________________
તા. ૧૬ ઓક્ટોબર, ૨૦૦૭
કરારમાં કોઈ રકમ નક્કી થઈ ન હતી, પરંતુ જુદા જુદા પ્રસંગોએ સુખડી, કપડાં તથા રોકડ નાણું આપવાનું નક્કી થયું અને તીર્થમાં આવતા યાત્રાળુઓના જાનમાલની રક્ષાની જવાબદારી કાંધાજી ગોહિલ અને તેના વંશવારસોએ સંભાળ
પ્રબુદ્ધ જીવન
પ્રયત્નથી શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી અને પાર્લીતાણાના ઠાકોર વચ્ચે તા. ૫-૧૨-૧૮૬૩ના રોજ કરવામાં આવ્યો. તેમાં રખોપાની ૨કમ વધારીને વાર્ષિક રૂા. ૧૦,૦૦૦/- કરવામાં આવી. તે કરાર વીસ વર્ષ સુધી અમલમાં રહ્યો.
નવા રોપાનો ઠરાવ તથા કરાર થાય એ પહેલા પાલીતાણાના ઠાકોર માનસિંહજીએ ભૂંડકાવેરો ઉઘરાવવા તંત્ર ઊભું કર્યું. આ તંત્ર મારફત ઠાક્કર બહારના યાત્રીઓ પાસેથી રૂપિયા છે અને પાલીતાણાના વતની પાસેથી વાર્ષિક રૂા. ૫/- અંકે રૂપિયા પાંચ ઉઘરાવવાનું ચાલુ કર્યું. શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીએ તેનો સખત વિરોધ કર્યો. પેઢીએ આ વાત સામે કાઠિયાવાડ રેસિડેન્સીમાં ફરિયાદ કરી, અંગ્રેજોની દરમ્યાનગીરીની માગણી કરી. પેઢીની દ૨ખાસ્ત એવી હતી કે રખોપા માટે ઉચ્ચક બાંધેલી રકમ ઠાકોરશ્રીને છે.મળતી રહે, પરંતુ મૂંડકાવરો કોઈ સંજોગોમાં લેવાવી જોઈએ નહિ, પેઢીએ દરખાસ્તીના અમલ માટે અને મૂંડકાવેરાનો અંત આવે તે માટે મુંબઈ અને દિલ્હીના હાકેમો સુધી ફરિયાદો પહોંચાડી. અંતે રખોપાનો ચોથો કરાર તા. ૧-૪-૧૮૮૬ના રોજ કરવામાં આવ્યો. જેમાં કૂંકાવેરો ન લેવાની વાત સ્વીકારી, ઠાકરથીને રખોપાની રકમ વધારી ઉચ્ચક રૂપિયા પંદર હજાર કરવામાં આવી આમ ચાર વર્ષના સંધર્ષ બાદ, પોલિટિકલ એજન્ટ જોન વોટસનની મધ્યસ્થી કામયાબ નીવડી. કરારની મુદત ચાલીસ વર્ષની ગણવામાં આવી. શ્રાવક અગ્રણીઓમાં શેઠ શ્રી પ્રેમાભાઈ હેમાભાઈ, જેશિંગભાઈ ડીસીંગ, ઉંમાભાઈ હઠીસીંગ, રાય બનિદાસજી વગેરેએ આ સુલેહમાં ભાગ લીધો હતો. આ કરારનો અમલ ચાલીસ વર્ષ સુધી ખાસ મુશ્કેલી વગર ચાલુ રહ્યો. સને ૧૯૦૫માં ઠાકોર માનસિંહનું અવસાન થતાં અને પાટવીકુંવર બહાદુરસિંહજી સગીર હોવાથી સને ૧૯૨૦ સુધી અંગ્રેજ એડમિનિસ્ટ્રેટર હસ્તક પાલીતાણા રાજ્યનો વહીવટ રહ્યો..
