________________
###
પ્રબુદ્ધ જીવન
દેસાઈ, શ્રી જ્યોતીન્દ્ર દવે, શ્રી વિશ્વનાથ મગનલાલ ભટ્ટ, પ્રો. વિજયરાય વૈદ્ય, મો. યશવંત શુકલ, પ્રિ. એસ. આર. ભટ્ટ, પ્રો. મંજુલાલ મજમુદાર, ડૉ. ભોગીલાલ સાંડેસરા, સુંદરમ્, પ્રો. વિ. ૨. ત્રિવેદી, શ્રી શાંતિલાલ ઠાકર, મેરિડ યર્ગાધર મહેતા, ઉમાશંકર જોષી જેવા વિદ્વાન વક્તાઓને આમંત્રેલા. એ સર્વના નિકટમાં આવવાનું સદ્ભાગ્ય મને સાંપડેલું. એમાંના મોટા ભાગના તો મારા સ્નેહી મિત્રો જેવા હતા. સંતોમાં રંગ અવધૂતજી, સંતરામ મહારાજ, સંત મોટા, દાદા ભગવાન વગેરેના દર્શન-શ્રવણનો લાભ પણ મળેલો. સને ૧૯૫૮માં હું વડોદરા આવ્યો એ દરમિયાન કાકાસાહેબ કાલેલકર, વિનોબા ભાવે, હરીન્દ્ર ચટ્ટોપાધ્યાય, શ્રી ચંદ્રવદન મહેતા, શ્રીમતી હંસાબર્ધન માહેતા. શ્રી મનમોહનસિંઘ, પ્રાવ મુખરજી, શ્રીમતી કિરણ બેદી વગેરેને જોવા–સાંભળવાનો લાભ મળ્યો. પ્રિ. ગોકાક ટાગોર શતાબ્દી વખતે મારા મહેમાન હતા-સને ૧૯૬૧માં.
આજે ૮૯ મે વર્ષે મારી સ્મૃતિ થોડીક ક્ષીણ થતાં કેટલાંક નામ હી પળ જતાં હશે પણ જીવનની શાંત શોમાં જ્યારે હું મારા આવા સદ્ભાગ્યનો વિચાર કરું છું ત્યારે હું કેટકેટલાંનો ઋણી છું એનું પણ ભાન થાય છે. માણસ એટલે જ ૠણિયું પ્રાણી. ૨૨/૨, અરુોદય સોસાયટી, અલકાપુરી, વડોદરા-૩૯૦૦૦૭. શ્રી મુંબઈ જૈન યુવક સંઘને ભેટ
***
તા. ૧૬ જુન, ૨૦૦૭
રવિશંકર રાવળ, બચુભાઈ રાવત, ‘ધૂમકેતુ', ગરુમાઈ ધ્રુવ, લેડી વિદ્યાગૌરી, આચાર્ય આનંદશંકર ધ્રુવ, ધર્માનંદ કોસંબી, ગણેશ માવલંકર દાદા, હિંદી કવિ સુમિત્રાનંદ પન્ન, પ્રથમ કક્ષાના નૃત્યકાર હ્રદયશંકર, પ્રો. સ્વામીનારાયણ વગેરેનો ઉલ્લેખ કરી શકાય. આ સર્વનો લાભ ગુજરાત કૉલેજ, ગુજરાત વિદ્યાસભા, ‘કુમાર કાર્યાલય', એલ.ડી.આર્ટ્સ કૉલેજ વા અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા મળેલો. મને બરાબર યાદ છે કે શેઠ શ્રી મંગલદાસ ટાઉન હૉલમાં પ્રવચન આપતાં સુભાષચંદ્ર બોઝ મૂર્છા પામેલા.
