લામ છે. ઉન્મૂલ નામે ઓળખાતી કુરાનની પ્રથમ આયાતમાં જણાવાયું છે કે અલ્લાહ કે ખુદા દયાસાગર છે. તે અતિકૃપાળુ છે. અમે તારી બંદગી કરીએ એવી શક્તિ આપ. જ્યાં તારા કૃપાપાત્ર જાય છે ત્યાં અમને લઈ જા, જે માર્ગે જવાથી હું નારાજ થાય તે માર્ગે અમને ન લઈ જા. ઇસ્લામને મૌલવીઓ કરતાં સૂફી સંતોએ વધુ સારી રીતે રજૂ કર્યો છે. અલ્લાહ એક જ છે અને મહંમદ તેનો પયગમ્બર છે. ઇતિહાસકારોએ ઇસ્લામ અંગે ઘણી ગેરસમજ ઊભી કરી છે. આ ધર્મ તલવારના જોરે ફેલાયો છે એવું કહી ન શકાય. કોઇપણ ધર્મને વર્ષો સુધી ટકવા તેમાં સત્વ જોઇએ. ઇસ્લામમાં ભૂખ્યાને ભોજન આપવું, અજાણ્યાનું ભલું ઇચ્છવું અને બીમાર માણસની ખબર કાઢવા જેવી બાબતો પણ પુણ્ય ગણાય છે. એટલું જ નહીં પરંતુ સદ્કર્મ કરવાનો વિચાર કરવો એ પણ પુણ્ય છે. હજની યાત્રાએ જતાં પૂર્વે જે સગાંવહાલાના દિલ દુભવ્યા હોય તેઓની માફી માગવી પડે છે. ધર્મપ્રચાર કરતાં મહંમંદ પયગમ્બર પર લોકોએ તે સમયે મરેલા પશુના આંતરડાં-મળ નાંખ્યા હતા. અને પથ્થર માર્યા હતા. આમ છતાં તેમણે મધુર શબ્દો બોલવાનો ઉપદેશ આપ્યો હતો. ‘રોઝા’ દરમિયાન કોઇને દુઃખ લાગે એવું બોલવાથી તેની સારી અસર ઘટે છે.
હળવું હળવું અધ્યાત્મ વિશે ડૉ. ગુણવંત શા
પ્રબુદ્ધ જીવન
તા. ૧૬ ઓક્ટોબર, ૨૦૦૭
ખરાબ લાગ્યું નહીં પા અચરજ થયું, અભ્યારણથામાં પશુપંખીનો શિકાર ન કરવો કે દહેજ લેવો નહીં એવું પાટિયું વાંચીને આપણને ખરાબ લાગતું નથી. પરંતુ આપણે મહેમાન થઈ ગયા હોઇએ તે યજમાન તમે ખિસ્સામાં પેન લઈ જતાં નથી એ બદલ આભાર એવું કહે તો આપણને ચોક્કસ ખરાબ લાગે. આ પ્રકારનો આભાર માનવો પડે તો સમજવું કે આપણી સભ્યતા કાચી છે. ગીતાના ૧૮મા અધ્યાયમાં પ્રભુ શ્રીકૃષ્ણે 'સહજ' શબ્દનો પ્રયોગ કર્યો છે. શ્રીકૃષ્ણ કહે છે કે અધ્યાત્મ ગંભીર નથી પણ સહજ છે. પ્રભુ મહાવીરે મંદુકુમા૨ને ઉપદેશ આપતી વેળાએ ‘સહજ આનંદ સ્ફૂરણા' શબ્દ કાર્યો છે. મનમંદિરમાં જે આનંદ ઉછળે છે, તે ધની સ્થિત હોય છે. કપટથી સ્મિતની સુંદરતા નષ્ટ થાય છે. વિનોબા ભાવે કહે છે કે વૈરાગ્ય લાલિત્યપૂર્ણ હોવો જોઇએ.
