________________
તા. ૧૬ ઓગસ્ટ, ૨૦૦૭
કેટલા ઉપયોગી બની શકે અને તે માટે શું પ્રયત્ન થવા જોઈએ એની ચર્ચા થઈ. આમાં અમેરિકન યુનિવર્સિટીના અધ્યાપકોની સાથોસાથ શ્રી શ્રી રવિશંકર અને સ્વામી રામદેવના જૈન ધર્મ વિશેનાં વક્તવ્યો. યોજવામાં આવ્યા. શ્રી શ્રી રવિશંકરે જૈન ધર્મની પ્રતિક્રમણની પ્રક્રિયા ઉપર વક્તવ્ય આપ્યું અને એના દ્વારા પ્રાપ્ત થતા આવ્યંતર આનંદની વાત કરી, તો સ્વામી રામદેવે યોગ સાથે જૈન જીવનશૈલીને જોડી આપી. દીપક જેન જેવા ફૅલોંગ સ્કૂલ ઑફ મેનેજમેન્ટના ડીને ત્રણ હજારથી વધુ શ્રોતાઓ સમક્ષ મેનેજમેન્ટમાં ધર્મના મૂલ્યોની આવશ્યક્તા દર્શાવી, તો ડૉ. સુધીર શાહે જૈન ધર્મમાં રહેલા ‘સુપર સાયન્સ’ને એક ડૉક્ટરની દષ્ટિએ પ્રસ્તુત કર્યું. બ્રિટન ખાતેના પૂર્વ ભારતીય હાઇકમિશ્નર ડૉ. એલ. એમ. સિંઘવીએ શ્રીમદ્ રાજચંદ્ર અને મહાત્મા ગાંધીના સંબંધો વિશે વિગતે છણાવટ કરી.
-પ્રબુદ્ધે જીવન
આ અધિવેશનની વિશેષતા એ હતી કે અહીં કોઈ સંપ્રદાર્યો, ફિરકાઓ કે મતાવલંબીઓનું વર્ચસ્વ નહોતું. દરેક વ્યક્તિ પોતાના સંપ્રદાયની વાત આગળ ધરવાને બદલે ધર્મનાં મૂલ્યોની અને ભાવિ પેઢીમાં ધર્મની જાળવણીની વાત કરતા હતા. જુદા જુદા ધર્મોના અગ્રણીઓએ પણ આમાં ભાગ લીધો અને એ જ રીતે ધર્મો-ધર્મો વચ્ચે આદાન-પ્રદાન અને આંતરસંવાદ થયો.
અહીં પ્રતિક્રમણ, યોગ અને ધ્યાનના વર્ગો રોજ નિયમિત રીતે ચાલતા હતા. તો બીજી બાજુ સમાજના પ્રશ્નો વિશે પણ ગંભીર બેઠકો થતી હતી. વ્યક્તિત્વ-વિકાસની કાર્યશિબિરોની સાથોસાથ યુવાનોના અને મહિલાઓના પ્રશ્નો વિશે ચર્ચાસભા થતી હતી. જૈન કલાનું એવું સુંદર પ્રદર્શન યોજાયું હતું. કે જાણે રાણકપુર તીર્થની શિલ્પાકૃતિઓની વચ્ચે સભા ગોઠવાઈ હોય એવું વાતાવરણ ખડું થયું હતું.
અમેરિકામાં આવી સંસ્થાના પ્રારંભની પ્રેરણા ગુરુદેવ શ્રી ચિત્રભાનુએ આપી હતી અને આજે પંચ્યાસી વર્ષે પણ સહુને ભગવાન મહાવીરના સિદ્ધાંતો પર જીવન જીવીને એકતા માટે અથાગ પુરુષાર્થ કરતા હતા. બાળકોમાં પ્રાણીપ્રેમ જાગે તે માટે 'પિટા' સંસ્થાના કાર્યક્રમો ચાલતા હતા તો વીસ વર્ષની વયથી ઉપરના યુવાનો માટે જૈન નેટવર્કિંગ ફોરમ દ્વારા યુવા મેળો પણ યોજાયો હતો. અમેરિકામાં વસતા સિનિય૨ સીટીઝનોને માટે જુદી જુદી વ્યવસ્થાઓનો પણ વિચાર કરવામાં આવ્યો. અમેરિકાની સેનેટના કૉંગ્રેસમેન ફ્રેન્ક પર્ધાને અમેરિકાના જનજીવનમાં જૈન સમાજે આપેલા ફાળાની પ્રસંશા કરી હતી, જ્યારે લૅન્ડમાર્ક એજ્યુકેશન ફોરમ દ્વારા કઈ પદ્ધતિએ વર્તમાન
૧૩
જીવનમાં પરિવર્તન લાવવું એ વિશે વિચાર-વિમર્શ થયો. રોજ સાંજે યોજાયેલા સાંસ્કૃતિક કાર્યક્રમોમાં રાસ, ગરબા, નૃત્ય જેવા સુંદર આયોજનો થયા.
