________________
પ્રબુદ્ધ જીવન
પુણ્યશ્લોક પંડિત સુખલાલજી-કેટલાંક સંસ્મરણો
ત્ત પ્રો. તારાબહેન ર. શાહ
આ વર્ષે–૨૦૦૭ના વર્ષે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે અનુપમ આદર અને ખ્યાતિ પામનાર પંડિત સુખલાલજીને સવાસો વર્ષ થયાં તેની ઊજવણી રૂપે શ્રી મુંબઈ જૈન યુવક સંઘ અને ગુજરાતી સાહિત્ય પરિષદની હેમચંદ્રાચાર્ય સ્વાધ્યાય પીઠના સંયુક્ત ઉપક્રમે આોજિત તા. ૧૭-૨-૦૭ના પરિસંવાદમાં પંડિતજી વિશેનાં સંસ્મરણો ૫૨ બોલવાનું આમંત્રણ મને મળ્યું. ખૂબ આનંદ થયો. આ રીતે પુણ્યશ્લોક પંડિતજીનું પવિત્ર સ્મરણ કરવાની તક મળી તેને હું મહદ્ સદ્ભાગ્ય સમજું છું.
આ સંસ્મરણો અમારાં બન્નેનાં-મારાં અને મારા પતિ ડૉ. માઈના છે.
મારા પિતાશ્રી દીપચંદભાઈ ત્રિ. શાહ શ્રી મુંબઈ જૈન યુવક સંઘના મંત્રી હતા તે કારણે યુવક સંઘના કાર્યક્રમોમાં વારંવાર જવાનું થતું. યુવક સંઘ સાથે મારો સંબંધ લગભગ સાઇઠ વર્ષનો એટલે કેટલીક હકિકતોથી હું પરિચિત છું.
તા. ૧૬ માર્ચ ૨૦૦૭
મહત્ત્વનો પ્રસંગ તે ૧૯૫૭માં અખિલ ભારતીય ધો૨ણે પંડિતજીની વિદ્વતાને અને સિદ્ધિઓને બિરદાવવાનો કાર્યક્રમ મુંબઈ યુનિવર્સિટીના કોન્વોકેશન હૉલમાં તે વખતના રાષ્ટ્રપ્રમુખ ડૉ
રાધાકૃષ્ણનના પ્રમુખપદે થયો તે છે. જૈન યુવક સંઘે તે પ્રસંગ ગોઠવવામાં અદમ્ય ઉત્સાહથી મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો. પંડિતજીની દાર્શનિક પ્રતિભાને અને અનોખા વ્યક્તિત્વને ઉચિત ગૌરવપૂર્ણ અને ભવ્ય એ કાર્યક્રમ હતો. સરકારની ઉચ્ચ સ્તરીય વ્યક્તિઓ ઉપરાંત ભારતની ખ્યાતનામ અને સન્માનીય વ્યક્તિઓ કાકાસાહેબ કાલેલકર, મોરારજીભાઈ દેસાઈ, ઢેબરભાઈ, બાબુભાઈ જશભાઈ, દલસુખભાઈ માલવીયા, ચીમનલાલ ચકુભાઈ, પરમાનંદભાઈ વગેરે તથા યુવક સંઘની આખીધે કમિટી અને પાં સભ્યો પણ હાજર હતા. અમે પતિ-પત્ની યુવક સંઘની કારોબારીના સભ્યો હોઈ અમે ખૂબ ઉત્સાહથી ભાગ લીધો હતો. જૈન યુવક સંઘ માટે આ એક યાદગાર પ્રસંગ હતો.