જૈન દર્શનના સંદર્ભે પશ્ચિમનું સર્જન-ચિંતન વિશે રસિકભાઈ શાહ
ખટદર્શનમાંના ચાર દર્શન આત્માનું અસ્તિત્વ, કર્મની અસર, પુનર્જન્મ અને મોક્ષ એ બાબતો અંગે સમાનતા ધરાવે છે. જર્મન ક્લિસૂફ ભારતના દાર્શનિક વિચારોથી પ્રભાવિત થયા હતા અને પોતાના અનુભવોને વણી લઇને ‘સિદ્ધાર્થ' નવલકથા લખી હતી. ૮૫ વર્ષ પછી પણ તે પાશ્ચાત્ય દેશોમાં નોંધપાત્ર પ્રમાણમાં વંચાય છે. જૈન દર્શનના સિદ્ધાંતોનું છૂટુંછવાયું આલેખન ઘણાં દર્શનમાં જોવા મળે છે પણ તે સુગ્રથીત સ્વરૂપે તે માત્ર જૈન દર્શનમાં જ છે. શિકાગોના મ્યુઝિયમમાં રંગબેરંગી કાચના ૧૦૦ ટુકડા વચ્ચે કાચનો ગોળો ઢાંકીને મૂકેલો છે. તેના પરનું કપડું હટાવતા ગોળામાં સુંદર માનવ આકૃતિ દેખાય છે. જૈસિદ્ધાંતો પણ દર્શનમાં તે પ્રકારે ઉત્તમ રીતે રજૂ થયા છે. અમેરિકન ફિલસૂફ સ્ટેનીસલાવ ગ્રોર્સ બર્નોવિજ્ઞાનના આધારે ચેતનાના ઉત્કૃષ્ટ સ્વરૂપ સુધી પહોંચવા પતિ રજૂ કરી છે. અને કાર્યશાળાઓ દ્વારા તે પહતિ લોકોને સમજવી છે. એલ.એસ.ડી ઔષધોનું અમુક માત્રાનું સેવન કરાવીને પણ તેમણે ઉત્કૃષ્ટ ચેતના માણવાના પ્રયોગ કર્યા છે. જૈન અને બૌદ્ધ ધર્મો સમકાલીન હોવા છતાં બંને વચ્ચે સમાનતા અને વિરોધભાસ છે. જૈન ધર્મ કર્મમાં વિશ્વાસ રાખે છે. જ્યારે પ્રભુ બુદ્ધ કહેતા મને 'હું કોણ છું” તે શોધવામાં નહીં પણ દુઃખોના નિવારણમાં રસ છે. વિશ્વમાં ઇશ્વર અલગ વ્યક્તિ નથી. તે જગત પર રાજ કરતો નથી પણ પ્રત્યેક પ્રાણીમાત્રમાં વસે
.
ધર્મ અને અધ્યાત્મમાં પ્રસન્નતા અને ગંભીરતાનો સમન્વય થવો જોઇએ, ધર્મ અને અધ્યાત્મ ગંભીર અથવા બોજ જેવો ન હોવો જોઇએ. ગંભીરતા વિના ધર્મ-અધ્યાત્મ હોઈ ન શકે એવી માન્યતા છે. પરંતુ વાસ્તવમાં તેમાં ગંભીરતાની સાથે પ્રસન્નતા પણ હોવી જોઇએ. નદીના પ્રવાહનો ઉ૫૨નો હિસ્સો વધુ તલ હોય છે. જ્યારે નીચેના ભાગમાં તરલતા ઓછી હોય છે. માત્ર તરલતા વિચારશૂન્યતા સર્જે છે, તેથી ગંભીરતાની સાથે પ્રસન્નતા તેમ જ તરલતા સાથે શિથિલતાનો સમન્વય. થવો ઘટે, યુવા પેઢીને ધાર્મિકતા બહુ પસંદ નથી. મંદિર કે દેરાસરોમાં માત્ર વૃદ્ધી જાય છે. સૂફી સંતના ઝૂંપડા પાસે પાટિયું લગાડવામાં આવ્યું હતું કે અહીંના પથ્થર કોઇએ ખાવા નહીં. તેનાથી કોઇને
૨૭ ૩જી પોતાના બાળમાં આવે છે અર્થાત ભતકાળને યાદ કર્યા કરે છે. યુવાન પુરુષો પોતાના ભવિષ્યમાં આવે છે અર્થાત ભવિષ્યના સ્વના સેવા કરે છે. વર્તમાનકાળમાં જ એ પૂર્વી જીવે છે, તેવા સત્પુરુષો કેટલા ઓછા હોય છે. અર્થાત ખરેખર તેવા આત્માઓ વિરલ જ હોય છે.