________________
પ્રબુદ્ધ જીવન
અભિલાઈને આ માન્ય નથી.
અખિલાઈ, હિંમતનું ભાથું પણ અકબંધ રાખે છે. હા, નમ્રતા, વિનય કોરાણે નથી મૂકતી. બનેલી ઘટના.
એક નર્સબહેનને, સારી હૉસ્પિટલમાં નિમણૂક મળી. પહેલે જ દિવસે એમની અખિલાઈની કસોટી થઈ. સર્જન, આંતરડાના રોગના નિષ્ણાત. એક યુવાનનું ઑપરેશન. ઑપરેશનમાં નર્સબહેનની ફરજ સાધનો આપવાની ટ્રોલી પર. ૧૨ સ્વોબ (ગોઝમાં રૂ સીવી લીધું હોય એવા ટૂકડા) જેનાથી સર્જન, લોહી કે પ્રવાહી લૂછી લે, શોષી લે અને પોતાનું ઓપરેશનનું ક્ષેત્ર ચોખ્ખુંરાખે. ઑપરેશન પૂરું થવામાં. સર્જન કહે, ‘સિસ્ટર, હવે હું ટાંકા લઉં છું.' (I AM CLOSING THE WOUND). નર્સે કહ્યું : ‘સાહેબ, સ્વોબ ૧૧ જ છે. એક ખૂટે છે. કેવી રીતે ટાંકા લેવાય ?' સર્જન જવાબ આપે છે,‘ના ના બધું બરાબર છે.' નર્સે વિનયથી કહ્યું : ‘SIR, PLEASE YOU SHOULD NOT, YOU CAN'T.' સર્જન કહે છે, ‘મારી જવીબદારી પર હું ટાંકા લઉં છું.' નર્સે પૂછ્યું, 'દર્દીનું શું ? એના જીવનનો વિચાર કર્યો ?' ડૉક્ટરે ધીરેથી પગ ઊંચો કરી ૧૨મો સ્ટોખ દેખાડ્યો. રાજી થયા. આ અખિલાઈ છે. ફરજ, ચોકસાઈ, કરુણા ત્રણેયનો સુમેળ-નર્સબહેનમાં રમતો હતો. પોતાની ખૂબીઓ, ત્રુટિઓ જાણવી, ખામીઓને-મર્યાદાઓને ખીંટીએ ટાંગવી. ખૂબીઓની ખૂબુ વહેંચવી. બીજાની ખામી કોઈને નુકસાન ન કરતી પોતા સુધી જ સંબંધિત હોય તો ખામી ખાવી. ટીકા-ટીપ્પણીઓ, અભિપ્રાયોથી અંતર રાખવું. અભિપ્રાય આપવાની ક્ષણ આવે, પણ જો પૂરતી જાણકારી ન હોય તો, વિગતો અધૂરી છે અભિપ્રાય આપવા સમર્થ નથી. આવું કહી શકાય.
તા. ૧૬ મે, ૨૦૦૭
ચારેક વર્ષ પૂર્વેની આ ઘટના. કોલકત્તા શહેર, બાપી સૈન નામનો પોલીસ કર્મચારી. વય ૨૯ વર્ષ. ફરજ એમની રાત્રી ચોકીની હતી. સમી સાંજે કંઈ ખરીદી ક૨વા નીકળ્યા છે. રસ્તામાં થોડો સૂનકાર હતો. એમના કાને બચાવો–બચાવોની બૂમ સંભળાઈ. એ બાજુ દોડ્યા. જોયું તો ત્રણ-ચાર પોલીસો પેલી યુવાન સ્ત્રી પર બળાત્કાર કરવા માટે તલપાપડ હતા. બાપી સને લલકાર્યા. પોલીસો ઓળખીતા હતા. બહેન તો બચી. પેલા પોલીસોને થયું કે બાપી સેન આપણને મુશ્કેલીમાં મૂકશે. એને મારી નાખ્યા. ફરજ પર ન હતાં. પરંતુ અંદરની અખિલાઈ ઉભરાઈ આવી. પ્રાણાર્પણ અને અકબંધ રાખી. પ્રજાએ ‘સ્ટેટસમેન' વૃત્તપત્ર દ્વારા યોગ્ય-ભાવભર્યો પ્રતિસાદ પાડ્યો. એક માસમાં એ પરિવાર માટે ૧૭ લાખ એકત્રિત કર્યા. બાપી સેનના બે બાળકોના શિક્ષણ અને યોગક્ષેમ માટે જોગવાઈ કરી. આ પ્રજાની અખિલાઈ હતી. અખિલાઈ હિંમત આપે છે. સાહસ કરવા પ્રેરે છે. તકો ઝીલે છે. ઊભી પણ કરી શકે, સર્જી શકે. પડકારો ખડા થાય તો સામી છાતીએ ઝીલે છે. બિલ્લી પગે નાસે નહીં.
માસિકે લેખ પ્રસિદ્ધ થયેલો.