સને ૧૯૪૫ થી સને ૧૯૫૦ સુધીમાં મને જે ગણનાપાત્ર વ્યક્તિઓનો લાભ મળ્યો તેમાં પ્રો. ડોલરરાય માંકડ ઉપરાંત પેટલાદના રાજરત્ન દાનવીર શેઠ શ્રી રમણભાઈ પરીખ અને સંસ્કૃત ભાષાસાહિત્યના પ્રકાંડ વિદ્વાન પંડિત વિષ્ણુદેવ સકલેશ્વરનો ઉલ્લેખ કરીશ. સને ૧૯૪૬માં જ્યારે ગુજરાત ખાતે માંડ સાત આઠ કૉલેજો હતી (સુરતની એમ.ટી.બી., વડોદરાની બરોડા કૉલેજ, અમદાવાદની ગુજરાત કૉલેજ, ભાવનગરની શામળદાસ કૉલેજ, રાજકોટની ધર્મેન્દ્રસિંહજી કૉલેજ ને જૂનાગઢની બાઉદ્દીન કૉલેજ) ત્યારે રમણભાઈ શેઠે લાખોનું દાન આપી પેટલાદમાં બે કૉલેજ શરૂ કરી, એટલું જ નહીં પણ બબ્બેવાર સુવર્ણતુલા કરી બ્રાહ્મણોને દાન આપેલું. એમના જ દાનથી શરૂ થયેલી વિરલ કહી શકાય એવી સંસ્કૃત નારાયણ પાઠશાળામાં પંડિત વિષ્ણુદેવ આચાર્ય હતા જેમી વેદના સાતેક ગ્રંથો પ્રગટ કર્યા છે. જ્યારે હું પેટલાદ કૉલેજમાં નોકરી કરતો હતો. ત્યારે (સંભવ છે કે સને ૧૯૪૮માં) વલ્લભ વિદ્યાનગર ખાતે જવાહરલાલજી આવેલા.... એમના ભાષણમાં ગયેલો. એ પછી તો વડોદરામાં જવાહર અને શ્રી રાધાકૃષ્ણન આવેલા ત્યારે પણ એમના દર્શન થવાનો લાભ મળેતો. રાધાકૃષ્ણનનો તો બબ્બેવાર. હું મહાત્મા ગાંધીજીનો અનુયાયી એટલે કોંગ્રેસ અધિવેશનોમાં પણ હાજરી આપતો જ્યાં જવાહ, કૃપલાની, ગોવિંદ વલ્લભ પંત વગેરેને જોવા-સાંભળવાનો લહાવો પ્રાપ્ત થયેલો. નડિયાદના આઠ વર્ષ (૧૯૫૦ થી ૧૯૫૮) દરમિયાન સને ૧૯૫૫માં, ગુજરાતી સાહિત્ય પરિષદ સંમેલન (૧૯મું અધિવેશન) મળ્યું ને તે જ વર્ષે શ્રી. ગોવર્ધન શતાબ્દી મહોત્સવ ઉજવાયો. જેમાં બંને સ્થળે હું મંત્રી હતો એટલે શતાબ્દી પ્રમુખ શ્રી કનૈયાલાલ મુનશી, મંગલ પ્રવચનકાર વયોવૃદ્ધ સાક્ષર શ્રી કૃષ્ણલાલ ઝવેરી, શતાબ્દીના સ્વાગતપ્રમુખ શ્રી બાબુભાઈ જશભાઈ પટેલ, સાહિત્ય પરિષદમાં મંગલ પ્રવચનકાર કરનાર રાજ્યપાલ શ્રી હરિકૃષ્ણ મહેતાબ, પરિષદના સ્વાગતપ્રમુખ પ્રો. કાન્તિલાલ છગનલાલ પંડ્યા, શ્રી મગનભાઈ પ્ર. દેસાઈ, ડૉ. લાલભાઈ દેસાઈ, શ્રી ડી. જી. વ્યાસ, શ્રી પ્રાણજીવન પાઠક, રસકવિ શ્રી રઘુનાથ બ્રહ્મભટ્ટ જેવા અનેકનો પરિચય થયો. વળી એ સમય દરમિયાન શ્રી ગોવર્ધન સાહિત્ય સભાના ઉપક્રમે મેં અભેદમાર્ગ પ્રવાસી શ્રી મણિલાલ નભુભાઈ દ્વિવેદી ને મસ્ત કવિ બાલાશંકરની શતાબ્દી પણ ઉજવેલી જેમાં સર્વશ્રી ક. મા. મુનશી, શ્રી રમણલાલ
• પ્રબુદ્ધ જીવંત આજીવન સભ્ય ૩૯૫૦૦{- તા. ૧૦-૪-૨૦૦૭ સુધીમાં આવેલ ૧,૨૫,૦૦૦/- શ્રી દીપચંદભાઈ ગા
૨,૫૦૦/- શ્રી માણેકલાલ મોરારજી સંગોઈ-મુંબઈ ૨,૫૦૦/- શ્રી ધર્મસિંહ મોરારજી પોપટ-મુંબઈ ૧,૬૯,૫૦૦૨ કુલ રૂપિયા
• પ્રબુદ્ધ જીવન નીધિ કાયમી ફંડ ૯,૬૪,૬૦૯૪- તા. ૧૦-૬-૨૦૦૭ સુધીમાં આવેલ ૨,૫૦૦/- શ્રી યશોમતીબેન શાહ-મુંબઈ ૨,૫૦૦/- શ્રી દેવચંદ રાવજી ગાલા-મુંબઈ ૫૦૦/– ડૉ. રાજેન્દ્ર ટી વ્યાસ-મુંબઈ
૭,૫૦૦/- શ્રી માીકલાલ મોરારજી સંગોઈ-મુંબઈ ૧,૦૦૦/- શ્રી નરેન્દ્ર લીલાધર ગડા-મુંબઈ ૫૦૦/- શ્રીમતી કોકીલાબેન-મુંબઈ ૧,૦૦૦/- શ્રી રત્નદીપ ચેરિટેબલ ટ્રસ્ટ-મુંબઈ ૧,૦૦૧/- શ્રીમતી સુશીલાબેન ચન્દ્રકાંત મહેતા-મુંબઈ ૫,૦૦૧/- શ્રીમતી ગજેન્દ્ર રમણીકલાલ કપાસી-મુંબઈ ૨,૦૦૦/– શ્રી દિનેશ વરજીવનદાસ શાહ-મુંબઈ ૨,૫૦૦/– શ્રી રમેશ પી. દતરી ચેરિટેબલ ટ્રસ્ટ મુંબઈ ૯,૯૦,૬૧૧/- કુલ રૂપિયા