આ અધિવેશનનો મુખ્ય વિષય હતો ‘સંવાદ દ્વારા શાંતિ’ (પીસ થ્રૂ ડાયલોગ) અને એ વિષયને અનુલક્ષીને અનેક વિદ્વાનોએ પ્રવચનો આપ્યા.
આ અધિવેશનમાં સાવારા'નાં વિષ્ણુને વિશેષપણે દર્શાવવામાં આવ્યો. તીર્થંકર ભગવાન દેશના આપતા હોય ત્યારે પશુ-પક્ષી, માનવી અને દેવી સહુ કોઈ સોવસરામાં એકસાથે બેસીને એમનો ઉપદેશ સાંભળે છે. વિશ્વ સંવાદના પ્રતીકરૂપે અહીં સમોવસરણની ૧૬ X ૨૦ ફૂટની કેનિયાના કલાકારોએ તૈયાર કરેલી ભવ્ય રંગોળી કરવામાં આવી હતી. એ જ રીતે સોવસરણની ભુગ્ધ પ્રતિકૃતિ તૈયાર કરવામાં આવી હતી તથા ૧૩૦ બાળકોએ સોવરસણની સંગીતમય રજૂઆત કરી. અષ્ટપદા તીર્થને અનુલક્ષીને તૈયાર કરાયેલી અતીત, વર્તમાન અને અનાગત ચોવીસીની રમણીય મૂર્તિઓનું પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. સૂર્યશક્તિ દ્વારા જીવનશક્તિ પામવાની હીરા રતન માણેકના પ્રયોગોનું પણ નિદર્શન થયું.
સંતોના આશીર્વાદ, દેવગુરુ, શાસ્ત્ર પૂજા અન્ય પૂજનોની સાથોસાથ ધર્મ શિક્ષણ પર વિશેષ ઝોક મૂકવામાં આવ્યો. આજે અમેરિકામાં અનેક સ્થળોએ પાઠશાળામાં શિક્ષણ આપવામાં આવે છે. બાળકોને આ શિક્ષા આપવા માટે પ્રવીના શાહ જેવા ભેખધારીઓએ એને માટે પાઠ્યપુસ્તકો તૈયાર કર્યા છે. વળી શિક્ષકોનું સંમેલન યોજીને એમના પ્રશ્નો વિશે ગંભીર ચર્ચા-વિચારણા થાય છે. વળી, ઇ-બુકના પ્રોજેક્ટ દ્વારા પચીસ હજાર પૃષ્ઠનું જૈન સાહિત્ય ડીવીડીમાં આપવામાં આવ્યું, જેની ૧૫૦૦ કોપી સાહિત્યરસિકોએ ખરીદી.
આ રીતે આવતી પેઢીમાં આ ધર્મભાવનાઓ કેવી રીતે લઈ જવી તેનું સહચિંતન થયું તો એની સાથેસાથે આગામી પંદર વર્ષમાં ‘ૐ લીવ એ જૈન વે ઑફ લાઇફ' માટેના ચોવીસ જેટલા આયોજનો નિર્ધારિત કરવામાં આવ્યા.
***
આવું વ્યાપક અધિવેશન હાજર રહેલા સહુ કોઈના ચિત્ત પર પ્રસન્નતાનો ભાવ અંકિત કરી ગયું. ૧૩-બી, ચંદ્રનગર સોસાયટી, જયભિખ્ખુ માર્ગ, પાલડી, અમદાવાદ-૩૮૦ ૦૦૭.
મહાન મનુષ્યોના જીવન ને આઈ કરાવે છે કે આપણે પત્ર આપના જીવનને ભવ્ય બનાવી શકીએ છીએ અને મૃત્યુ પામ્યો ૨૦) એ સમયની તી પર આપને આપવા પોતાના પગલાની છાપ મૂકતા જઈએ છીએ, જે પગના જોઈને રનના ગભીર વેજ - માટે તેમાં રી કરી કોઈ નાસીપાસ થયેલ અને જેના મનની વાય ભાગીદે છે, એવા એકલા અટુલા જાધવને હંમત અને પ્રેરણા મળશે.