અખિલાઈ બંધિયાર નથી. આપણને સાચા તારણો ત૨ફ દોરે છે. અનુભૂતિઓના સંદર્ભમાં વર્તવાની, જીવવાની હિંમત આપે છે. એ ક્યારેય આપણને એ નથી શીખવતી કે તમારી શ્રેષ્ટતા સાબિત કરો. તમે ઊંચેરા આદમી છો એવો દેખાડો કરો. એ તો તમે છો, એનાથી જુદા ન દેખાઓ એમાં જ શ્રેષ્ઠત્વ છે એમ શીખવે છે. નથી એવી અળજબરી કરતી કે આપણી સજ્જનતા, ક્ષમતા ન હોય તોય પ્રસિદ્ધિ ૐ કંઈ પ્રાપ્તિ અર્થે કોઈ પણ કાર્યમાં જોતરાઈ જવું.
અંદરથી ઊગ્યું. થયું આમાં સચ્ચાઈ છે. આ ઉચિત છે—ન્યાયી છે. તો જોખમ વહોરીને પણ સ્વીકારવું. જાતને પરોવી, નીચોવી, કાર્ય કરવું.
ભાવનગરના એક વિજ્ઞાન પ્રાચાર્ય છે. એક જાણીતા અધ્યાપકે, પોતાના મિત્રના સાહિત્ય વિશે વિવેચન કરવા કહ્યું. એક પુસ્તક મોકલ્યું. પ્રાચાર્યશ્રીએ વધારે જાણકારી અને બીજા પુસ્તકો પણ જોવા ઇચ્છવું. બધું મોકલાયું. તેઓ જોઈ ગયા. પછી ‘શબ્દસર'માં લેખ લખ્યો. લેખકના જીવન વિશે નવલકથા લખાય તો કેવું–એ ભાવ દર્શાવ્યો. પુસ્તકની જોડણી મર્યાદાઓ, અનુસ્વાર સુદ્ધાંનો હળવેકથી ઉલ્લેખ કર્યો. આ પ્રાચાર્ય - તે શ્રી તખ્તસિંહજી પરમાર, ‘શબ્દસર’મૂળાક્ષરોથી કરે છે.
આકરી કસોટી, અખિલાઈની ત્યારે આવે છે જ્યારે ખંડિત વ્યક્તિત્વ જોખમ ટાળે અને આ જીવ સટોસટની બાજી ખેલે. લગભગ
સલામતી માટે, સંપત્તિ માટે, મૂલ્યોને કોરાણે ન મૂકે. સમાધાન સ્વીકારે. એકેય પગથિયું નીચે ઉતરવાનું મુનાસિબ નહીં લેખે. પોતામાં પૂરતો, અતૂટ વિશ્વાસ જાળવી રાખે છે.
ન
અખિલાઈ આયાનોની શરણાગતિ નથી સ્વીકારતી—ન તો હેબતાઈ જાય છે-નથી ાાવવી બનતી. એ વિચાર પ્રેરે છે. મૂલ્યો પર ચકાસે છે. કેમકે એનો માવો સ્વસ્થતાથી નિર્માયો છે. કલેવર મૂલ્યો પ્રતિની આસ્થાથી થડાયું છે. પીંડ જ પરિપક્વતાનું, પછડાટ ખર્મ-પરાભવ નહીં. સંબંધોમાં મૈત્રી નોતરે છે. સૌનો વિકાસ કમાય છે. અખિલાઈને ઘટના, પ્રસંગ, વ્યક્તિ, વિચાર નાનો મોટો એવા ભેદ નથી. સર્વત્ર, સર્વકાલીન એ પોતાની જાતને અખંડ રાખે છે. સગવડ, લાભ, અનુકૂળતા માટે, જૂઠ, અસત્ય, આચરી નાગરિકત્વ નકારતો નથી. ગપ્પાં, અફવા, ટીકા, નિંદા-કશાથી વિચલિત થતી નથી. ઑફિસના સેંટરપેડ, ટેલિફોન, પોતિકા કામ માટે નથી વાપરતો. કામચોરી નથી કરતો. સજાગ સભાન રહી કામ કરે છે. આવી શિસ્ત, અનુશાસન, ‘ટેવ' નાની નથી ગણતો. પણ એ આરંભ આવા
WE CAN NOT BE GREAT, BUT WE MUST DO SMALL
THINGS WITH GREAT CARE. આ અખિલાઈની માંગ છે.
અખિલાઈને અલગાવી ન પાલવે. એ તો પ્રશંસા-પૈસા કે પ પડાવવા ગલત રને હડી કાઢી દોડતી નથી. બર્થ અખિલાઈ સાચવવા બધું હોમી જાો છે. આ ત્રણેય એને પછી પડે કે ન પડે, પોતે ‘પડતો’ નથી નીચે' ઉતરતો નથી.
ગાંધીજીએ આ આખા ચિંતનને ખરો સુધારો કહી સંક્ષેપમાં હિંદ સ્વરાજમાં કહ્યું, ‘સુધારો એ વર્તન છે કે જેથી માણસ પોતાની ફરજ બજાવે. ફરજ બજાવવી તે નીતિ પાળવી એ છે. નીતિ પાળવી એ આપણા મનને તથા આપણી ઇન્દ્રિયોને વશ રાખવી એ છે, એમ કરતાં આપણે આપણને ઓળખીએ છીએ. આ જ 'સૂ' એટલે સારો ધારો છે.તેથી વિરૂદ્ધ તે કુધારો છે.’ *** સાકેત સોસાયટી, વડનગ૨-૩૮૪ ૩૫૫.