અમારા બન્નેનું એ સદ્ભાગ્ય છે કે પર્યુષણ વ્યાખ્યાનમાળામાં અનેં બન્નેએ આપેલાં અમારા પહેલાં વ્યાખ્યાનના પ્રમુખપદે પૂ પંડિતજ હતા. વ્યાખ્યાનની શરૂઆતમાં પરમાનંદભાઇએ ડૉ. રમણભાઈની ઓળખ સેન્ટ ઝેવિયર્સ કૉલેજમાં ગુજરાતીના અધ્યાપક અને સંઘના મંત્રી દીપચંદભાઈના જમાઈ તરીકે આપી. રમણભાઇએ વ્યાખ્યાનની શરૂઆતમાં રમૂજ કરતાં સંસ્કૃત શ્લોક ટાંકીને કહ્યું કે જે સ્વપુરુષાર્થથી ઓળખાય તે ઉત્તમ, પિતાના નામે ઓળખાય તે મધ્યમ પણ જે સસરાના નામે ઓળખાય તે અધમ. પણ મારે તો આજે જુદી રીતે ઓળખાણ રજૂ કરવી છે. હું તો પંડિતજીનો સ્વજન છું. આ શબ્દો એવા શુભ મુહૂર્તો અને શુભ ભાવથી બોલાષા હશે કે પછીના વખતમાં પંડિતજી અને રમણભાઈ વચ્ચે પિતાપુત્ર જેવો પવિત્ર સંબંધ સ્થાપિત થયો. એ વખતે રમાભાઇએ કલિકાલ- સર્વ હેમચંદ્રાચાર્ય' પર વ્યાખ્યાન આપ્યું. પંડિતજીને એ વિષય ગમ્યો. પર્યુષણ પર્વના પવિત્ર દિવસોમાં આવા મહાન આચાર્યને યાદ ક૨વા અને લોકોને તેમના જીવન અને કાર્ય વિશે પરિચિત કરવા એ ઘણું ઉચિત છે એમ તેમણે કહ્યું. હેમચંદ્રાચાર્ય લિખિત ‘ત્રિષષ્ઠિ રાતા પુરુષ
પંડિત સુખલાલજી યુવક સંઘની પ્રેરણામૂર્તિ હતા. સંસ્થાના શરૂઆતના વર્ષોમાં અગત્યનાં કાર્યોમાં સલાહકાર હતા. પર્યુષણ વ્યાખ્યાનમાળા શરુ કરવાની સલાહ તેમણે આપી હતી. યુવક સંઘે તેમને પહેલા પ્રમુખ તરકે નિયુક્ત કર્યા હતા. દર વર્ષે તેઓ પણ જૈનધર્મનો એકાદ વિષય લઈ વ્યાખ્યાન આપતા. તેમના પ્રતિષ્ઠિત નામનો યુવક સંધને શામ ઘો મર્યા. કાકાસાહેબ કાલેલકર, રવિશંકર મહારાજ, ક. મા. મુનશી બ. ક. ઠાકોર, ઢેબરભાઈ વગેરે જેવા ઉત્તમ વક્તાઓ યુવક સંઘને મળ્યા. પંડિતજીથી થયેલી શુભ શરૂઆતને કારણે હજુ પણ વ્યાખ્યાનમાળા સારી અને સંતોષકારક ચાલે છે. પંડિતજી વ્યાખ્યાનમાળાના ત્રીસ વર્ષ સુધી પ્રમુખ રહ્યાં. ડૉ. ઝાલાસાહેબ ૧૦ વર્ષ સુધી રહ્યાં. ડૉ. રમણભાઈ ચોંત્રીસ વર્ષ સુધી રહ્યા અને ૨૦૦૬ થી ડૉ. ધનવંતભાઈ પ્રમુખપદ શોભાવે છે. સુખદ યોગાનુયોગ એવો છે કે આ ચારે પ્રમુખો સંસ્કૃત, પ્રાકૃત, જૂની ગુજરાતી અને ગુજરાતી ભાષાના વિદ્વાન પ્રાધ્યાપકો છે. ધર્મતત્ત્વરિત્ર' વાંચી જવાની ભલામણ પણ કરી. જાણવામાં ઉદ્યમી છે. એવું પદ વિજ્ઞાન પ્રાધ્યાપક શોભાવે તે ઇચ્છવા જેવું છે.
૧૯૫૯માં પરમાણંદભાઇએ એક પ્રોગ કર્યો. પર્યુષશ વ્યાખ્યાનમાળાના આઠ દિવસોમાં સોળે સોળ વ્યાખ્યાનો બહેનોનાં ગોઠવ્યા. પ્રમુખસ્થાને પંડિતજી હતા. એ વખતની ખ્યાતનામ બહેનો ઇન્દુમતી શેઠ, હીરાબેન પાઠક, મૃણાલિની દેસાઈ વગેરેને આમંત્ર્યા હતા. મને પણ ‘શ્રીમદ્ રાજચંદ્ર' પર બોલવાનું આમંત્રણ મળ્યું. આ
મફતમાં આ જ નામ નિશ્ચત બદના રસ્તા છે એકાય છે. વિનોબાજી