________________
પ્રબુદ્ધ જીવન
૧૨
છે. મારો અસીલ એ સજા અત્યારે પૂરી કરી ચૂક્યો ગણાય માટે એને છોડી મૂકો. કાયદા મુજબ એક જ સજાનો અમલ બીજી વાર કરી ન શકાય ! ત્યાર પછી ન્યાયતંત્રના કાયદાઓમાં સુધારો કરવી પી કે ‘હેન્ગહીમ ટીલ ડેથ' મૃત્યુ થાય ત્યાં સુધી લટકાવી રાખો. આમ બુદ્ધિના આટાપાટાથી દોષી પણ છૂટી ગયાના દાખલા છે. કાયદાની આંટી-ઘૂંટી, લાંચરુશ્વત કે બુદ્ધિના વ્યભિચારી ગુનેગારો પણ આબાદ બચી જતા હોય છે.
એકાંતમાં, ગુપ્ત રીતે ગુનો કરનારને કર્મની કોર્ટ તો સજા આપી દે છે. જાણે કર્મની કોર્ટને કરોડો આંખો ન હોય ?
અહીં બાહોશ વકીલ, પૈસાનું જોર કે લાગવગ કામ કરતા નથી, અહીં શંકાના લાભે છૂટી જવાતું નથી. કર્મના કાનૂનથી ચાલતા ન્યાયતંત્રનો વહીવટ સ્વચ્છ, સ્પષ્ટ, પારદર્શક અને સમયાનુચિત છે.
કર્મની કોર્ટમાં સજા માટે એક ક્ષણનો પણ વિલંબ નથી. જેવો ગુનો આચર્યો તેવી તે જ ક્ષણે સજા એ કર્મનો કાનૂન છે. કર્મ કરનારનો સાક્ષી તો તેની પોતાની આત્મા સદાકાળ તેની સાથે જ છે. અહીં ગુનો પુરવા૨ કરવા માટે કોઈ સાથી કે પુરાવાની જરૂર નથી. બીજા શબ્દોમાં કહીએ તો કર્મબંધ એ જ સજા છે. માનવી મન, વચન કે કાયા વડે કોઈ પણ ગુનો કરે તો તેને તે પ્રમાણે કર્મબંધ થાય છે. કર્મના કર્તાએ કર્મ ભોગવવું જ પડે છે.
સંસારના ન્યાયાલયોમાં ગુના થયા બાદ ચોક્કસ કાનૂની પ્રક્રિયા બાદ ગુનો સાબિત થયા બાદ સજા થાય છે. આરોપીઉચ્ચ ન્યાયાલયમાં અરજી કરે તો સજા મોકૂફ રહે અને ઉચ્ચ ન્યાયાલય એ સજાને માન્ય રાખે ત્યારે સજાનો અમલ થાય છે.
પરંતુ કર્મની કોર્ટમાં ગુનો સાબિત કરવાનો પ્રશ્ન જ નથી. મનથી હત્યાનો ક્રૂર વિચાર કર્યો હું તને મારી નાંખીશ છોડીશ નહિ એવા ક્રૂર રીતે ક્રોધ પૂર્ણ વચનો કહ્યાં હોય. આત્માની પરિણામ ધારા અને ભાવ પ્રમાણે કર્મના કાનૂનમાં એને ગુનો ગણી લેવામાં આવે છે અને તે પ્રમાણે કર્મબંધ થાય છે આ કર્મબંધ તે જ સજા છે. હા, સત્તામાં પડેલા કર્મો હ્રદયમાં ન આવે તે કાળને દાર્શનિક પરિભાષામાં અબાધાકાલ કહેવાય છે.
સજા ભોગવવાનો કર્યોદય તત્કાળ પણ હોઈ શકે. આ જન્મમાં હોય કે જન્માન્તરે પણ હોઈ શકે છે. સંસારના ન્યાયતંત્રમાં વીશ વર્ષની સજા પામેલી વ્યક્તિ એક બે વર્ષમાં જ મૃત્યુ પાર્ક તો બાકીની સજા તેને ભોગવવાની રહેતી નથી. કર્મના કાનૂનમાં આ સજા, પછીના ભવે પણ ભોગવવી પડે છે.
સેંકડો માણસની હત્યા કરનાર વ્યક્તિને સંસારની કોર્ટ એક જ મૃત્યુદંડ દઈ શકે તે તેની મર્યાદા છે. જ્યારે કર્મનો કાયદો તે જીવને નારકીની દુઃખકારક યોનિમાં હજારો વાર મૃત્યુની વેદના આપી શકે અને હજારો વર્ષ સુધીનું ત્યાંનું આયુષ્ય આપી શકે છે. સારી વર્તણૂંકને કારણે રાજ્યના ન્યાયતંત્ર દ્વારા સજા ઘટી શકે છે કે સજા હળવી
તા. ૧૬ એપ્રિલ, ૨૦૦૭
બની શકે છે.