રખોપાનો આ કરાર તા. ૧-૪-૧૯૨૬ના રોજ પૂરો થતો હતો. પછી આ કરાર અન્વયે વાર્ષિક રકમમાં ફેરફાર કરાવવાની બન્ને પર્યા પૈકી કોઈને પણ છૂટ હતી અને તે ફેરફાર મંજૂર કરવી કે નિષ્ઠ તે સત્તા અંગ્રેજો હસ્તક હતી. પાલીતાણા દરબાર બહાદુરસિંહજી એમ વિચારતા હતા કે યાત્રીઓ પર મુંડકાવેરો નાખવો. એ માટે તેમણે રાજરમત રમી. તેમણે મુદત પૂરી થાય એ પહેલાં છ માસ અગાઉ પોતાની આ દરખાસ્ત અંગ્રેજો સમક્ષ રજૂ કરી દીધી હતી અને શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીને આ મૂંડકાવેરાની દરખાસ્તથી અંધારામાં રાખી હતી. વળી સને ૧૯૨૦માં ગાદીએ આવ્યા બાદ દરબાર અને જેનો વચ્ચેના સંબંધો વણસવા લાગ્યા હતા. કાઠિયાવાડના પોલિટિકલ એજન્ટ મિ. સી. સી. વોટસનનું વલણ દરબાર તરફી હતું. પેઢીને છેક છેલ્લી ઘડીએ આ દરખાસ્તની જાણ કરવામાં આવી. તેનો જવાબ આપવા પેઢીએ મુદત માંગી. પેઢીએ
ઇતિહાસમાં એવા દાખલાઓ છે કે ગિરિરાજની યાત્રા અને
દર્શનપૂજન માટે યાત્રાળુઓ પાસેથી મુસલમાન હકુમતોના સમયમાં કે કોઈ કેન્દ્રવર્તી સત્તાના અભાવમાં રૂપાનાણું તો ઠીક પણ સોનામહોરના ટેક્ષ સુદ્ધાં લેવાતા હતા. જાનમાલની અસલામતીના યુગમાં પણ જેનોએ પરમાસ્થાના પ્રતીકરૂપ આ તીર્થની યાત્રા કરવાનું છોડ્યું ન હતું.
આ તીર્થનો વહીવટ જ્યારે અમદાવાદ સંઘના અગ્રણી શેઠ શાંતિદાસ પાસે આવ્યો ત્યારે તેમણે કરેલા રોપાકરારનો દસ્તાવેજ આજે પણ શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીમાં સચવાઈ રહ્યો પાલીતાણા પરગણું ગોહિલવંશી રાજા પાસે હતું અને શત્રુંજ્યની વહીવટ અમદાવાદના સંઘના અગ્રણીઓ કરતા હતા. લગભગ સવાસો વર્ષ સુધી આ કારોબાર દેશની અંધાધૂંધીમાં પણ શાંતિથી ચાલતો
રો.
સને ૧૮૧૮માં પરિસ્થિતિ પલટાઈ. અંગ્રેજોએ પ્રભાવક સત્તા તરીકે ગુજરાત સૌરાષ્ટ્રમાં પ્રવેશ કર્યો. કર્નલ વોકરના સેટલમેન્ટથી બ્રિટિશ રેસિડેન્સી દેશીરાર્યાની નિગરાની માટે સ્થાપવામાં આવી. ઠાકોર પૃથ્વીસિંહ ગોહિલના સમયમાં રાજધાની ગારિયાધારથી પાલીતાણા ફેરવવામાં આવી. આ અરસામાં તીર્થનો વહીવટ શેઠ આણંદજી કલ્યાણજીના નામથી ચાલવા લાગ્યો હતો.
શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીએ અખિલ ભારતીય જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘ-ની પ્રતિનિધિ સંસ્થા છે. એનું નામ કોઈ વ્યક્તિવિશેષના નામ પરથી પડ્યું નથી, પણ શ્રી સંથનું નામ અને કામ સદા આનંદકારી અને કલ્યાણકારી જ હોય એવી ભાવના ધ્યાનમાં લઈ 'આનંદ' અને ‘વ્યાા' એ બે ભાવવાહી શોના જોડાણથી યોજવામાં આવ્યું. આ નામ લગભગ ત્રણસો વર્ષ જેટલું પ્રાચીન છે. ઇ.સ. ૧૭૩૦ની સાલના રોજમેળમાં તેનો પ્રયોગ શેઠ અણદ કલણ રૂપે ક૨વામાં આવ્યો.
રોપાના પહેલા કરાર પછીના બીજા ચાર કરાવી પેઢી અને પાલીતાણા દરબાર વચ્ચે અંગ્રેજોની દમ્યાનગીરીથી થતા રહ્યા.
બીજો કરાર ગોહિલ કાંધાજી (બીજા) અને કુંવર નોંઘણજી તથા શેઠ આણંદજી કલ્યાણાની પેઢી વચ્ચે કાઠિયાવાડના પોલિટિકલ એજન્ટની હાજરીમાં તા. ૯-૧૨-૧૮૨૧ના રોજ થયો. તેમાં વાર્ષિક રૂા. ૪૫૦૦/- દસ વર્ષ માટે આપવાનું ઠરાવવામાં આવ્યું હતું. પરસ્પર સમજૂતીથી આ કાર બીજા દસ વર્ષ માટે અમલમાં રહ્યો.
રખોપાનો ત્રીજો કરાર કાઠિયાવાડના પોલિટિકલ એજન્ટના
જેવી રીતે પત્થર પણ શિલ્પીથી ઘડાય તો તે પરમાત્માની પ્રતિમા રૂપ બને છે, તેવી રીતે ગુરુ પણ પોતાના પાષાણતુલ્ય શિષ્યને બ્રહ્મ-પરમાત્માની હાલતી ચાલતી પ્રતિમા જેવો બનાવે છે.