કર્મસત્તાના ન્યાયતંત્રની કરામતને એક પ્રસંગ દ્વારા સમજીએ જિલ્લા કોર્ટનો એક ન્યાયાધીશ તે જિલ્લાથી ૨૫-૩૦ કિલોમીટ૨ને અંતરે આવેલા પોતાના મૂળ ગામમાં વેકેશન ગાળવા આવ્યા. પોતાના વતનના આ નાનકડા ગામમાં રોજ સવારે તે નદી કિનારે ફરવા જાય. નદી તટનાં વૃક્ષોનાં ઝૂંડ પાછળ શૌચક્રિયાનું કામ પણ પતાવી
લે.
એક દિવસ એ શૌચક્રિયા દરમિયાન જોયું કે એક માણસે બંજી બીજા માણસની હત્યા કરી. હત્યારો ભાગી છૂટ્યો. જજસાહેબે ખૂનીને આંખો આંખ બરાબર જોયો હતો.
આ અંગેનો કેસ એમની જ અદાલતમાં આવતા આરોપી હાથમાં ન આવતા, પોલીસે મળતા માાસને આરોપી તરીકે ઊર્જા કી દીધો ! ન્યાયાધીશે તેનો ચહેરો જોઈને જ નક્કી કરી લીધું કે હત્યારો તો આ નથી પરંતુ પોલીસે પોતાની ઇજ્જત બચાવવા માટે ભળતા માણસને મારી પીટીને ખૂની તરીકેની કબૂલાત કરાવીને પાંજરામાં ઊભો કરી દીધો છે.
વળી, વકીલ પણ એવી બાહોશ નીકળ્યો કે તેણે પોતાનું બધું જ બુદ્ધિકૌશલ વાપરીને તે માણસને ખૂની તરીકે સાબિત કરી દીધો.
જજ તો સ્તબ્ધ થઈ ગયા. આંખો ના પાડે છે કે આ વ્યક્તિ હત્યારો નથી, કાયદો કહે છે તે હત્યારો જ છે. નિર્દોષ ઉપર સજાનું જજર્મન્ટ લખતા જજ ત્રાસી ગયા. પરંતુ ન્યાયાધીશને ધર્મમાં શ્રદ્ધા હતી, તે જાણતા હતા કે મનુષ્ય ભૂલ કરે પરંતુ કર્મસત્તાનું સુ૫૨ કૉમ્પ્યુટ૨ કદી ભૂલ ન કરે.
તેઓ પેલા આરોપીને ચેંબરમાં લઈ ગયા. સાચી હકીકત જણાવવાનું કહેતા તે રડી પડ્યો. પોતાની નિર્દોષતા અને પોલીરાના દમનનું વર્ણન કર્યું. જજે પૂછ્યું, આ પૂર્વે તે કોઈનું ખૂન કરેલ. આરોપીએ કહ્યું હા, મેં બે ખૂન કરેલા. પરંતુ હોંશિયાર વકીલને કારણે હું નિર્દોષ છૂટી ગયો. આ સાંભળી જજના મનને શાંતિ થઈ સાથે વિના અદૃશ્ય અદ્ભુતકર્મના સ્વયંસંચાલિત ન્યાયતંત્ર પરત્વે શ્રદ્ધા કે
દૃઢ બની.
રાજ્ય અને સમાજ દ્વારા ચાલતા ન્યાયાલયો જરૂરી છે જ પણ જ્યારે તેમાં ન્યાય ન મળે ત્યારે એ ચિંતન કરવાનું કે સર્વોપરી અદાલતો કર્મના કાનૂનની છે. આ વિચારધારા નિર્મિત્તને દોષ ન દેતા કહૃદયને દોષી ગણશે. તેથી આર્તધ્યાન અને રૌદ્રધ્યાનથી બચી શકો. સંયોગોથી સ્વભાવ પર દ્રષ્ટિ જી. તેથી મનને શાંતિ મળશે.
ભાલનળકાંઠા વિસ્તારમાં એક રાજકીય આગેવાન સમાજસેવીની હત્યા થઈ તે વખતે સાંપ્રત દંડનીતિ પરત્વે મુનિશ્રી સંતબાલજીએ વ્યથા કરી હતી કે ખૂનીઓને કોર્ટ પૂરેપૂરી તહોમતદાર ઠરાવે તો શારીરિક સજા સિવાય કોર્ટ બીજું શું કરવાની છે? એ થાય તોય અમારા જેવાને તો રોવાનું છે, કારણ કે શારીરિક સજાથી ગુનેગાર
3